scorecardresearch
Premium

પ્રભાસ સ્ટારર ‘આદિપુરૂષ’ કલેક્શન મામલે શાહરૂખ ખાનની ‘પઠાણ’નો રેકોર્ડ તોડશે?

Adipurush Release Date: એવા અહેવાલો આવી રહ્યા છે કે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ ‘પઠાણ’નો રેકોર્ડ તોડી શકે છે અને તેના કરતા પણ મોટી ઓપનિંગ કરી શકે છે.

prabhas adipurush photo news
વિવાદ બાદ આદિપુરૂષના સંવાદ બદલવામાં આવ્યા

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેણે પહેલા દિવસે વિશ્વભરમાં લગભગ 105 કરોડની ઓપનિંગ લીધી હતી. હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ ‘પઠાણ’નો રેકોર્ડ તોડી શકે છે અને તેના કરતા પણ મોટી ઓપનિંગ કરી શકે છે. ટ્રેક ટોલીવુડના રિપોર્ટ અનુસાર, ‘આદિપુરુષ’ના ક્રેઝને જોતા કહી શકાય કે આ ફિલ્મ માત્ર ભારતમાં જ 100 કરોડનું ગ્રોસ કલેક્શન કરશે. જો આમ થશે તો ફિલ્મનું વર્લ્ડ વાઈડ કલેક્શન વધુ થશે. ‘આદિપુરુષ’ 16 જૂને રિલીઝ થઈ રહી છે.

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મ રશિયામાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ડબ વર્ઝન 13મી જુલાઈના રોજ રશિયા, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, અઝરબૈજાન, તાજિકિસ્તાન, આમિર્નિયા, જ્યોર્જિયા જેવા દેશોમાં 3000થી વધુ સ્ક્રીનમાં રિલીઝ થશે. ‘પઠાણ’એ અત્યાર સુધીમાં વર્લ્ડ વાઇડ 1050 કરોડનો બિઝનેસ કર્યો છે. 13 જુલાઈના રોજ તેની વિશ્વભરમાં રિલીઝ થયા બાદ તેની કમાણીનો આંકડો વધુ વધવા જઈ રહ્યો છે.

પ્રભાસ, ક્રિતિ સેનન અને સેફ અલી ખાન સ્ટારર ફિલ્મ ‘આદિપુરૂષ’ની આતુરતાથી દર્શકો રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં ફિલ્મ રિલીઝના થોડા દિવસ પહેલાં નિર્માતાઓએ મોટી ભેટ આપી. ગઇકાલે 6 મેના રોજ દર્શકો માટે ફાઇનલ ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું. જેમાં જોરદાર એક્શન સીન જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આદિપુરૂષના મેકર્સે નક્કી કર્યું છે કે ફિલ્મની રિલીઝ બાદ દરેક થિએટરમાં એક સીટ માત્ર હનુમાન જી માટે રિઝર્વ રાખવામાં આવશે, આ ટિકિટ વેચવામાં આવશે નહીં. તેનું કારણ છે કે માન્યતા પ્રમાણે જ્યાં શ્રીરામનો ઉલ્લેખ થશે ત્યાં જરૂર હનુમાનજી હોય છે, જેથી આ ફિલ્મ દરમિયાન એક સીટને રિઝર્વ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: ‘ઓહ માય ગોડ 2’નું નવું પોસ્ટર રિલીઝ, હાથમાં ડમરું અને ચહેરા પર ભભૂતિ લગાડી અક્ષય કુમારનો અદ્ભૂત અવતાર, ફિલ્મની રિલીઝ ડેટ ફાઇનલ

ઉલ્લેખનીય છે કે, આદિપુરૂષ 500 કરોડના બજેટમાં બની છે અને મોટા ભાગનો ખર્ચ ફિલ્મના ગ્રાફિક્સમાં થયો છે, જેને ભવ્ય અને રીયલ દેખાડવા માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે. તો ટ્રેલરથી આ મહેનત સ્પષ્ટ જોવા મળી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર ઓમ રાઉત છે, જેમમે આ પહેલા તાન્હાજી જેવી સુપરહિટ ફિલ્મ બનાવી હતી. આદિપુરૂષ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Web Title: Prabhas adipurush release date break record collection shah rukh khan pathaan

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×