દિગદર્શક પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ની (Chhelow Show) ઓસ્કર 2022 (Oscar 2022) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ત્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ ફિલ્મના નિર્દેશક સાથે ખાસ વાતચીત કરી (Pan nalin Exclusive interview) છે. જે અંતર્ગત પાન નલિને પ્રશ્ન કર્યો હતો કે, ઓસ્કર 2022 માટે ફિલ્મ ‘છેલ્લો શો’ની પસંદગીએ બધાને આશ્ચર્યચકિત કરી દીધાં છે. જેને લઇને તમારી પ્રતિક્રિયા શું છે?
ધ ઇન્ડિયન એક્સપ્રેસને પાન નલિનને જણાવ્યું કે, ‘અન્ય લોકોની જેમ હું પણ આ જાહેરાતથી દંગ રહી ગયો હતો. કારણ કે અમારી ફિલ્મ વિશે કોઇ વાતચીત પણ ન કરતું હતું. તેમજ મીડિયામાં પણ ફિલ્મ ‘છેલ્લો શો’ વિશે કોઇ ચર્ચા ન હતીં. એવામાં અમારી ફિલ્મ ઓસ્કર માટે સિલેક્ટ થઇ એ ખુબ મોટી વાત છે. આ જાહેરાતથી અમારી ટીમ અત્યંત ખુશ છે’.
નિર્દેશક પાન નલિને ઇન્ડિયન એક્સપ્રેસને વધુમાં જણાવ્યું કે, ‘લગભગ એક દાયકા પહેલાં ઘણા સિંગલ સ્ક્રીન થિયેટરો બંધ થવા લાગ્યાં હતાં. તેમજ ભારતમાં સેલ્યુલોઇડથી ડિજિટલમાં મોટો બદલાવ આવ્યો છે. જેના કારણે ઘણા લોકોની રોજગારી છીનવાઇ છે. નલિન ફિલ્મ ‘છેલ્લો શો’ની ગાથા વિશે વાત કરતા કહે છે કે, ફિલ્મ મારા પરિવાર દ્વારા શેર કરવામાં આવેલા સિનેમા પ્રત્યેના બાળપણના જુસ્સાની વાર્તાઓ પર આધારિત છે. અમે ગુજરાતના અંતરિયાળ વિસ્તાર અડતાલામાં રહેતા હતા. મારા માતા-પિતા ભાગ્યે જ મૂવી જોવા જતા હતાં. ત્યારે મેં પહેલી ફિલ્મ ‘જય મહાકાળી’ જોઇ હતી. તેણે મારા પર ઉંડી અસર કરી હતી. ત્યારે હું મહદઅંશે જાણતો હતો કે હું સિનેમા સંબંધિત કંઇક કરવા ઇચ્છું છું’.
પાન નલિન આગળ વાત કરે છે કે, ‘સિનેમા પેરાડિસો મારી મનપસંદ ફિલ્મ છે. જે મેં વર્ષો પહેંલાં જોઇ હતીં. ત્યારે સ્વાભાવિક છે કે, લોકો ફિલ્મ ‘છેલ્લો શો’ની સિનેમા પેરાડિસો સાથે સરખામણી કરશે. કારણે કે આ બંને ફિલ્મનો કોન્સેપ્ટ એક બીજા સાથે મળતો આવે છે. પરંતુ હું લોકોને કહેવા માંગુ છું કે કોઇપણ પ્રકારના નિષ્કર્ષ અને જજમેન્ટ આપ્યા પહેલાં એકવાર ફિલ્મ જોજો. ત્યારબાદ તમે તમારા વિચાર રજૂ કરશો એ ફિલ્મ સાથે ન્યાય આપ્યો ગણાશે. આખરે ‘છેલ્લો શો’ એ એક અંગત જીવન પર આઘારિત છે એટલે મારે તેના પ્રત્યે પ્રામાણિક રહેવું પડે’.
આ પણ વાંચોઃ- બિગ બોસના હાઉસનો અદ્ભૂત નજારો આ વીડિયોમાં
પાન નલિન ફિલ્મના શૂટિંગ વિશે જણાવે છે કે, ફિલ્મમાં અભિનય કરી રહેલા બાળકો ગુજરાતના કાઠિયાવાડના રહેવાસી છે. ત્યારે અમે સાસણ ગીરની આસપાસના અનેક સ્થળોએ શૂટિંગ કર્યું છે. સાથે જ અમે કેટલાક ક્લાઈમેક્સ સિક્વન્સનું શૂટિંગ પણ રાજકોટમાં કર્યું હતું.
આ પણ વાંચોઃ- પીએસ-1 રિલીઝ પહેલાં થિયેટરોના માલિકોને મળી ધમકી, કહ્યું…છેલ્લી વોર્નિંગ
ધ ઇન્ડિયન એક્સપ્રેસે નલિનને બીજો પ્રશ્ન કર્યો હતો કે, ગયા વર્ષે તમે FFIને ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે છેલ્લો શો સબમિટ કર્યો હતોં. પરંતુ ફિલ્મને પસંદ કરવામાં આવી ન હતી. તો શું તમે નિરાશ થયા હતાં? જે અંગે પાન નલિને જણાવ્યું કે, એકેડેમીનો નિયમ છે કે પાત્ર બનવાની ફિલ્મ વર્ષના અંત સુધીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ જવી જોઇએ. ત્યારે હવે આ ફિલ્મ વિશ્વભરમાં 14 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.