Project K Movie Release Date : બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, મેગાસ્ટાર પ્રભાસ અને પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણ અભિનિત ફિલ્મ પ્રોજેક્ટ k ની પ્રશંસકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે પ્રોજેક્ટ k ની પહેલી ઝલક સામે આવી છે. ગુરૂવારે 20 જુલાઇએ ફિલ્મના નિર્માતાઓએ સાન ડિએગો કોમિક-કોનમાં તેની પ્રથમ ઝલક બતાવીને તેનું નામ જાહેર કર્યું. આ ફિલ્મનું નામ Kalki 2898 AD રાખવામાં આવ્યું છે. Kalki 2898 ADના ટીઝર જોતા તમને કંઇક અલગ જ અનુભૂતિ થશે.
કલ્કી 2898 એડી ટીઝરમાં વિશ્વની ઝાંખી પ્રદર્શિત
આ ફિલ્મનું ટીઝર ભવિષ્યમાં યુદ્ધગ્રસ્ત વિશ્વની ઝાંખી પ્રદર્શિત કરે છે. જ્યારે અંધકાર વિશ્વને ઘેરી લે છે, ત્યારે એક હીરો ઉભરે છે. ફિલ્મની પહેલી ઝલકમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને પ્રભાસને ભવિષ્યની દુનિયામાં બતાવવામાં આવ્યા છે. આ એક સાયન્સ ફિક્શન ફિલ્મ છે જેમાં દીપિકા, અમિતાભ અને પ્રભાસને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં યોદ્ધા તરીકે બતાવવામાં આવ્યા છે. જ્યારે અમિતાભ બચ્ચનનું પાત્ર પટ્ટીમાં લપેટાયેલા યોદ્ધા તરીકે જોવા મળે છે. કલ્કી 2898 AD 2024માં રિલીઝ થશે.
કલ્કી 2898 એડી SDCCમાં ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ
સાન ડિએગો કોમિક-કોન (SDCC) 2023માં ડેબ્યૂ કરનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની છે. અગાઉ, પ્રભાસ, કમલ હાસન અને રાણાની યુએસમાં છુટ્ટીઓ માનવતા ઘણી તસવીરો ઓનલાઈન સામે આવી છે. પ્રોજેક્ટ K ના ફર્સ્ટ લૂકના રિલીઝના એક દિવસ પહેલા, પ્રભાસ અમેરિકામાં એક પાર્ટીમાં જોવા મળ્યો હતો, જ્યાં તેણે ફેન્સ સાથે વાતચીત કરી હતી.
કલ્કી વિષ્ણુ ભગવાનનો અંતિમ અવતાર
હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ‘કલ્કીને વિષ્ણુ ભગવાનનો અંતિમ અવતાર માનવામાં આવે છે, જે હજુ સુધી પ્રગટ થયા નથી. વર્તમાન યુગના અંતમાં, જેને કળિયુગ કહેવામાં આવે છે. જ્યારે અધર્મ ધર્મ પર હાવી થઇ જશે અને વિશ્વ પર અત્યાચારીઓનું શાસન હશે, ત્યારે વિષ્ણુ ભગવાનનો કલ્કી અવતાર તેનો અંત કરવા અને નવા યુગના આરંભ માટે પૃથ્વી પર જન્મ લેશે’.
આ આર્ટિકલ ધ ઇનડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.