scorecardresearch
Premium

મની લોન્ડ્રીંગ કેસ : જેકલીન ફર્નાન્ડીઝની શા માટે ધરપકડ નથી કરતા? કોર્ટે EDને પૂછ્યું

Money Laundering Case : મની લોન્ડ્રીંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ (jacqueline fernandez) ની ધરપકડ ન કરવાને લઈ પટિયાલા કોર્ટે (Patiala court) ઈડી (ED) ને સખત ઠપકો આપ્યો, પુછ્યું કેમ હજુ સુધી ધરપકડ નથી કરી.

જેકલીન ફર્નાન્ડીઝ
જેકલીન ફર્નાન્ડીઝ

Money Laundering Case: બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સખત ઠપકો આપ્યો છે અને પૂછ્યું છે કે, લુક આઉટ સર્ક્યુલર (LOC) હોવા છતાં અભિનેત્રીની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. શા માટે માત્ર પસંદગીના કેટલાકની ધરપકડ કરવામાં આવી? પટિયાલા હાઉસ કોર્ટ 10 નવેમ્બરે જેકલીન ફર્નાન્ડિસની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી.

જેકલીન ફર્નાન્ડીઝની જામીન અરજી પર 11 નવેમ્બરે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. અભિનેત્રીને વચગાળાના જામીન મળી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, ED એ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડિસની પૂછપરછ કરી રહી છે અને તેને આરોપી બનાવી છે. આ કેસમાં ઠગ સુકેશ ચંદ્રશેખર પણ સામેલ છે.

EDની દલીલ – 7.14 કરોડ રૂપિયા મોજ-મસ્તીમાં ઉડાવી દીધા

કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે, અભિનેત્રીએ દેશ છોડવાનો પ્રયાસ કર્યો અને તપાસમાં સહકાર આપ્યો ન હતો.

EDના વકીલે કહ્યું કે, અમે અમારી આખી જીંદગીમાં 50 લાખ રૂપિયા એકસાથે જોયા નથી, પરંતુ જેક્લિને 7.14 કરોડ રૂપિયા મોજમસ્તી પાછળ ઉડાવી દીધા. EDએ કહ્યું કે, અભિનેત્રીએ કેસમાંથી બચવા માટે તમામ પ્રકારના પ્રયોગ કર્યા.

જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, દેશ છોડી ન શકે

તમને જણાવી દઈએ કે, EDએ પહેલા જ દેશના તમામ એરપોર્ટ પર જેકલીન ફર્નાન્ડીઝ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કરી દીધું છે, જેથી અભિનેત્રી દેશ છોડી ન શકે. EDએ પોતાની ચાર્જશીટમાં જેકલીનને આરોપી બનાવી છે. અભિનેત્રી પર જેલમાં બંધ ઠગ (સુકેશ ચંદ્રશેખર) પાસેથી મોંઘી ભેટ અને અન્ય વસ્તુઓ લેવાનો આરોપ છે.

આ પણ વાંચોશું દીયા ઔર બાતી ફેમ એક્ટ્રેસ કનિષ્કા સોની છે સેલ્ફ પ્રેંગન્ટ? અભિનેત્રીએ કહ્યું…

EDએ નોરા ફતેહીની પણ પૂછપરછ કરી

તમને જણાવી દઈએ કે, ઠગ (સુકેશ ચંદ્રશેખર) વર્ષ 2017થી જેલમાં છે. તેના પર કથિત રીતે વિવિધ સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ વગેરે પાસેથી ખંડણી અને છેતરપિંડીનો આરોપ છે. જેમાં ફોર્ટિસ હેલ્થકેરના પૂર્વ પ્રમોટર અને દિગ્ગજ બિઝનેસમેન શિવિંદર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, EDએ આ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીની પણ પૂછપરછ કરી છે.

Web Title: Money laundering case jacqueline fernandez why not arrest patiala court asked the ed

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×