scorecardresearch
Premium

Khel Khel Mein Review : ખેલ ખેલ મેં રીવ્યુ । અક્ષય કુમાર કોમેડી ડ્રામા રિલીઝ, બોક્સ ઓફિસ પર કરશે કમાલ?

Khel Khel Mein Review : ખેલ ખેલ મે બોક્સ ઓફિસ પર વેદા અને સ્ત્રી 2 સાથે ટક્કર લેવા જઈ રહી છે. તમામ ફિલ્મોના નિર્માતાઓને પોતપોતાની ફિલ્મો પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખેલ ખેલ મેંનું નિર્દેશન મુદસ્સર અઝીઝે કર્યું છે.

Khel Khel Mein Review
Khel Khel Mein Review : ખેલ ખેલ મેં રીવ્યુ । અક્ષય કુમાર કોમેડી ડ્રામા રિલીઝ, બોક્સ ઓફિસ પર કરશે કમાલ?

Khel Khel Mein Review : અક્ષય કુમારે (Akshay Kumar) સ્વતંત્રતા દિવસ (Independence Day) ના અવસર પર સિનેપ્રેમીઓને મોટી ભેટ આપી છે. આજે તેની ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ (Khel Khel Mein) રીલિઝ થઈ છે. છેલ્લા ઘણા સમયથી અક્ષય કુમારની ફિલ્મોનો જાદુ બોક્સ ઓફિસ પર ચાલ્યો નથી. આ વર્ષે જુલાઈમાં રિલીઝ થયેલી ‘સરફિરા’ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. હવે ખિલાડીની નવી ફિલ્મથી નિરાશ થયેલા દર્શકોના ચહેરા પર સ્મિત ફરી આવ્યું છે.

બોક્સ ઓફિસ પર સતત ફ્લોપ આપતો અક્ષય કુમાર આ વખતે કંઈક સારું લઈને પાછો ફર્યો છે. મુદસ્સર અઝીઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર કોમેડી કરતો જોવા મળી રહ્યો છે. કદાચ દર્શકોને તેમની આ સ્ટાઇલ પસંદ આવી હશે. આ ઉપરાંત ફિલ્મની સ્ટોરી પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ ચોક્કસપણે આ ફિલ્મ જોવાની સલાહ આપી રહ્યા છે.

આ પણ વાંચો: Emergency Trailer : કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સીનું ટ્રેલર રિલીઝ । ટ્રેલરમાં ઈન્દિરા ગાંધી પર નેહરુની ખુરશી હડપવાનો દાવો, જુઓ ટ્રેલર

ખેલ ખેલ મેં રીવ્યુ (Khel Khel Mein Review)

જ્યારે સાત મિત્રો જેમાં ત્રણ કપલ અને એક વૃદ્ધ બેચલર, લગ્ન માટે ભેગા થાય છે, ત્યારે તેઓ એક રમત રમવાનું નક્કી કરે છે જેમાં તેઓ તેમના ફોનની પ્રાઇવસીને સોંપી દે છે. રાત્રિના સમયે જયારે તેમના ફોન ટેબલ પર મુકવામાં આવે છે, ત્યારે તેમના બોન્ડિંગનો ટેસ્ટ અને ટ્વિસ્ટ થાય છે. જોક્સ સતત શરૂ રહે છે. સાથે એકટ્રેસના ડિઝાઈનર પોશાક ખુબજ આકર્ષિત બતાવામાં આવ્યા છે.

ચિટિંગ? ક્યારેય નહિ! પ્લાસ્ટિક સર્જન રિષભ (અક્ષય કુમાર)જે પત્ની વર્તિકા (વાણી કપૂર)ને કહે છે કે ફોન પર તેનું સતત સ્ક્રોલિંગ સંપૂર્ણપણે બિઝનેસ સંબંધિત છે. મુવીમાં ફોન હકીકતમાં એક સાધન બની જાય છે જેના દ્વારા દર્શકોને ટેબલ પર સાત પુખ્ત વયના લોકોના વાસ્તવિક ચહેરાઓ જોઈ શકાય છે.

હરપ્રીત (એમી વિર્ક) અને હરપ્રીત ઉર્ફે હેપ્પી (તાપસી પન્નુ), તે હોન્ડા કાર ડીલર છે અને પત્ની ગૃહિણી છે, તેમની પોતાની મુશ્કેલીઓ છે. જેમ કે શ્રીમંત પિતાજીની નાની છોકરી નૈના (પ્રજ્ઞા જયસ્વાલ) અને તેનો પતિ સમર (આદિત્ય સીલ), થોડી મદદ સાથે બિઝનેસમાં આગળ જવાનો પ્રયાસ પ્રયાસ કરે છે. સાતમું એ છે કે સ્પોર્ટ્સ કોચ કબીર (ફરદીન ખાન) કંઈક મૂળભૂત છુપાવે છે, જૂઠું બોલવાની અને છેતરવાની માનવ વૃત્તિનો આશરો લે છે, અને સરળ રસ્તો કાઢે છે. દેશી પોશાક અને ક્લચર છતાં નિખાલસ વાતચીતોથી દૂર નથી. દરેક ટેક્સ્ટ અથવા કૉલ જે આવે છે તેનાથી રીસીવરને ડર છે.

આ પણ વાંચો: Rajkummar Rao : રાજકુમાર રાવની છેલ્લી 5 ફિલ્મ હિટ રહી કે ફ્લોપ? એક્ટરની સ્ત્રી 2 આવતીકાલે સ્વતંત્રતા દિવસે થશે રિલીઝ

દર્શકોને ખેલાડીની કોમેડી સ્ટાઈલ પસંદ આવી રહી છે. યુઝર્સે સોશિયલ મીડિયા પર પ્રતિસાદ આપવાનું શરૂ કર્યું છે ત્યારે એક યુઝરે લખ્યું, ‘અક્ષય કુમારે શાનદાર કમબેક કર્યું છે’. ખબર છે કે અક્ષય કુમાર સિવાય આ ફિલ્મમાં ફરદીન ખાન, વાણી કપૂર, એમી વિર્ક, તાપસી પન્નુ, આદિત્ય સીલ અને પ્રજ્ઞા જયસ્વાલ જેવા સ્ટાર્સ છે. એક યુઝરે લખ્યું, ‘આ ફિલ્મ સુપર એન્ટરટેનિંગ છે. સ્ટોરી ખૂબ જ મનોરંજક અને ખૂબ જ રિલેવન્ટ છે’. એક યુઝરે લખ્યું, ‘આ એક એવી ફિલ્મ છે જે તમે આખો સમય તમારી સીટ પરથી હટશો નહિ.

આ ફિલ્મ જોયા બાદ મોટાભાગના સ્ટાર્સ ખુશ દેખાઈ રહ્યા છે. હાલની પ્રતિક્રિયાઓ જોતા લાગે છે કે આ વખતે અક્ષય કુમારની જીત થઈ છે. હવે જોવાનું એ રહે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે શું રેકોર્ડ બનાવે છે.

Web Title: Khel khel mein review movie release on independence day akshay kumar sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×