scorecardresearch
Premium

નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી ફિલ્મ ‘કાંતારા’ની પ્રશંસા, ક્ન્નડ ફિલ્મ સાથે છે બીજપીનું કનેક્શન

Kantara: જે કંપની હેઠળ ‘કાંતારા’નું (Kanatara) નિર્માણ થયું છે તે બીજેપી નેતા અશ્વથનારાયણ સાથે સંબંધિત છે. હોમ્બલે ફિલ્મસ એલએલપી પ્રોડક્શન હાઉસ સાથેની ક્નેક્ટિવિટી અંગે અશ્વથનારાયણને પૂછતા તેને જણાવ્યું હતું કે, ફિલ્મ નિર્માતા વિજય ટી.કિરાગંદુર તેના પિતરાઇ ભાઇ છે.

કાંતારા સાથે બીજેપી નેતાનું કનેક્શન
કાંતારા સાથે બીજેપી નેતાનું કનેક્શન

હોમ્બલે ફિલ્મ્સ ‘કંતારા’ એ તેની રોમાંચક સ્ટોરી લાઇન, દ્રશ્યો અને દમદાર અભિનયથી લોકોના હ્દયમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મે તમામ રેકોર્ડ તોડી એક નવો ઇતિહાસ રચ્યો છે. કન્નડ ભાષા ન આવડતી હોવા છતાં લોકો આ ફિલ્મ જોવા માટે ગયા હતા. ત્યારે બેંગલુરૂમાં આ મહિને કર્ણાટક સરકારની ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ યોજાઇ હતી. જેમાં ખાસ વાત એ છે કે, કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને પીયુષ ગોયલે હિટ કન્નડ ફિલ્મ ‘કાંતારા’ની પ્રશંસા કરી હતી. મહત્વનું છે કે, જે કંપની હેઠળ ‘કાંતારા’નું નિર્માણ થયું છે તે બીજેપી નેતા અશ્વથનારાયણ સાથે સંબંધિત છે.

હોમ્બલે ફિલ્મસ એલએલપી પ્રોડક્શન હાઉસ સાથેની ક્નેક્ટિવિટી અંગે અશ્વથનારાયણને પૂછતા તેને જણાવ્યું હતું કે, ફિલ્મ નિર્માતા વિજય ટી.કિરાગંદુર તેના પિતરાઇ ભાઇ છે. પરંતુ ધ ઇન્ડિયન એકપ્રેસ દ્વારા એક્સેસ કરેલા રેકોર્ડસ દર્શાવે છે કે, રાજ્ય મંત્રી એલએલપી પ્રોડક્શન હાઉસ તથા કિરાગંદૂર વચ્ચે ગહેરો સંબંધ છે.

આ કંપનીના રજિસ્ટ્રેશનના રોકોર્ડના આધારે સ્પષ્ટ થયું છે કે, ભૂતકાળમાં અશ્વથનારાયણ હોમ્બલે લેબલે દ્વારા બે રિયલ એસ્ટેટ વ્યવસાય માટે લીધેલી લોનના બેંક ગેરેન્ટર હતા. આ સાથે તેને કિરાગંદૂરના વ્યવસાયમાં રોકાણ પણ કર્યું હતું.

2 નવેમ્બર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટના પ્રથમ દિવસે પિયુષ ગોયલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે 15 કરોડના બજેટ વાળી ફિલ્મે લગભગ 20 ગણી સફળતા હાંસિલ કરી છે. આ સાથે પિયુષ ગોયલે કહ્યું હતું કે, ‘કાંતારા’ લો બજેટમાં બનેલી ફિલ્મ છે, જે કર્ણાટકની સંસ્કૃતિને દર્શાવે છે. ત્યારે રોકાણકારો અને ઉધોગપતિઓ ભારત અને તે રાજ્ય તરફ આકર્ષિત છે જ્યાં ખુબ જ પ્રગિતિશીલ નીતિયા હોય.

