scorecardresearch
Premium

મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરા છઠ્ઠા માળેથી નીચે પડતા મોત, અકસ્માત કે આત્મહત્યા? પોલીસ તપાસ

Malaika Arora Father Death: અભિનેત્રી મલાઇકાના 62 વર્ષીય પિતાનું બુધવાર સવારે બાંદ્રા સ્થિત બિલ્ડિંગના છઠ્ઠા માળેથી નીચે પડતાં મોત નીપજ્યું છે.

actor-model Malaika Arora Anil Arora
એક્ટર-મોડલ મલાઈકા અરોરા અનિલ અરોરા – Express photo

Malaika arora father death : મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું 62 વર્ષની વયે નિધન થયું છે. બિલ્ડિંગના છઠ્ઠા માળેથી પડી જતાં તેનું મોત થયું હતું. ANIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ સમાચાર આપ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીના 62 વર્ષીય પિતાએ સવારે બાંદ્રામાં બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

ઇન્ટરનેટ પર ઘણા વીડિયો પણ આવી રહ્યા છે, જેમાં પોલીસ તેના ઘરની બહાર જોવા મળી રહી છે અને અરબાઝ પણ ત્યાં હાજર છે. દરમિયાન, મલાઈકાના મેનેજરે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે આ એક અકસ્માત હતો અને તેમણે આત્મહત્યા કરી નથી. તેમણે કહ્યું છે કે પોલીસને પંચનામા મળતાં જ વધુ માહિતી શેર કરવામાં આવશે.

અભિનેત્રી અને તેના પરિવાર માટે આ સમય ઘણો મુશ્કેલ છે અને આવા સમયે અરબાઝ તેમની સાથે ઉભો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મલાઈકાના માતા અને પિતા એકબીજાથી અલગ થઈ ગયા હતા. જ્યારે મલાઈકા 11 વર્ષની હતી ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ- કંગના રનૌતનો વિવાદીત બંગલો 32 કરોડમાં વેચાયો, બિઝમેન મહિલા બની નવી માલિક

ફિલ્મફેરને આપેલા એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ તેના માતા-પિતા સાથેના તેના સંબંધો વિશે અને કુટુંબના તૂટવાની તેના અને તેની નાની બહેન અમૃતા અરોરા પર કેવી અસર પડી તે વિશે વાત કરી.

Web Title: Malaika arora father dies after falling from sixth floor subject of an accident or suicide investigation ap

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×