કેટરીના કૈફ અને વિકી કૌશલની જોડી ખુબ લોકપ્રિય છે. આ કપલ ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં લગ્નના બંધનમાં બંધાયા હતા. ત્યારબાદ કપલ તેમની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે. ત્યારે આજે કેટરીના કૈફે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવી વિકી કૌશલ અંગે દિલ ખોલીને વાત કરી છે.
લાઇવ સેશનમાં રેપિડ ફાયર રાઉન્ડ અંતર્ગત ફોન ભૂતનો પ્રચાર કરતા સમયે કેટરીના કૈફને વિકી કૌશલને લઇ સવાલ પૂછવામાં આવ્યો હતો. કેટને વિકી કૌશલની સૌથી પ્યારી હેબિટ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જેને લઇને કેટરીના કૈફે જણાવ્યું હતું કે, વિકી કૌશલ ડાન્સ અને ગીતની ખુબ મજા માણે છે. જે જોતા સમયે એવો અહેસાસ થાય કે આ દુનિયાના સૌથી સુંદર નજારામાંથી એક છે. કેટરીના કૈફે વધુમાં જણાવ્યું હતું કે, વિકી કૌશલ સારો ગાયક છે.
કેટરીના કૈફે અન્ય એક ખુલાસો કરતા કહ્યું હતું કે, જ્યારે તેને કોઇ કારણથી ઉંધ નથી આવતી તો તે વિકીને તેના માટે ગીત ગાવા વિશે પૂછે છે.
કેટરીના કૈફને એક પ્રશંસકે સવાલ કર્યો હતો કે તેના માટે ધરની સૌથી મૂલ્યવાન વસ્તુ કંઇ છે. જેનો જવાબ આપતા કેટરીના કેફે જણાવ્યું હતું કે, મારા માટે મારા ઘરની સૌથી કિંમતી વ્યક્તિ મારા પતિ છે અને મારી પાસે જે કિંમતી વસ્તુ હોવી જોઇએ તે મારી પુસ્તકો છે.
કેટરીના કૈફે, ઇશાન ખટ્ટર તેમજ સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ ફોન ભૂત આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, વિકીએ થોડા દિવસ પહેલા તેની પત્નીની હોરર અને કોમેડી ફિલ્મ ફોન ભૂતનું પ્રીવ્યૂ જોઇ રિવ્યૂ કર્યુ હતુ. ઇંનસ્ટાગ્રામ સ્ટોરી પર વિકી કૌશલે રિવ્યૂ આપતા લખ્યું હતુ કે, ફુલ ફ્રંટ ફુટ પર આવી મસ્તી અને પાગલપન છે આ મૂવી, જાઓ અને તમારા આસપાસના સિનેમાધરોમાં હંસો.
કેટરીના કૈફના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો ફોન ભૂત બાદ અભિનેત્રી હવે વિજય સેતુપતિ સાથે શ્રીરામ રાધવનની મેરી ‘ક્રિસમસ’નું પ્રમોશન કરશે. આ પછી કેટરીના કૈફ પ્રિયંકા ચોપડા અને આલિયા ભટ્ટ સાથે ફરહાન અખ્તરની જી લે જરાનું શૂટિંગ શરૂ કરશે. આ સાથે કેટરીના કૈફ સલમાન ખાન સાથે બહુપ્રતિક્ષીત ફિલ્મ ‘ટાઇગર 3’માં ધમાલ મચાવશે.
આ પણ વાંચો: શું કામ દૂરદર્શન કરી રહ્યું છે અસ્તિત્વને ટકાવી રાખવાનો પ્રયત્ન?
જ્યારે વિકી કૌશલે તાજેતરમાં મેઘના ગુલજારની ‘સૈમ બહાદુર’નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ સાથે વિકી કૌશલ આગામી ફિલ્મ સારા અલી ખાન સાથે લક્ષ્ણ અટેકરની રોમન્ટિક, કોમેડી તેમજ ભૂમિ પેડનેકર સાથે ‘ગોવિંદા નામ મેરા ભી’માં જોવા મળશે.