scorecardresearch
Premium

કોમેડીથી લઈ કોર્ટ રૂમના ડ્રામા સુધી, આ અઠવાડિયે OTT પર મળશે મનોરંજનનો ડબલ ડોઝ

OTT ના પટારામાં આ વખતે તમારા માટે તમામ એવી ફિલ્મો અને વેબસિરીઝ છે જેને જોઈ તમારો દિવસ બની જશે. તો આવો જાણીએ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં કઈ-કઈ વેબ સિરીઝ તમારી વચ્ચે આવી રહી છે.

OTT, 1000 babies, fabulous lives vs bollywood wives, weekend story
ઓક્ટોબર મહિનાના ત્રીજા અઠવાડિયે OTT પર રિલીઝ થનાર વેબ સિરીઝની યાદી (તસવીર: સોશિયલ મીડિયા)

દર અઠવાડિયે નવી ફિલ્મો અને વેબ સિરીઝની આતુરતાથી રાહ જોનારા દર્શકોને ઓક્ટોબરનું આ અઠવાડિયું પણ ખાસ રહેવાનું છે. ખાસ કરીને વેબ સિરીઝની રાહ જોતા દર્શકોને તો મોજ પડી જશે. OTT ના પટારામાં આ વખતે તમારા માટે તમામ એવી ફિલ્મો અને વેબસિરીઝ છે જેને જોઈ તમારો દિવસ બની જશે. તો આવો જાણીએ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં કઈ-કઈ વેબ સિરીઝ તમારી વચ્ચે આવી રહી છે.

  1. ફેબુલસ લાઈવ્સ વર્સેજ બોલિવૂડ વાઈવ્સ સીઝન-3

હિંદી વેબ સિરીઝ ‘ફેબુલસ લાઈવ્સ વર્સેજ બોલિવૂડ વાઈવ્સ સીઝન’ની ત્રીજી સીઝનની રાહ દર્શકોને લાંબા સમયથી હતી. જે હવે આખરે સમાપ્ત થવાની છે. 18 ઓક્ટોબરથી આ સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.

બોલિવૂડ સ્ટારની પત્નીઓની આસપાસ ફરતી આ સિરીઝ નીલમ કોઠારી, મહીપ કપૂર, ભાવના પાંડે અને રિદ્દિમા કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય સૈફ અલી ખાન, ગૌરી ખાન અને કરણ જૌહર આ સિરીઝમાં કેમિયો કરતા નજર આવશે.

  1. 1000 બેબીઝ

નીના ગુપ્તા હિંદી સિનેમાની દિગ્ગજ અદાકારા છે. હવે તે ખુબ જ જલદી દર્શકોની આત્માને કંપાવવા આવી રહી છે. તેમની મલયાલમ વેબ સિરીઝ 1000 બેબીઝ 18 ઓક્ટોબરે ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. જેમાં નીના એક રહસ્યમય વૃદ્ધ મહિલાની ભૂમિકામાં છે, જે ઘોર જંગલ વચ્ચે એકલી રહે છે, જેનું નામ સારા છે.

આ સિરીઝ મલયાલમ ભાષા સિવાય હિંદી, તમિલ, તેલુગૂ, કન્નડ, બંગાળી અને મરાઠી ભાષામાં રિલીઝ થશે.

  1. રીતા સાન્યાલ

‘ધ કેરળ સ્ટોરી’થી લોકપ્રિય થયેલી અભિનેત્રી અદા શર્મા આ અઠવાડિયે એક નવી સિરીઝ ‘રીતા સાન્યાલ’ લઈને આવી રહી છે. આ એક ક્રાઈમ થ્રિલર સિરીઝ છે, જેમાં અદા લીડ રોલમાં છે. આ સિરીજ અમિત ખાનના લોકપ્રિય ઉપન્યાસ પર આધારિત છે. જેની કહાની નિડર અને દમદાર વકીલ રીતા સાન્યાલની છે. જે કાયદાની દુનિયામાં પોતાનો રસ્તો બનાવે છે.

આ સિરીઝ 14 ઓક્ટોબરે ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થઈ ગઈ છે.

  1. ધ પ્રદીપ્સ ઓફ પિટ્સબર્ગ

‘ધ પ્રદીપ્સ ઓફ પિટ્સબર્ગ’ અમેરિકામાં રહેતા એક ભારતીય પરિવારની કહાની છે. હૃદય દ્રાવક કહાનીમાં કોમેડી પણ છે. આ સિરીઝ એમી નામાંકન મેળવી ચુકેલા વિજય પટેલના અંગત અનુભવોથી પ્રેરિત છે. સિરીઝ પોતાના નામ અનુસાર, પ્રદીપ પરિવાર અને તેના 3 બાળકો વિશે છે. જે પિટ્સબર્ગમાં પોતાના મકાનમાં રહેવા જાય છે. આ સિરીઝ 17 ઓક્ટોબરના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવી છે.

જાણકારી

અનુપમ ખેર અને બોમન ઈરાનીની મુખ્ય ભૂમિકાઓવાળી ફિલ્મ ખોસલા કા ઘોસલા ફરીથી સિનેમાઘરો માટે તૈયાર છે. આ ફિલ્મ મૂળ રૂપે 2006માં રિલીઝ થઈ હતી. હવે તે 18 ઓક્ટોબરે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Web Title: List of movies and web series releasing on ott in the third week of october rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×