સાઉથ અને બોલિવૂડના મેગાસ્ટારથી ભરચક પ્રોજેક્ટ Kની સૌકોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કારણ કે ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ, બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન તેમજ અભિનેત્રી દીપિકા પાદુકોણ સહિત કમલ હાસન એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. ત્યારે હવે આ હસ્તીઓએ ફિલ્મ માટે કેટલી ફી લીધી છે તે અંગે આજે આ અહેવાલમાં વાત કરવી છે. આંકડો કંઇક એવો છે જે તમને જાણીને દંગ રહીશો અને એમ થશે કે આ ફિલ્મનુ બજેટ કેટલું છે ?
પ્રોજેકટ Kમાં બોલિવૂડની હોટ ગર્લ દિશા પટણી પણ છે. પ્રોજેકટ k અંગે એવું કહેવાય છે કે, આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ છે. ફેમસ ફિલ્મ વિવેચક મનોબાલા વિજયબાલે આ ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી વિશે ટ્વીટ કરીને માહિતી શેર કરે છે. ટ્વીટ અનુસાર, પ્રોજેકટ K માટે પ્રભાસે 150 કરોડ રૂપિયા ફી લીધી છે. તો કમલ હાસને 20 કરોડ રૂપિયા, જ્યારે દીપિકા પાદુકોણે 10 કરોડ રૂપિયા તેમજ અમિતાભ બચ્ચન અને દિશા પટણી સહિત અન્ય કલાકારોએ 20 કરોડ રૂપિયા ફી લીધી છે. આ સાથે મનોબાલાએ ફિલ્મના બજેટ અંગે પણ માહિતી શેર કરી છે.
મનોબાલાના ટ્વીટમાં કરાયેલા દાવા અનુસાર, પ્રોજેક્ટ K માટે 600 કરોડ જેટલું મેગા બજેટ રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આ ફિલ્મને ભારતને સૌથી મોંધી ફિલ્મ બતાવવામાં આવી રહી છે. પ્રોજેકટ Kની રિલીઝ ડેટ અંગે વાત કરીએ તો આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024ના સિનેમાઘરોમાં રિલીઝ થશે.