બોલીવુડ અભિનેત્રી ઋચા ચડ્ડા હમણાં થોડા દિવસોથી ચર્ચામાં છે. અભિનેત્રી આપણી સેના માટે ટ્વિટ કરી હતી જેને લઇને વિવાદોમાં ફસાઈ ગઈ હતી. પહેલા ભારતીય સેનાના કમાંડર લેફ્ટનેન્ટ જરનલ ઉપેન્દ્ર દ્વીવેદીના ટ્વિટનો જવાબમાં કરાયેલ ટ્વિટ વાયરલ થઈ હતી. હવે પાકિસ્તાનમાં બેન થઈ રહેલી બોલીવુડ ફિલ્મો પર ઋચા ચડ્ડા નું વિવાદિત નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
તેથી તે બધાના નિશાન પર આઈ ગઈ હતી. દેશવાસીઓની સાથે બોલીવુડ સેલિબ્રિટી પણ ઋચાની ટીકા કરતા હતા. જ્યાં અક્ષય કુમાર, અનુપમ ખેર સહિત કેટલાક અભિનેતાઓએ ઋચાની ટીકા કર્યા પછી બોલીવુડ અભિનેતા પ્રકાશ રાજ એક્ટ્રેસને સપોર્ટ કર્યો હતો.
પ્રકાશ રાજે અભિનેત્રીને સમર્થન આપ્યું હતું
બોલિવૂડ એક્ટર પ્રકાશ રાજે ટ્વીટ કરીને લખ્યું કે, ‘અક્ષય કુમાર પાસેથી આવી આશા ન હતી..આવું કહીને રિચા ચઢ્ઢા તમારા કરતા આપણા દેશ માટે વધુ પ્રાસંગિક છે.’ પરંતુ લખ્યું હતું કે ‘અમે તમારી સાથે છીએ રિચા ચઢ્ઢા’, અમે જાણીએ છીએ કે તમે શું કહેવા માગતા હતા.
આ પણ વાંચો: ‘ડોન’ની નકલ કરવી હવે નામુમકીન : અમિતાભ બચ્ચનના અવાજ અને ફોટાનો મંજૂરી વગર ઉપયોગ કરવા હાઇકોર્ટની મનાઇ
અનુપમ ખેરે અભિનેત્રીને કહ્યું સત્ય
અભિનેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘દેશનું ખરાબ કરીને કેટલાક લોકોમાં લોકપ્રિય બનવાની કોશિશ કરવી એ કાયર અને સેનાનું સન્માન દાવ પર લગાવવું એ નાના લોકોનું કામ છે. આનાથી વધુ શરમજનક શું હોઈ શકે.
સ્મૃતિ ઈરાનીએ આ વાત કહી
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક ટ્વીટમાં લખ્યું છે કે ‘દેશનું ખરાબ કરીને કેટલાક લોકોમાં લોકપ્રિય બનવાની કોશિશ કરવી એ કાયર અને નાના લોકોનું કામ છે. આનાથી વધુ શરમજનક વાત શું હોઈ શકે.
આ પણ વાંચો: સુનિલ શેટ્ટીના ઘરે લગ્નની શરણાઇ વાગશે, આ દિવસે આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન
શું હતું રિચાનું ટ્વિટ
વાસ્તવમાં, નોર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ટ્વિટ કર્યું કે ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ફરીથી નિયંત્રણ મેળવવા માટે સરકારના આદેશની રાહ જોઈ રહી છે. આના પર રિચાએ ટ્વિટ કર્યું કે ‘ગલવાન હાય કહી રહ્યો છે.’ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવેલા આ ટ્વિટ પર લોકો ગુસ્સે થયા હતા અને તેને સતત ટ્રોલ પણ કરી રહ્યા હતા. આ પછી રિચાએ આ સમગ્ર મામલે માફી માંગી હતી.