Devara Part 1 : અભિનેતા જુનિયર એનટીઆર (Jr NTR) ની આગામી ફિલ્મ ‘દેવારા’ (Devara) ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ના અવસર પર અભિનેતાએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ આ મહિને સિનેમાઘરોમાં આવશે. તે પહેલા, દર્શકો ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે, જેની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. કોરાતલ્લા સિવા દ્વારા નિર્દેશિત ફિલ્મ દેવરાઃ પાર્ટ-1માં જુનિયર એનટીઆરની દમદાર એક્શન જોવા મળશે.
દેવારા ભાગ 1 મુવી ટ્રેલર ક્યારે થશે રિલીઝ? (Devara Part 1 Movie Trailer Release Date)
જુનિયર NTR એ તેના Instagram એકાઉન્ટ પર એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. તેની સાથે લખવામાં આવ્યું છે કે, ‘તમને બધાને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ’. એવું પણ કહેવાય છે કે મુવી ટ્રેલર 10 સપ્ટેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. હાલમાં નવા પોસ્ટર પર યુઝર્સની પ્રતિક્રિયા જોવા જેવી છે. કમેન્ટ્સ જોઈને અંદાજ લગાવી શકાય છે કે દર્શકો ફિલ્મને લઈને કેટલા ક્રેઝી છે.
આ પણ વાંચો: ખતરોં કે ખિલાડી 14 । રોહિત શેટ્ટીનો રિયાલિટી શોનું ગ્રાન્ડ ફિનાલે ક્યારે હશે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે ‘દેવરાઃ પાર્ટ 1’ના ટ્રેલરમાં મોટા પાયે ડ્રામા અને એક્શનનો રોમાંચક મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. તે જ સમયે, જાન્હવી કપૂર પણ આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. જાન્હવી આ ફિલ્મથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.
આ પણ વાંચ: ‘એશિયન સિનેમાના માતા’ તરીકે જાણીતા પીઢ ફિલ્મ વિવેચક અને લેખક અરુણા વાસુદેવનું નિધન
દેવારા ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ 2025માં શરૂ થવાની આશા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુદ્ધ 2 અને પ્રશાંત નીલની આગામી ફિલ્મ પૂરી કર્યા પછી, જુનિયર એનટીઆર દેવરા ભાગ 2નું શૂટિંગ શરૂ કરશે.