Shah Rukh Khan : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ જવાનના કારણે સતત ચર્ચામાં છે. એવી બાતમી છે કે, કિંગ ખાનની આ ફિલ્મ હિન્દી સિનેમાના તમામ રેકોર્ડ તોડી શકે છે. આ વાતની સાબિતી ‘જવાનનું ટ્રેલર’ આપે છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાન પોતાની ફિલ્મની રિલીઝ પહેલાં સુહાના ખાન અને નયનથારા સાથે તિરૂપતિ બાાલાજીના દર્શન અર્થે પહોંચ્યો હતો. આ દરમિયાન શાહરૂખ ખાનને જોઇને ચાહકો બેકાબૂ બની ગયા હતા.
શાહરૂખ ખાન તિરૂપતિ બાાલાજીને પોતાની ફિલ્મ માટે પ્રાર્થના કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન સફેદ કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો. આ પહેરવેશમાં કિંગ ખાન ભાગ્યે જ જોવા મળે છે. મહત્વનું છે કે, શ્રી વેંકટેશ્વર મંદિરના દર્શન કરતા પગેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે જવાન માટે મન્નત માંગી હતી.
શાહરૂખ ખાનની જવાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ છે. જેને પગલે સેકનિલ્કના મતે, જવાને એડવાન્સ બુકિંગમાં અત્યાર સુધીમાં 13.17 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. તેથી જવાનની 4.26 લાખ ટિકિટો વેચાય ગઇ છે. જવાન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારી છે.
જવાનમાં શાહરૂખ ખાન નયથારા સાથે જોરદાર રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અહીંયા ખાસ એ પણ છે કે, ફિલ્મ ‘જવાન’માં શાહરૂખના લૂક પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તે 5 અલગ-અલગ અવતારમાં જોવા મળશે. તેના પાંચેય લૂક જાહેર થઈ ગયા છે. જે બાદ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્સુકતા વધી ગઇ છે.