scorecardresearch
Premium

Neena Gupta | નીના ગુપ્તા અપકમિંગ મુવી વેબ સિરીઝ, બધાઈ હો મુવીથી કિસ્મત ચમકી, એકટ્રેસનો કરિયર ઉતાર ચઢાવ પર ખુલાસો

નીના ગુપ્તા (Neena Gupta) માને છે કે તેને ‘બધાઈ હો’ થી તેની વાસ્તવિક ઓળખ મળી હતી. ત્યાંથી મારું નસીબ બદલાઈ ગયું.’ હવે એકટ્રેસ આ મુવી અને વેબ સિરીઝમાં જોવા મળશે.

Neena Gupta upcoming movie & web series | નીના ગુપ્તા અપકમિંગ મુવી બ સિરીઝ
નીના ગુપ્તા અપકમિંગ મુવી વેબ સિરીઝ, બધાઈ હો મુવીથી કિસ્મત ચમકી, એકટ્રેસનો કરિયર ઉતાર ચઢાવ પર ખુલાસો

Neena Gupta | બોલિવુડની જાણીતી એકટ્રેસ નીના ગુપ્તા (Neena Gupta) આ દિવસોમાં તેની આગામી મુવી ‘મેટ્રો ઇન દિનોન’ અને અપકમિંગ વેબ સિરીઝ પંચાયત સીઝન 4 ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીની એક સત્યતા પણ જાહેર કરી. આ સાથે તેણે ઓટીટી પર રિલીઝ થતી તેની મુવીઝ વિશે પણ ખુલીને વાત કરી હતી.એકટ્રેસનું મેટ્રો ઈન દીનો મુવી 4 જુલાઈ 2025 એ રિલીઝ થવાનું છે.

નીના ગુપ્તા કરિયર સ્ટ્રગલ (Neena Gupta Career Struggle)

નીના ગુપ્તાએ એક વખત સોશિયલ મીડિયા પર કામ માંગતી એક પોસ્ટ શેર કરી હતી, જેણે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી. પરંતુ તે પોસ્ટની શું અસર થઈ? આ અંગે નીના કહે છે કે તે પોસ્ટથી તેને કોઈ ખાસ કામ મળ્યું નથી. કામ ત્યારે જ મળે છે જ્યારે ફિલ્મ હિટ હોય અને તેમાં તમારી ભૂમિકા મજબૂત હોય. તે પોસ્ટથી કોઈ ફાયદો નહોતો.

નીના ગુપ્તા નેશનલ એવોર્ડ (Neena Gupta National Award)

નીના ગુપ્તા કહે છે કે તેણે એક એવી ફિલ્મમાં કામ કર્યું હતું જેના માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. પણ અફસોસ, ભાગ્યે જ કોઈએ તે ફિલ્મ જોઈ હશે. નીના ગુપ્તાએ કહ્યું કે તેને નેશનલ એવોર્ડ મળ્યો હતો, પણ આજ સુધી કોઈએ તે ફિલ્મ જોઈ પણ નથી. તેનો કોઈ ઓટીટી પર કોઈ પ્રચાર નથી. ફિલ્મો કોઈ પણ પ્રકારના અવાજ વગર આવે છે અને જાય છે. સ્વાભાવિક છે કે, નીના ગુપ્તાને ફિલ્મ ‘ઊંચાઈ’ (2002) માટે 70મા નેશનલ એવોર્ડ્સમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

બધાઈ હો નીના ગુપ્તા (Badhaai Ho Neena Gupta)

નીના ગુપ્તા માને છે કે તેને ‘બધાઈ હો’ થી તેની વાસ્તવિક ઓળખ મળી હતી. તેણે કહ્યું કે મેં પાંચ પ્રોજેક્ટ કર્યા, પરંતુ તે બધા શાંતિથી ચાલ્યા ગયા . ‘બધાઈ હો’ એ મને ખરો બ્રેક આપ્યો. તે ફિલ્મ હિટ રહી, લોકોને મારો રોલ ગમ્યો. ત્યાંથી મારું નસીબ બદલાઈ ગયું.

પંચાયત સીઝન 4 (Panchayat Season 4)

વેબ સિરીઝ પંચાયત એક કોમેડી-ડ્રામા છે, જે અભિષેકની વાર્તા દર્શાવે છે. અભિષેક એક એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે, જે મર્યાદિત નોકરીના કારણે, યુપીના એક દૂરના ગામમાં પંચાયત કચેરીમાં સચિવની નોકરી સ્વીકારે છે. હવે આવનારી સીઝનમાં, અભિષેક, પ્રધાનજી અને ફુલેરાના સુંદર લોકો કેવી રીતે નવા પડકારોનો સામનો કરે છે અને રસપ્રદ સ્ટોરીમાં ફસાઈ જાય છે તે જુઓ.

પંચાયત સીઝન કાસ્ટ (Panchayat Season Cast)

પંચાયત સિઝન 4 માં જીતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ ઝા સહિત સમાન પ્રિય સ્ટાર કાસ્ટની વાપસી જોવા મળે છે. પંચાયત સીઝન 4 નું નિર્માણ ધ વાયરલ ફીવર દ્વારા કરવામાં આવ્યું છે. તેનું નિર્માણ દીપક કુમાર મિશ્રા અને ચંદન કુમારે કર્યું છે, જ્યારે ચંદન કુમારે તેની સ્ટોરી લખી છે. દિપક કુમાર મિશ્રા અને અક્ષત વિજયવર્ગીયનું ડિરેકશન છે,પંચાયત સીઝન 4 વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડીયો પર 24 જૂન 2025 ના રોજ રિલીઝ થશે.

Web Title: Neena gupta upcoming movie web series career struggle news in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×