scorecardresearch
Premium

Kannappa Movie Screening | અક્ષય કુમાર અને પ્રભાસ અભિનીત કન્નપ્પાનું રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, ફિલ્મમાં એક નાસ્તિક શિકારીની કહાની

કન્નપ્પા મુવી | કનપ્પા એક પૌરાણિક સ્ટોરી પર આધારિત ફિલ્મ છે, જેને દર્શકો અને વિવેચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમાં વિષ્ણુ મંચુ, અક્ષય કુમાર, પ્રભાસ, મોહનલાલ અને કાજલ અગ્રવાલ જેવા મોટા સ્ટાર્સ છે.

કન્નપ્પા મુવી સ્પેશિયલ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવન ખાતે
Kannappa special Screening at rashtrapati bhava

Kannappa Special Screening At Rashtrapati Bhavan |કન્નપ્પા (Kannappa) ના નિર્માતાઓએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મ ‘કનપ્પા’ વિશે એક ખાસ માહિતી શેર કરી છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં ફિલ્મ ‘કનપ્પા’નું ખાસ સ્ક્રીનિંગ (Kannappa Screening) યોજાયું હતું. આ સાથે, નિર્માતાઓએ એક ખાસ નોંધ પણ શેર કરી હતી.

કન્નપ્પા મુવી (Kannappa Movie)

કનપ્પા એક પૌરાણિક સ્ટોરી પર આધારિત ફિલ્મ છે, જેને દર્શકો અને વિવેચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમાં વિષ્ણુ મંચુ, અક્ષય કુમાર, પ્રભાસ, મોહનલાલ અને કાજલ અગ્રવાલ જેવા મોટા સ્ટાર્સ છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુકેશ કુમાર સિંહ દ્વારા કરવામાં આવ્યું છે, જે ‘મહાભારત’ સીરિયલ માટે પ્રખ્યાત છે. કન્નપ્પા 27 જૂન, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

રાષ્ટ્રપતિ ભવન ખાતે કનપ્પાનું સ્પેશિયલ સ્ક્રીનિંગ (Kannappa special screening at Rashtrapati Bhavan)

દક્ષિણ ફિલ્મ કન્નપ્પાના નિર્માતાઓએ ટિવટર પર ફિલ્મ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી અને લખ્યું, “અમને ગર્વ છે કે કન્નપ્પાનું વિશેષ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થયું. તે ફિલ્મની ભક્તિ અને સાંસ્કૃતિક વાર્તાને શ્રદ્ધાંજલિ આપે છે. હર હર મહાદેવ. હર ઘર મહાદેવ.”

આ ફિલ્મમાં વિષ્ણુ મંચુ થિનાડુ નામના યોદ્ધાની ભૂમિકા ભજવે છે , જે ભક્ત કન્નપ્પા બને છે. અક્ષય કુમાર ભગવાન શિવની ભૂમિકા ભજવે છે, પ્રભાસ રુદ્રની ભૂમિકામાં દેખાય છે અને મોહનલાલ કિરાટની શક્તિશાળી ભૂમિકામાં દેખાય છે. ‘કનપ્પા’ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક હતી. વિષ્ણુ મંચુના પુત્ર અવરામ મંચુએ તેમાં ડેબ્યૂ કર્યું છે. તાજેતરમાં, વિષ્ણુએ કન્નપ્પાના સેટ પરથી અવરામનો એક શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

કન્નપ્પા સ્ટોરી (Kannappa Story)

કન્નપ્પા એક નાસ્તિક શિકારીની કહાની છે જે ભગવાન શિવનો ભક્ત બની જાય છે. કન્નપ્પા એક આદિવાસી યુવાન થિનાડુની શક્તિશાળી વાર્તા કહે છે, જે કટ્ટર નાસ્તિકમાંથી ભગવાન શિવના સમર્પિત અનુયાયીમાં પરિવર્તિત થાય છે. શ્રી કાલહસ્તી મંદિરની દંતકથાથી પ્રેરિત, આ ફિલ્મ શ્રદ્ધા, પ્રેમ અને આધ્યાત્મિક જાગૃતિની શોધ કરે છે. કન્નપ્પામાં દર્શાવેલ સીનરીઝ અત્યંત સુંદર અને ભવ્ય છે. તેમાં ભારતીય પૌરાણિકતાને આધુનિક ટેક્નોલોજી સાથે ભવ્ય રીતે રજૂ કરવામાં આવી છે.

સલમાન ખાને વેચી દીધો પોતાનો બાંદ્રા વાળો એપાર્ટમેન્ટ, જાણો કેટલા કરોડમાં સોદો થયો

કન્નપ્પા રીવ્યુ (Kannappa Review)

કન્નપ્પાના અમુક ખાસ સિન્સ જેવા કે ક્લાઇમેક્સમાં VFXનો યોગ્ય ઉપયોગ છે. નિર્માણ મૂલ્યો સ્વીકાર્ય છે અને નિર્માતાઓએ ન્યુઝીલેન્ડના કુદરતી સૌંદર્યને સુંદર રીતે કેદ કર્યું છે. ફિલ્મનો મુખ્ય ગેરલાભ એ છે કે તેનો પહેલો ભાગ નબળો અને ધીમો છે. પહેલો ભાગ પૂરક સામગ્રી જેવો લાગે છે. બીજો ભાગ ખાસ કરીને ભાવનાત્મક તબ્બકા દરમિયાન ઝડપથી આગળ વધે છે.

Web Title: Kannappa special screening at rashtrapati bhavan akshay kumar prabhas movie sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×