Karisma Kapoor Sunjay Kapur | કરિશ્મા કપૂર (Karisma Kapoor) નો પૂર્વ પતિ 53 વર્ષીય બિઝનેસમેન સંજય કપૂર (Sunjay Kapur) નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. આ અચાનક સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. સોના કોમસ્ટારના ચેરમેનના મૃત્યુ પછી, 30,000 કરોડ રૂપિયાની મોબિલિટી ટેક કંપની કોણ સંભાળશે તે અંગે કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો છે. આ કાનૂની વિવાદ વચ્ચે, સંજય કપૂરની બહેન મંધીરા કપૂરે એવું તો શું કહ્યું તે થયું વાયરલ?
30000 કરોડ ની સંપત્તિના વિવાદ વચ્ચે સંજય કપૂરની બહેન મંધીરા કપૂરે ભૂતપૂર્વ ભાભી અને અભિનેત્રી કરિશ્મા કપૂર વિશે વાત આ કરી હતી, જાણો
સંજય કપૂરની બહેન મંધિરા કપૂરે કરિશ્મા કપૂર વિશે શું કહ્યું?
એક ઇન્ટરવ્યુમાં, મંધિરા કપૂરે કરિશ્મા કપૂર વિશે કહ્યું, “તે એક સારી માતા છે. મારે તેના માટે તેની પ્રશંસા કરવી જોઈએ. તેણે પરિવારને એકસાથે રાખવામાં ખૂબ સારું કામ કર્યું છે અને તમે જાણો છો તેના માટે હું તેની પ્રશંસા કરું છું. મને લાગે છે કે બાળકો ખૂબ જ નજીક રહ્યા છે, અને તેમનો સંબંધ ખૂબ જ સારો છે. આશા છે કે કોઈક રીતે આપણે આને આગળ વધારી શકીશું અને પરિવારને પાછો એકસાથે લાવી શકીશું કારણ કે તે કોઈપણ માતાની જેમ તેના બાળકોની સંભાળ રાખી રહી છે, અને તે જ તે કરી રહી છે.”
જ્યારે પૂછવામાં આવ્યું કે શું સંજયના મૃત્યુ પછી તે કરિશ્મા કપૂર સાથે જોડાયેલી છે, ત્યારે મંધિરાએ જવાબ આપ્યો, “હા, ચોક્કસ. મને ખાતરી છે કે તે પ્રિયા (સંજયની પત્ની પ્રિયા સચદેવ કપૂર) ના પણ સંપર્કમાં છે. સત્ય એ છે કે અમારા બધા વચ્ચે સારા સંબંધો છે. બાળકો તેમની માતાને મળવા આવતા રહે છે. અમે બધા જોડાયેલા રહીએ છીએ. આનો અર્થ એ નથી કે કોઈ કૌટુંબિક ઝઘડો છે.”
કરિશ્મા કપૂરે વર્ષ 2003 માં સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. 2016 માં આ કપલના છૂટાછેડા થયા હતા. તેમને બે બાળકો સમાયરા કપૂર અને કિયાન કપૂર છે.