India Richest Star Saravanan Arul : બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે અપાર સંપત્તિ છે. આ સ્ટાર્સની પાસે નામ, પ્રસિદ્ધિ અને પૈસાની કોઈ કમી નથી. ભારતના સૌથી ધનાઢ્ય સ્ટાર્સમાંકેટલાક સ્ટાર્સની નેટવર્થ 6000 કરોડ રૂપિયા તો કોઇની પાસે 3000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ એક ફિલ્મ માટે 200-250 કરોડ રૂપિયા જેટલ તગડી ફી લે છે.
શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સલમાન ખાનની ગણતરી બોલીવુડના બેસ્ટ એક્ટરમાં થાય છે. તેમજ જ આ સ્ટાર્સ તેમની ફિલ્મો માટે મેકર્સ પાસેથી મોટી રકમ પણ લે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના સૌથી ધનિક સ્ટાર સલમાન શાહરૂખ કે અમિતાભ બચ્ચન નથી.
તે એક એવો હીરો છે જેણે એક પણ હિટ ફિલ્મ નથી આપી, પરંતુ તેમ છતાં તે ભારતના સૌથી ધનિક સ્ટાર છે. તે 2500 કરોડ રૂપિયાનું બિઝનેસ એમ્પાયર ચલાવે છે. તેની પાસે અન્ય સેલિબ્રિટી કરતાં વધુ કાર છે. તેનું નામ સરવાનન અરુલ (Saravanan Arul) ઉર્ફે લિજેન્ડ સરવાનન છે.

25 વર્ષની ઉંમરે ફિલ્મોમાં ડેબ્યૂ
સરવાનને વર્ષ 2022માં તમિલ ફિલ્મ ધ લિજેન્ડથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલા મુખ્ય રોલમાં હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. અભિનેતા પ્રથમ વખત જૂન 2017માં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેણે તેની પુત્રીને તેના લગ્ન માટે 13 કરોડ રૂપિયાના કપડાં ભેટમાં આપ્યા હતા. સરવાનન વર્ષ 2019માં બીજી વખત ચર્ચામાં આવ્યા, જ્યારે તેને એક શોપિંગ એડવર્ટાઇઝમાાં કાસ્ટ કરવામાં આવ્યા. જેમાં તે અભિનેત્રી તમન્ના ભાટિયા અને હંસિકા મોટવાણી સાથે જોવા મળ્યા હતા.
સરવાનન ભારતના સૌથી ધનિક સ્ટાર છે
તમને જણાવી દઈએ કે સરવાનન ‘ધ ન્યૂ લિજેન્ડ સરવાનન સ્ટોર્સ’ના માલિક છે. તેમની પાસે દક્ષિણ ભારતમાં શોપિંગ કોમ્પ્લેક્સની ચેઇન છે, જેનું ટર્નઓવર 2021-2022માં રૂ. 2500 કરોડ હતું. અહેવાલો અનુસાર, સરવાનન પાસે સલમાન ખાન, આમિર ખાન અને શાહરૂખ ખાન કરતાં વધુ કાર છે. તે દર મહિને 1.5 થી 2 કરોડ રૂપિયાની કણામી કરે છે.