scorecardresearch
Premium

Pankaj Tripathi : મિર્ઝાપુરના ‘કાલીન ભૈયા’ પંકજ ત્રિપાઠી એક સમયે વેઇટરનું કામ કરતા હતા, જાણો એક્ટરની નેટવર્થ

Pankaj Tripathi : મિર્ઝાપુરમાં કાલીન ભૈયાનું પાત્ર નિભાવી ફેમસ થનારા બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીએ દર્શકોમાં આગવી છાપ છોડી છે. પંકજ ત્રિપાઠીના મનમાં બાળપણથી જ એક અભિનેતાનો જન્મ થયો હતો. પરંતુ તેમના સપનાની સફર એટલી સરળ નહોતી.

Pankaj Tripathi | Pankaj Tripathi Struggle Story | Pankaj Tripathi Facts | Pankaj Tripathi Net Worth

Pankaj Tripathi Struggle Story : બોલિવૂડ અભિનેતા અને મિર્ઝાપુર (Mirzapur) ના કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) આજે કોઇ ઓળખને મોહતાજ નથી. પોતાની શાનદાર એક્ટિંગ અને ઉત્તમ સંવાદો પીરસવાની શૈલીના કારણે દરેક ડાયરેક્ટર પ્રોડ્યુસર ઇચ્છે છે કે પંકજ ત્રિપાઠી તેમની સાથે કામ કરે. પંકજ ત્રિપાઠીએ દર્શકોમાં પોતાની આગવી છાપ છોડી છે.

પંકજ ત્રિપાઠીના સપનાની વાત

અભિનેતા પંકજ ત્રિપાઠીનો જન્મ બિહારના ગોપાલગંજ જિલ્લાના બેલસંડ ગામમાં થયો હતો. પંકજ ત્રિપાઠીના મનમાં બાળપણથી જ એક અભિનેતાનો જન્મ થયો હતો. પરંતુ તેમના સપનાની સફર એટલી સરળ નહોતી. તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ગરીબીથી લઈને કામના અભાવ સુધીના દરેક સંકટનો સામનો કરીને પંકજ મોટા થયા. તે ગામડા અને ગ્રામ્ય વિસ્તારના શેરી નાટકોમાં કામ કરતો. અહીં સુધી કે તે છોકરીનો રોલ પણ કરતો હતો. અહીંથી જ સફર શરૂ થઈ અને તેણે નક્કી કર્યું કે જો તેને જીવનમાં કરવું છે તો માત્ર એક્ટિંગ. આજે તે ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટારમાંથી એક છે.

પંકજ ત્રિપાઠી સૌથી મોટા આ સ્ટારના ફેન

પંકજ ત્રિપાઠીએ પોતાના કરિયર તરફ પ્રયાણ કર્યું તે સમયે મનોજ બાજપેયીની ઇન્ડસ્ટ્રીમાં બોલબાલા હતી. મનોજ બાજપેયીનો વ્યાપક ફેન ફોલોઇંગ હતી. જેમાંથી એક પંકજ હતા. એક સમયે પંકજ એ જ હોટલમાં વેઈટર તરીકે કામ કરતો હતો જ્યાં મનોજ બાજપેયી રોકાયા હતા.પંકજ ત્રિપાઠીએ બે વર્ષ સુધી એક હોટલમાં કામ કર્યું અને પછી પોતાના સપના પૂરા કરવા દિલ્હી પહોંચ્યા. જ્યાં તેઓએ અભિનયની તાલીમ લેવા માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ લીધો અને અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો.

પંકજ પિત્રાઠી જેલમાં ગયા

મળતી માહિતી અનુસાર, હાજીપુરમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી વખતે પંકજ વિદ્યાર્થી રાજકારણમાં પણ સક્રિય હતા. આ દરમિયાન તેમણે તત્કાલીન લાલુ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જેના માટે તેમને સાત દિવસ જેલમાં જવું પડ્યું હતુ.

આ પછી ઘણી રાહ જોયા પછી પંકજ ત્રિપાઠીની મહેનતનું ફળ મળ્યું. પંકજ ત્રિપાઠીને વર્ષ 2004માં આવેલી ફિલ્મ ‘રન’માં એક નાનકડો રોલ કરવા મળ્યો. પરંતુ પંકજને વાસ્તવિક ઓળખ 2012ની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’થી મળી હતી. આ પછી વેબ સીરિઝ ‘મિર્ઝાપુર’માં ‘કાલીન ભૈયા’ના પાત્રે પંકજ ત્રિપાઠીને તળિયેથી આસમાને બેસાડી દીધા.

આ પણ વાંચો : મહાશિવરાત્રી 2024 : આ એક્ટર્સ ભગવાન શિવનું પાત્ર નિભાવી ફેમસ થયાં, આ એક્ટરને તો લોકો ભોલેનાથ માનવા લાગ્યા હતા

પંકજ ત્રિપાઠી નેટવર્થ

હવે વાત કરીએ પંકજ ત્રિપાઠીની નેટવર્થની તો એક સમયે ગરીબીમાં જીવન પસાર કરવા મજબૂર બનેલા અભિનેતા આજે લગભગ 40 કરોડ રૂપિયાની નેટવર્થના માલિક છે. તેમની પાસે મુંબઈમાં આલીશાન ઘર છે અને તેની પાસે ઘણી લક્ઝરી કાર પણ છે. પંકજ હવે એક ફિલ્મ માટે કરોડોની ફી લે છે.

Web Title: Mirzapur pankaj tripathi struggle story facts net worth mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×