આ જ દિવસે વિતમંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કર્યું હતું કે, સ્વંયસેવકો અને શુભચિંત્તકોની એક ટીમ સાથે બેંગલુરૂમાં
‘કાંતારા’ જોઇ. ખુબ સારી બનાવી છે. @shetty_rishab (લેખક/નિર્દેશક/અભિનેતા) જે તુલુવનાડુ અને કરાવલીની સમૃદ્ધ પંરપરાઓને દર્શાવે છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે આ કારણથી કર્યા લગ્ન, બિગ બીએ કેબીસીના એપિસોડમાં કર્યો ખુલાસો

અશ્વથનારાયણ અંગે વાત કરીએ તો તે કર્ણાટકના શિક્ષણ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , બાયો ટેકનોલોજી તથા વિજ્ઞાન મંત્રી છે. આ પહેલા તે વર્ષ 2019થી 2021 વચ્ચે ભાજપ સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યાં છે.

રોકોર્ડ અનુસાર, વર્ષ 2008થી 2013ની વચ્ચે કર્ણાટમાં ભાજપના પહેલા કાર્યકાળના પૂર્ણતાના આરે હોમ્બલે અસ્તિત્વમાં આવી છે. જેની કમાણી વર્ષ 2011-2માં 64 લાખ રૂપિયાથી વધીને 2012-13માં 42 કરોડ રૂપિયા હતી. જે વર્ષ 2013માં વધીને 49 કરોડ રૂપિયા થઇ હતી. તેમજ 2014-15માં 92 કરોડની કમાણી કરી હતી.

હોમબ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ROC રેકોર્ડના મતે અશ્વથનારાયણ ફર્મે વર્ષ 2012માં વિજ્ય બેંકમાંથી લીધેલી 15 કરોડની લોનની ગેરંટર હતા. ROCને આપેલા મેમોરેન્ડમ પ્રમાણે, અશ્વથનારાયણનો લોન લેનાર વ્યકિત કઝિન થાય છે.

હોમ્બલે કન્સ્ટ્રક્શન્સ અંગે વાત કરીએ તો, મંત્રી અશ્વથનારાયણે વર્ષ 2018માં ફર્મે લીધેલી લોન માટે વિજયા બેંક સાથે બેંક ગેરંટી રૂ. 95 કરોડથી વધારીને રૂ. 175 કરોડ કરવા માટે બાંહેધરી આપી હોવાનું સામે આવ્યું છે.

એક રેકોર્ડ અનુસાર અશ્વથનારાયણે પદ્મશ્રી મેડિકેયરના શેયરોમાં 27 લાખથી વધુ પૈસાનું રોકાણ કર્યું છે. સાથે જ ફર્મને 68 લાખ રૂપિયા ઉધાર આપ્યાં છે.

હોમ્બલે ફિલ્મ KGF-1 2018માં રિલીઝ થઇ ત્યારે આશરે 100 કરોડનો વેપાર કર્યો હતો. આ સાથે રેકોર્ડ સર્જનાર પ્રથમ કન્નડ ફિલ્મ મનાય છે. તો KGF- 2એ વિશ્વભરમાં લગભગ 1,000 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાના સમાચાર છે.

આ પણ વાંચો: શું અભિનેત્રી તમન્ના ભાટિયાના ઘરે વાગશે શરણાઇ, અભિનત્રીએ બિઝનેસમેન મંગેતરનો વીડિયો કર્યો શેર

ફિલ્મ ‘કાંતારા’ વિશે વાત કરીએ તો આ ફિલ્મ સપ્ટેમ્બર માસમાં કન્નડમાં રિલીઝ થઇ હતી. ત્યારબાદ તેને હિંદી સહિત અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. કંતારા એક એવી શાનદાર ફિલ્મ છે જેને કોઈએ મિસ ન કરવી જોઈએ. તે હસ્તકલા, સંસ્કૃતિ અને પ્રદર્શનમાં તકનીકી તેજસ્વીતાની સંપૂર્ણ પરાકાષ્ઠા છે. આ દક્ષિણ ભારતનો તે દુર્લભ ભાગ છે જે તમે ભાગ્યે જ જોયો કે સાંભળ્યો હશે. અને તે દરેક રીતે વખાણને પાત્ર છે.

Web Title: Kantara link with bjp production house connection karnataka minister c n ashwathnarayan

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×