scorecardresearch
Premium

Priya Marathe Death: પવિત્ર રિશ્તા ફેમ પ્રિયા મરાઠેનું નિધન, કેન્સર સામે હારી જિંદગીની જંગ

Priya Marathe Death News: લોકપ્રિય ટીવી સીરિયલ પવિત્ર રિશ્તા ફેમ પ્રિયા મરાઠે હવે આ દુનિયામાં નથી રહી. માત્ર 38 વર્ષની ઉંમરે પ્રિયા મરાઠેના નિધનથી ચાહકો શોકમગ્ન છે.

Priya Marathe Death | Priya Marathe Passed away | pavitra rishta fame actress passed away | Priya Marathe
Priya Marathe Death : પવિત્ર રિશ્તા સિરિલયની કલાકાર પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે નિધન થયું છે. (Photo: @priyamarathe)

Pavitra Rishta Fame Priya Marathe Passed Away : ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સિરિયલ પવિત્ર રિશ્તા ફેમ પ્રિયા મરાઠેનું નિધન થયું છે. અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની વયે નિધન થયું હતું. તે ઘણા ટીવી અને વેબ શોનો ભાગ રહી ચૂકી છે. તે ટીવી જગતની સાથે સાથે મરાઠી મનોરંજન ઇન્ડસ્ટ્રીઝનું પણ મોટું નામ હતું. પ્રિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીનું મોત કેન્સરના કારણે થયું છે. તે લાંબા સમયથી ગંભીર સામે લડાઈ લડી રહી હતી.

પ્રિયા મરાઠેને થોડા વર્ષો પહેલા કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓ આ ગંભીર બીમારીની સારવાર કરાવી રહ્યા હતા, પરંતુ થોડા સમય પહેલા ફરી એકવાર તેમના શરીરમાં કેન્સર ફેલાવા લાગ્યું અને તેમના શરીરે સારવાર માટે પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દીધું. અંતે તે કેન્સર સામે જીંદગીની જંગ હારી ગઈ અને શનિવારે 30 ઓગસ્ટના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રિયા મરાઠેના લોકપ્રિય શો

આ સાથે પ્રિયા મરાઠેના શોની વાત કરીએ તો તેણે ‘પવિત્ર રિશ્તા’થી નામ અને પ્રસિદ્ધિ મળી હતી. આ શોમાં તેની નકારાત્મક ભૂમિકા માટે તેને પસંદ કરવામાં આવી હતી. તેના પાત્રનું નામ વર્ષા દેશપાંડે હતું. આ સિવાય તે ‘ચાર દિવાસ સસુચે’, ‘ઉતરન’, ‘કસમ સે’, ‘સુપરસ્ટાર્સ ઓફ કોમેડી સર્કસ’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘સાથ નિભાના સાથિયા’, ‘ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ’ અને ‘બડે અચ્છે લગતે હૈં’ જેવા શોનો ભાગ પણ રહી ચૂકી છે. તે છેલ્લે 2023માં તુઝેચ મી ગીત ગીત આહે (Tuzech Mi Geet Gaat Aahe) શોમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયા મરાઠે પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે, પરંતુ તેને અહીં ખાસ ઓળખ મળી શકી નથી. પ્રિયાએ 2008માં ફિલ્મ ‘હમને જીના સીખ લિયા’માં કામ કર્યું હતું. ત્યારબાદ તે વર્ષ 2017માં ફિલ્મ Ti Ani Itar માં જોવા મળી હતી. જો કે બંને ફિલ્મો અસફળ રહી હતી.

પ્રિયા મરાઠે અંગત જીવન

પ્રિયા મરાઠેના અંગત જીવનની વાત કરીએ તો તે પરિણીત હતી. તેણે લાંબા સમયના બોયફ્રેન્ડ શાંતનુ મોઘે સાથે લગ્ન કર્યા હતા, જે એક લોકપ્રિય અભિનેતા છે. પ્રિયા મરાઠે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહેતી હતી. તે ગયા વર્ષ સુધી સક્રિય હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની છેલ્લી પોસ્ટ 11 ઓગસ્ટ, 2024 ના રોજ શેર કરવામાં આવી હતી. જો કે પ્રિયા મરાઠે હવે આપણી વચ્ચે નથી.

Web Title: Priya marathe death news pavitra rishta fame actress passed away at 38 year age as

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×