Kanguva Movie: સાઉથ સુપરસ્ટાર સૂર્યા અને બોલિવૂડ એક્ટરની અપકમિંગ મુવી કંગુવા (Kanguva) સિનેમાઘરો હચમચાવી દેવાની તૈયારીમાં વ્યસ્ત છે. ચાહકો આ જોડીને પહેલીવાર સ્ક્રીન પર જોવા માટે બહુ ઉત્સુક છે. કંગુવા ફિલ્મનું નિર્માણ ગ્રીન સ્ટુડિયો હેઠળ થઇ રહ્યું છે. ત્યારે સૂર્યા (Suriya) અને બોબી દોઓલ (Bobby Deol) નો લૂક સામે આવી ગયો છે. કંગુવા મુવી અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે, જે સાંભળીને ફિલ્મો રસિકોમાં ઉત્સુકતા બમણી થઇ જશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વોર થીમ પર આધારિત કંગુવા મુવીમાં એક મોટું એક્શન સીકવેંસ સીન ફિલ્માવાયો છે. જેમાં લગભગ 10 હજાર લોકો સામેલ છે. જો સૂર્યાની ફિલ્મ ‘કંગુવા’ની કહાની વિશે વાત કરીએ તો દર્શકોને તેમાં એક અનોખો અનુભવ થવાનો છે. આ એક જોરદાર યુદ્ધ ફિલ્મ છે. કંગુવા મુવી ટીઝર પણ આવી ચૂક્યું છે, જેમાં જબરદસ્ત યુદ્ધની ઝલક જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મેકર્સ અને ડાયરેક્ટરે કંગુવા મુવીના વોર સીન પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આ મોટા ફાઇટ સીનને સ્ક્રીન પર પરફેક્ટ દેખાડવા માટે ઇન્ટરનેશનલ એક્સપર્ટાઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કાંગુવાને લઇને એવો દાવો કરાયો છે કે, આ મુવી દર્શકોને નવો વિઝુઅલ અનુભવ કરાવશે. ફિલ્મમાં વેટ્રી પલાનીસામીની સિનેમેટોગ્રાફી અને રોકસ્ટાર દેવી શ્રી પ્રસાદનું મ્યૂઝિકલ સ્કોર છે. આ સિવાય ગ્રીન સ્ટુડિયો દ્વારા કંગુવા મુવીને વિશ્વભરમાં મોટા પાયે ફિલ્મ રિલીઝ કરવા માટે ટોપ ડિસ્ટ્રીબ્યૂશન હાઉસેઝ સાથે હાથ મિલાવ્યો છે.