Navratri 2023 Gujarati Singer : નવરાત્રીને હવે થોડા જ દિવસ બાકી છે. ત્યારે આ વર્ષે નવરાત્રી (Navratri 2023) આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરના રોજથી થશે અને સમાપન 23 સપ્ટેમ્બરે નવમીના હવન સાથે થશે. નવરાત્રીમાં ખૈલાયાઓ રમઝટ બોલાવાશે. આ શુભ અવસર પર આપણે ગુજરાતના ટોચના કલાકારો અંગે વાત કરી જેઓ દેશમાં જ નહીં વિદેશમાં પણ ખુબ જ પ્રચલિત છે.
ગુજરાતના ખ્યાતનામ કલાકારોમાં આદિત્ય ગઢવી, કિંજલ દવે, કીર્તિદાન ગઢવી સહિત ગીતા રબારી સામેલ છે. આ કલાકારોએ ગુજરાતના લોકોમાં ગીત ગાયને પોતાની ઉંડી છાપ ઉભી કરી છે. આ સાથે નવરાત્રી દરમિયાન એમના ગરબા પણ એટલા જ પોપ્યુલર છે. હવે આ કલાકારો વિશે આપણે વિસ્તારપૂર્વક વાત કરીએ.
કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવી મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાલવોડના વતની છે. કિર્તીદાને સૌપ્રથમ ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યું કર્યું હતું. કિર્તીદાન ગઢવીએ TV શો MTV કોક સ્ટુડિયોમાં સચિન, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે ‘લાડકી’ ગીત ગાયું, ત્યારે તેઓ ખુબ જ ફેમસ થયાં હતાં. કિર્તીદાન ગઢવી લોક ડાયરો માટે જાણીતા છે. સાથે ગરબા પણ ધૂમ મચાવે છે.
જીગ્નેશ કવિરાજ
ગુજરાતી ગીત ગાવામાં પ્રખ્યાત સિંગર જીગ્નેશ કવિરાજનો અવાજ લોકોના મુખે ગુંજે છે. પ્રેમ પર ઘણા ગીત તેમણે ગાયા છે. જીગ્નેશ કવિરાજનો જન્મ 3 સપ્ટેમ્બર 1988માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે થયો હતો. જીગ્નેશ કવિરાજના ગીતમાં બેવફા ગીત, પ્રેમના ગીત, ભજન, ગરબા, ડીજે, ટીમલી સામેલ છે. રસિયો રૂપાડો, માની આરતી, પરિણીને પારકા થઇ ગયા વેગેર ગીત તેમના ફેમસ છે.
આદિત્ય ગઢવી
આદિત્ય ગઢવી જન્મ સુરેન્દ્રનગરના મૂળ ગામના છે. યુવા પેઢીઓમાં લોકપ્રિય ગણાતા કલાકાર આદિત્ય ગઢવી છે. તેમના પુર્વજો પણ સંગીત સાથે જોડાયેલા હતા. જેના કારણે સંગીત તેમને વારસામાં મળ્યું છે. નાનપણથી જ તેમનો સંગીત સાથે નાતો હતો. આદિત્ય ગઢવીની ફેમસ ગીતમાં સપના વિનાની રાત, જોડે રેજો રાજ, મોજમાં રેવું, રંગ ભીના રાધ, હાલાજી તારા હાથ વખાણું, પંખી રેનો સમાવેશ થાય છે.
કિંજલ દવે
કિંજલ દવેનો જન્મ ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં થયો હતો. તેમના ગરબા, લગ્ન ગીત, સંતવાણી, લોકડાયરો પ્રસિદ્ધ છે. કિંજલ દવે ચાર ચાર બંગળી વાળી ગીત ગાઇને ખુબ જ ફેમસ થઇ હતી. નાની ઉંમરમાં કિંજલ દવેએ માત્ર ગુજરાતમાં નહીં, પરંતુ વિદેશમાં પણ આગવી ઓળખ ધરાવે છે. કિંજલ દવેના પ્રખ્યાત ગીતમાં લેરી લાલા, મોજમાં, ચાર ચાર બંગડીવાળી, એઢણી મારી, ગોગો ગોગો મારો ગોમ આ બધા ફેમસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વર્ષે નવરાત્રી પર કિંજલ દવેના અમેરિકામાં 13 કાર્યક્રમ છે.
ગીતા રબારી
ગીતા રબારીનો જન્મ 1996માં કચ્છ જિલ્લાના ટપ્પર ગામમાં થયો હતો. તેમના ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા પ્રખ્યાત છે. તેમના બે ગીત રોણા શેરમાં અને એકલો રબારી લોકપ્રિય છે. દેશી ઢોલ, ઢોલ નગાડા, મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય, રોણા શેરમાં, કોઇની પડે એન્ટ્રી, મા તારા આશીર્વાદ, સૈયર મોરી, વાલમિયા, મા મોગલ આ ગીત પ્રખ્યાત છે.
ફાલ્ગુની પાઠક
ફાલ્ગુની પાઠક પર્ફોમિંગ કલાકાર અને સંગીતકાર છે. તેણીનું સંગીત ગુજરાત રાજ્યના પંરપરાગત સંગીત સ્વરૂપો પર આધારિત છે. 1987માં તેણીની વ્યવસાયિક શરૂઆતથી તેણી ભારતભરમાં એક વિશાળ ચાહક આધાર સાથે કલાકાર તરીકે વિકસિત છે.
આ પણ વાંચો : Navratri 2023 : નવરાત્રી પર ઓછા બજેટમાં સ્પેશિયલ લાગવા માગો છો? તો આ સ્ટાઇલ કરો ટ્રાય
ઐશ્વર્યા મજુમદાર
ઐશ્વર્યા મજુમદાર ગુજરાતી સિંગર છે. તેણીએ 15 વર્ષની ઉંમરે 2007-08નો મ્યુઝિકલ રિયાલિટી શો STAR Voice OF India- છોટે ઉસ્તાદ જીત્યા પછી લોકપ્રિયતા મેળવી હતી. આખા શો દરમિયાન નિર્ણાયકો દ્વારા તેણીના અભિનય માટે ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ઐશ્વર્યા મજુમદારનો નવો ગરબો માં તમે અને ચાંદલીયો ઉગ્યો રે રિલીઝ કરવામાં આવ્યો હતો.