scorecardresearch
Premium

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 First Promo | ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 પહેલો પ્રોમો, આ તારીખ થશે રિલીઝ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 First Promo | ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 25 વર્ષ પછી પણ આ લાખો હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. હવે, આ શો ફરી એકવાર તે જૂની યાદોને તાજી કરવા પાછો ફરી રહ્યો છે અને તેનો પહેલો પ્રોમો બહાર આવ્યો છે.

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 first promo | ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 પહેલો પ્રોમો
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 first promo | ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 પહેલો પ્રોમો, આ તારીખ થશે રિલીઝ

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 First Promo | ક્યુંકી સાસ ભી કભી બહુ થી (Kyunki Saas Bhi Kabhi Bahu Thi) ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ લોકપ્રિય રહી છે. વર્ષ 2000 માં શરૂ થયેલ આ શોએ માત્ર પ્રાઇમ ટાઇમ પર પ્રભુત્વ જ નહીં પરંતુ લાખો ભારતીય ઘરોના હૃદયમાં પણ એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તે માત્ર એક ડેઈલી શો જ નહીં પરંતુ એક ભાવના હતી જે પેઢીઓને જોડતી હતી, એક એવો શો જેણે પરિવારોને દરરોજ રાત્રે સાથે બેસવાની તક આપી અને તુલસી અને વિરાણી પરિવારને ઘર-ઘરમાં જાણીતો બનાવ્યો હતી.

ક્યુંકી સાસ ભી કભી બહુ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi)

જ્યારે ભારતીય ટેલિવિઝન પોતાની છાપ છોડી રહ્યું હતું, ત્યારે ક્યુંકી સાસ ભી કભી બહુ થી દર્શકોના હૃદયને સ્પર્શી ગયું હતું. આ શોમાં સંયુક્ત પરિવારના રોજિંદા સંઘર્ષો, ખુશીઓ અને ઈમોશનલ મોમેન્ટ્સ દર્શાવવામાં આવ્યા હતા. 25 વર્ષ પછી પણ આ શો લાખો હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે. હવે, આ શો ફરી એકવાર તે જૂની યાદોને તાજી કરવા પાછો ફરી રહ્યો છે અને તેનો પહેલો પ્રોમો બહાર આવ્યો છે.

ક્યુંકી સાસ ભી કભી બહુ 2 પહેલો પ્રોમો (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 First Promo)

હવે આઇકોનિક શો ક્યુંકી સાસ ભી કભી બહુ થી ફરી પાછો ફરી રહ્યો છે. આ સ્ટોરી ફરી એકવાર પ્રાઇમ ટાઇમની વ્યાખ્યા બદલવા આવી રહી છે. તુલસી એટલે કે સ્મૃતિ ઈરાની ફરી એકવાર વાપસી કરી રહી છે અને સ્ટાર પ્લસ ટીવીના સૌથી યાદગાર વારસાને પુનર્જીવિત કરી રહી છે. આ એ જ સિરિયલ છે જેણે વર્ષોથી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું અને હવે આટલા વર્ષો પછી, તે ધમાકેદાર રી એન્ટ્રીછે. ફરી એકવાર એ જ જૂનો જાદુ, એ જ લાગણીઓ ક્યુંકી સાસ ભી કભી બહુ થી ફરી દરેક ઘરનો ભાગ બનવા જઈ રહી છે.

આ ઐતિહાસિક પુનરાગમન એકતા કપૂર દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે એ જ ક્રીયેટર છે જેમણે ભારતીય ટેલિવિઝનની દુનિયા બદલી નાખી હતી. તેમની સ્ટોરી લોકોના હૃદયને સ્પર્શી ગઈ અને તેમના પાત્રો દરેક ઘરના સભ્યો જેવા બની ગયા હતા. હવે એકતા કપૂર દ્વારા “ક્યુંકી સાસ ભી કભી બહુ થી” નું પુનઃપ્રારંભ ભારતીય દૈનિક શોની સફરમાં એક મોટો અને યાદગાર વળાંક છે, એક એવો વળાંક જે ફરીથી ઇતિહાસ રચવા જઈ રહ્યો છે.

શ્રદ્ધા કપૂરનો લેટેસ્ટ વીડિયો વાયરલ, ફની ડાન્સ કરતી જોવા મળી, આવું આપ્યું કેપ્શન

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 રિલીઝ ડેટ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 release date)

ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 સ્ટાર પ્લસ પર 29 જુલાઈથી રાત્રે 10:30 વાગ્યે પ્રસારિત થશે. સ્મૃતિ ઈરાની અને અમર ઉપાધ્યાય સિવાય, હિતેન તેજવાણી અને તેની પત્ની, ગૌરી પ્રધાન, પણ નવી સીઝનનો ભાગ હોવાની પુષ્ટિ થઈ છે.

Web Title: Kyunki saas bhi kabhi bahu thi 2 first promo release sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×