રવિવારનો દિવસ મોરબી માટે કાળી ટીલી સમાન બની ગયો. મોરબીમાં આવેલી મચ્છુ નદી ઉપર અંગ્રેજોએ બાંધેલો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ધટનામાં મોતનો આંકડો 140 સુધી પહોંચી ગયોછે. જ્યારે 177 લોકોને બચાવવામાં સફળતા મળી છે. તો હજુ પણ 100 લોકો ગાયબ હોય તેવા સમાચાર સામે આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, લગભગ છ મહિના સુધી આ મોરબીની ઐતિહાસિક વિરાસતનું સમારકામ કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 140 વર્ષ જૂના પુલનું રિનોવેશન કરાયા બાદ નવા વર્ષના દિવસથી જ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો હતો.
એક તરફ આ દુર્ઘટનાને પગલે લોકો દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે. તો બીજી તરફ આ મામલાને લઇ રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસે પ્રઘાનમંત્રી પર કટાક્ષ કરતા તેને એક્ટ ઓફ ફ્રોડ ગણાવ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના આ નિવેદન પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
પ્રકાશ રાજે એક તસવીર શેર કરી છે, જેમાં એક તરફ પીએમ મોદી કોલકાતમાં ફ્લાઇઓવરને એક્ટ ઓફ ફ્રોડ કહી રહ્યા છે અને ગુજરાતના મોરબીમાં બનેલી પુલ દર્ઘટના પર રાજનિતિ ન કરે તેવુ લખેલું છે. જેના કેપ્શનમાં પ્રકાશ રાજે લખ્યું છે કે, પાખંડ તેના ઉચ્ચસ્તર પર.
પ્રકાશ રાજ સિવાય ફિલ્મમેકર વિનોદ કાપરીએ પીએમ મોદીનો વીડિયો શેર કરી કોમેન્ટ કરી છે. વીડિયોમાં પીએમ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોનો ઉલ્લેખ કરતા ભાવુક થતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આ વીડિયો શેર કરી વિનોદ કાપડીએ ટીકા કરી છે કે, આદરણીય પ્રધાનમંત્રીજી જણાવી રહ્યા છે કે મોરબી પુલ દુર્ઘટનામાં 150 લોકોના મોતના કારણે તેઓ પીડામાં છે અને દુ:ખી મનથી મજબૂરીમાં પ્રચાર કરી રહ્યાં છે.
‘મોરબી પુલ દુર્ઘટના ષડયંત્ર’
વિવેક રંજન અગ્નિહોત્રીએ બ્રિજ દુર્ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે. ટ્વીટર પર અકસ્માતનો વિડીયો શેર કરતા તેણે લખ્યું કે, “હવે એ વાતમાં કોઈ શંકા નથી કે #MorbiBridgeCollapse પાછળ Urbannaxalsનો હાથ છે. સમગ્ર ઘટનાને લઇ Urbannaxals દ્વારા પહેલેથી જ કાવતરૂં ઘડાઇ ગયુ હતું.
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં લખ્યું છે કે, અર્બન નક્સવાદીઓ શાળાઓ, હોસ્પિટલો, માર્ગો તથા રેલ લાઇનો સહિત પુલોનો નાશ કરી રહ્યા છે. તમને ખ્યાલ હોવો જોઇએ કે અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી અર્બન નકસલિયોનું રક્ષણ કરે છે.
આ સિવાય અગ્નિહોત્રીએ AAPના નેતાઓનું ટ્વીટ શેર કર્યુ હતું. જેમાં તેમણે ગુજરાતને લાગેલા મોટા આંચકા અંગે લખ્યું હતું. ભવિષ્યવાણી કે પછી આયોજન કરી તોડાયુ? આ ઉપરાંત વિવેક અગ્નિહોત્રીએ લખ્યું છે કે, હું માનુ છું કે અરવિંદ કેજરીવાલ ભારતના સૌથી ખતરનાક અર્બન નક્સલ છે. એક એવો સામાન્ય માણસ જે ખુદને થપ્પડ મારવાનો ખોટો દાવો કરી શકે છે, કશ્મીરી હિંદુઓના નરસંહારને ખોટી કહાણી કહે છે. તે કંઇ પણ કરી શકે છે.