scorecardresearch
Premium

OMG 2 Trailer : OMG 2નું શાનદાર ટ્રેલર રિલીઝ, શિવ દૂતના અવતારમાં અક્ષય કુમાર અને ભક્ત પંકજ ત્રિપાઠીની દમદાર જોડી, ફિલ્મમાં આટલા ફેરફાર

OMg Trailer : OMG 2નું ટ્રેલર આજે 3 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવાયું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ ‘રાખ વિશ્વાસ’ની ટેગ લાઈન સાથે ધમાલ મચાવી દીધી છે. OMG 2ના ટ્રેલરે દેશની એજયુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે.

OMG 2| OMG 2 Trailer | OMG 2 Release Date | Akshay Kumar | Paresh Rawal | Pankaj Tripathi
OMG 2 ટ્રેલર રિલીઝ

OMg Trailer : OMG 2નું ટ્રેલર આજે 3 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવાયું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ ‘રાખ વિશ્વાસ’ની ટેગ લાઈન સાથે ધમાલ મચાવી દીધી છે. OMG 2ના ટ્રેલરે દેશની એજયુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે.

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર તેની આગામી OMG 2ને કારણે સતત ચર્ચામાં છે. OMG 2ને સેન્સર બોર્ડ પાસેથી ‘A’ સર્ટિફિકેટ મળી ચુક્યું છે. છેલ્લા ઘણા સમયથી મૂવી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનમાં ફસાયું હોવાના કારણે હેડલાઈન્સમાં હતું. હવે તેમાં કરવામાં આવેલા ફેરફાર ચર્ચામાં છે. આ વચ્ચે OMG 2નું ટ્રેલર આજે 3 ઓગસ્ટના રોજ રિલીઝ કરી દેવાયું છે. અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની જોડીએ રાખ વિશ્વાસ’ની ટેગ લાઈન સાથે ધમાલ મચાવી દીધી છે.

અક્ષય કુમારે લોકોના દિલ જીતી લીધા

OMG 2માં અક્ષય કુમારના શિવ અવતારે લોકોના દિલ જીતી લીધા છે. તે જ સમયે, ફિલ્મમાં ભક્ત બનેલા પંકજ ત્રિપાઠી શરણ મુદગલનું પાત્ર નિભાવી રહ્યો છે. શરણ મુદગલની ભગવાનમાં શ્રદ્ધા જોઈને લોકો ‘હર હર મહાદેવ’ના નારા લગાવી રહ્યા છે. OMG 2ના ટ્રેલરે દેશની એજયુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા છે.

OMG 2ની ટક્કર સની દેઓલની ‘ગદર 2’ સાથે

ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારની ફિલ્મ OMG 2 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. ત્યારે આ ફિલ્મની ટક્કર સની દેઓલની ‘ગદર 2’ સાથે થશે. રસપ્રદ વાત એ છે કે, બંને સિક્વલ ફિલ્મો છે અને તેના પહેલા ભાગે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા હતા. OMG 2માં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી ઉપરાંત યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના પ્રથમ પાર્ટ્સ OMG 1માં અક્ષય કુમાર અને પરેશ રાવલને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. જો કે, કેટલાક લોકોએ ફર્સ્ટ પાર્ટ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ ફિલ્મ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. ફર્સ્ટ પાર્ટમાં અક્ષય કુમારે ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી અને બીજા પાર્ટમાં શંકર ભગવાનની ભૂમિકામાં જોવા મળશે.

OMG 2માં 27 ફેરફાર

મહત્વનું છે કે, OMG 2ને સીબીએફસી પાસેથી ગ્રીન સિગ્નલ ન મળવાના કારણે ટ્રેલર રોકાયેલું હતું. ફિલ્મમાં 27 ફેરફાર કરવામાં આવ્યા છે. ઘણા સીન્સમાં ચેન્જ છે અને અમુકમાં ડિસક્લેમર પણ નાખવા માટે કહેવામાં આવ્યું છે. આવો જાણીએ કે OMG 2ના પ્લોટ અને સીનમાં શું ફેરફાર થયો છે. ફ્રંટલ ન્યૂડિટીને હટાવી નાગા સાધુઓના વિઝુઅલ્સથી રિપ્લેસ કરવામાં આવી છે. એક જાહેરાત બોર્ડથી કોન્ડમની એડ હટાવવામાં આવી છે. ફિલ્મમાં લિંગ શબ્દ પણ હટાવવામાં આવ્યો છે. જ્યાં જરૂર હોય ત્યાં ફક્ત લિંગ નહીં પરંતુ શિવલિંગ કે શિવના રૂપમાં બોલવામાં આવશે.

OMG 2ની સ્ટોરી

કોર્ટમાં જજના સેલ્ફી લેતા સીનને પણ બદલવામાં આવ્યો છે. હસ્તમૈથુન વાળા ડાયલોગમાં હરામ શબ્દને પાપથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. અક્ષય કુમારના અને કોર્ટમાં મહિલાઓને લઈને અમુક ડાયલોગ્સ પણ બદલવામાં આવ્યા છે. OMG 2 કાંતિ શરણ મુદ્ગલની સ્ટોરી છે. તે શિવ ભક્ત, સાધારણ વ્યક્તિ, પ્રેમાળ પિતા છે. જેમના જીવનમાં બધુ ઠીક ચાલી રહ્યું છે પરંતુ એક દિવસ અચાનક તેમના દિકરા પર અનૈતિક વ્યવહાર કરવાનો આરોપ લગાવીને તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે છે. કાંતિને ખબર પડે છે કે તેનો દિકરો ખોટી જાણકારી અને ખોટા ગાયડન્સનો શિકાર થયો છે. કાંતિ તેને બધાને કોર્ટ લઈ જવાનો નિર્ણય કરે છે. ફિલ્મમાં એ આસ્થા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે સત્ય ઈશ્વર જેટલું જ સુંદર હોય છે.

Web Title: Omg 2 trailer release date akshay kumar pankaj tripathi mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×