scorecardresearch
Premium

ન્યાસા દેવગણ ક્રિસમસ પાર્ટીમાં મિત્રનો હાથ પકડતી નજર આવી, યૂઝર્સે કહ્યું…’નશેડી’

Nysa Devgan: ન્યાસા દેવગણ (Nysa Devgan) પાર્ટી કરીને બહાર નીકળી તે વખતનો એક વિડીઓ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ન્યાસા દેવગણ લથડાતી નજર આવી
ન્યાસા દેવગણ લથડાતી નજર આવી

અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા બી-ટાઉનની હોટ ડીવા ગણાય છે. તેનો એટીટ્યુડ ગજબનો છે. ન્યાસા દેવગણ હજુ 20 વર્ષની પણ નથી થઈ છતાં પણ જાહેરમાં તેના કોન્ફીડન્સમાં ક્યાંય ડગમગતો નથી.

સ્ટાર કિડ્સ આજકાલ પાર્ટી કરતા નજરે ચડતા હોય છે. તેમને પણ ઘણીવાર પાપારાઝીનો સામનો કરવો પડતો હોય છે અને ઘણીવાર તેઓએ પણ ટ્રોલ્સનો સામનો કરવો પડે. ત્યારે હાલમાં જ ન્યાસા તેના મિત્રો સાથે ક્રિસમસ પાર્ટી કરતી જોવા મળી હતી. પાર્ટીમાં તેણે ડીપ નેક ડ્રેસ પહેર્યો હતો અને તેની ચાલ પરથી તેણે નશો કર્યો હોય તેમ તેના પગ લથડાઈ રહ્યા હતા અને તેને સોશ્યલ મીડિયા યુઝર્સે ટ્રોલ કરીને ઘણું ન કહેવાનું કહ્યું હતું.

ન્યાસા દેવગણ સ્ટાર કીડ હોવાને કારણે હમેશા ચર્ચામાં રહે છે. આમ તો તે હાલ વિદેશમાં અભ્યાસ કરી રહી છે, પણ આજકાલ તે મુંબઈમાં પાર્ટી કરતી જોવા મળી રહી છે. ક્રિસમસની પાર્ટીમાં તે તેના મિત્રો ઔરી, સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ અલી ખાન અને અર્જુન રામપાલની દીકરી મહિકા રામપાલ સાથે સ્પોટ થઈ હતી.

ન્યાસા દેવગણ પાર્ટી કરીને બહાર નીકળી તે વખતનો એક વિડીઓ હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફૂલ એટીટ્યુડમાં નજર આવી રહી છે તો ઘણા લોકોએ તેણે નશામાં હોવાનું પણ અનુમાન લગાવ્યું છે. વાયરલ ફોટોમાં ન્યાસા તેના મિત્ર ઔરી સાથે નજર આવી રહી છે. ઓરી જહાનવી અને ખુશીનો પણ મિત્ર છે.

ન્યાસાને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતા લોકોએ કહ્યું હતું કે, ન્યાસા નશેડી થઇ ગઈ છે, તો બીજાએ કહ્યું હતું કે , શું આટલી ઓવર એક્ટિંગ કરવી જરૂરી છે? તો અમુક લોકોએ તેના લુક પર નિશાન તાકતા કહ્યું હતું કે, તેણે ચોક્કસથી પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. બીજા એક ટ્રોલરે કમેન્ટ કરતા કહ્યું હતું કે, તે એટલા બધા નશામાં છે કે તેણે ચાલવાનો પણ હોશ નથી.

Web Title: Nysa devgan with orry awatramani christmas party ajay devgn kajol daughter plastic surgery troll social media

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×