scorecardresearch
Premium

લતા મંગેશકર વિશ્વની 200 શ્રેષ્ઠ ગાયિકાઓમાં સામેલ

Rolling stone 2023: સિંગર રોલિંગ સ્ટોને સ્વર્ગસ્થ લતા મંગેશકર વિશે લખ્યું હતું કે, “સનાતન મધુર અવાજ સાથેની મેલોડી ક્વીન, ભારતીય પૉપ મ્યુઝિકનો પાયાનો પથ્થર, જેનો પ્રભાવ બૉલીવુડ ફિલ્મો દ્વારા વિશ્વભરમાં ફેલાયો છે.” લતા શ્રેષ્ઠ પ્લેબેક સિંગર હતી.

દિવંગત લતા મંગેશકર તસવીર
દિવંગત લતા મંગેશકર તસવીર

ભારતની કોકિલકંઠી લતા મંગેશકર (Lata Mangeshkar) ને રોલિંગ સ્ટોન (Rolling stone) ની મહાન ગાયિકાઓની યાદીમાં 84મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં પાકિસ્તાનના દિવંગત ગાયક નુસરત ફતેહ અલી ખાન પણ સામેલ છે. આ સિવાય સાઉથ કોરિયન સિંગર લી જી-ઉન, જે તેના સ્ટેજ નેમ IU થી જાણીતી છે તેમજ BTS ના સૌથી યુવા ગાયક જંગકૂક પણ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં ગાયિકા સેલિન ડીયોન આ યાદીમાંથી બહાર રહી ગઈ છે.

યૂઝર્સે આપી પ્રતિક્રિયા

સેલિનના ચાહકો સૂચિમાંથી બહાર રહેવા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમારી પાસે સેલિન ડીયોન વિના મહાન ગાયકોની સૂચિ હોઈ શકે નહીં,”. તે આપણી પેઢીના મહાન ગાયકોમાંના એક છે. તો અન્ય એક યુઝરે લખ્યું, હું ઇચ્છું છું કે રોલિંગ સ્ટોનનાં ટોપ 200 ગ્રેટેસ્ટ સિંગર્સને તાત્કાલિક દૂર કરવામાં આવે. તમારી પાસે માઈકલ જેક્સન 86, એમી વાઈનહાઉસ 83 અને સેલિન ડીયોન યાદીમાં નથી? આ પ્રકારે ચાહકો સેલિનને સૂચિમાંથી બહાર રહેવા પર તેમની નારાજગી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

રોલિંગ સ્ટોને સ્વર્ગસ્થ લતા મંગેશકર વિશે લખ્યું

સિંગર રોલિંગ સ્ટોને સ્વર્ગસ્થ લતા મંગેશકર વિશે લખ્યું હતું કે, “સનાતન મધુર અવાજ સાથેની મેલોડી ક્વીન, ભારતીય પૉપ મ્યુઝિકનો પાયાનો પથ્થર, જેનો પ્રભાવ બૉલીવુડ ફિલ્મો દ્વારા વિશ્વભરમાં ફેલાયો છે.” લતા શ્રેષ્ઠ પ્લેબેક સિંગર હતી. તેમણે વિવિધ ભાષાઓમાં લગભગ 30 હજાર જેટલા ગીતો પોતાના મધુર અવાજે ગાઇ સંગીતક્ષેત્રે તેમણે અમૂલ્ય અને અવિસ્મરણિય યાદો આપી છે.

આ પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને વધુ એક ફટકો, સિરીયલના ડાયરેક્ટર માલવ રાજદાએ શો છોડ્યો, જાણો કેમ

ટોચના 20 કલાકાર

હવે અમે તમને યાદીમાં સામેલ ટોપ-20 કલાકારો વિશે માહિતી આપીએ છીએ. અરેથા ફ્રેન્કલિન, વ્હિટની હ્યુસ્ટન, સેમ કૂક, બિલી હોલીડે, મારિયા કેરી, રે ચાર્લ્સ, સ્ટીવી વન્ડર, બેયોન્સ, ઓટિસ રેડિંગ, અલ ગ્રીન, લિટલ રિચાર્ડ, જ્હોન લેનન, પેટ્સી ક્લીન, ફ્રેડી મર્ક્યુરી, બોબ ડાયલન, પ્રિન્સ, એલ્વિસ પ્રેસ્લી, સેલિયા ક્રુઝ, ફ્રેન્ક સિનાત્રા અને માર્વિન ગે.

Web Title: Lata mangeshkar rolling stones 200 greatest singers all time list songs

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×