scorecardresearch
Premium

કેટરીના કૈફ પ્રેગ્નનેટ છે? ક્રિસમસની તસવીરો જોઇ પ્રશંસકોએ આપી આવી પ્રતિક્રિયા

Katrina kaif pregnant: કેટરિના કૈફ અને વિકી કૌશલએ (katrina kaif and vicky kaushal) પોતાના પરિવાર સાથે મળીને ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતુ. આ પાર્ટીમાં તેમની સાથે ઈન્ડસ્ટ્રીના તેમના નજીકના મિત્રો પણ સામેલ થયા. જો કે દરેક તસવીરમાં કેટરિના પરિવાર અને મિત્રોની પાછળ છુપાયેલી જોવા મળી.

કેટરીના કૈફનો આ તસવીરોમાં દેખાયો બેબી બમ્પ
કેટરીના કૈફનો આ તસવીરોમાં દેખાયો બેબી બમ્પ

બોલિવૂડમાં ક્રિસમસનો જબરો ક્રેઝ છે. ત્યારે બોલિવૂડના ઘણા સિતારાઓએ ઘામઘૂમથી ક્રિસમસની ઉજવણી કરી હતી. કેટરિના કૈફ અને વિકી કૌશલએ (katrina kaif and vicky kaushal) પોતાના પરિવાર સાથે મળીને ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું હતુ. આ પાર્ટીમાં તેમની સાથે ઈન્ડસ્ટ્રીના તેમના નજીકના મિત્રો પણ સામેલ થયા. જો કે દરેક તસવીરમાં કેટરિના પરિવાર અને મિત્રોની પાછળ છુપાયેલી જોવા મળી. આ દરમિયાન કેટરિનાની તસવીરો જોઈને લોકોએ અંદાજ લગાડ્યો કે એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ છે.

અનેક પ્રકારના સુંદર ભોજન સાથે કેટરિના અને વિકીએ લગ્ન પછી પોતાનું બીજું ક્રિસમસ સેલિબ્રેટ કર્યું છે. કેટરિનાએ એક તસવીર શૅર કરી છે જ્યાં તે વિકી, તેમના માતા-પિતા શામ કૌશલ અને વીના કૌશલ, સની કૌશલ અને તેની બહેન ઈસાબેલ કૈફ સાથે જોવા મળે છે.

લોકોએ દરેક તસવીરમાં એક વાત નોટિસ કરી અને તે છે કે કેટરિના દરેક તસવીરમાં કોઈની ને કોઈની પાછળ ઊભી છે. એક યૂઝરે તો સ્પષ્ટ લખ્યું કે કેટરિના જાણીજોઈને એવા એન્ગલ પર ઊભી હતી કે તેનું બેબી બમ્પ ન દેખાય. આની સાથે જ ક્રિસમસ ટ્રી પર પણ કેટરિનાએ એક તસવીર લગાડી હતી જેમાં વિકી પાછળ ઊભો રહીને તેને હગ કરે છે. જેમાં લોકોને કેટરિનાનું બેબી બમ્પ દેખાયું છે.

આ ચર્ચાઓને વધુ વેગ આપનારી વાત એ છે કે ચાહકોને લાગ્યું કે નેહા ધૂપિયાએ જે તસવીર પોસ્ટ કરી હતી તેમાં પણ કેટરિના પોતાનો બેબી બમ્પ છુપાવી રહી છે. ક્રિસમસ પર વિકી અને કેટરિના સાથે નેહા અને અંગદ બેદી પણ સામેલ થયા હતાં.

કેટરિના કૈફના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો તે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ફોનભૂતમાં જોવા મળી. આ ફિલ્મ સિનેમાઘરોમાં ખાસ કમાલ બતાવી શકી નથી. તો વિકી કૌશલ ઓટીટી પર રિલીઝ થયેલી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’માં જોવા મળ્યો. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જોવા મળી હતી.

Web Title: Katrina kaif pregnant christmas celebration photo latest news instagram

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×