scorecardresearch
Premium

Jawan OTT Release : શાહરૂખ ખાનની ‘જવાન’ના કરોડોમાં વેચાયા ઓટીટી રાઇટ્સ, આ પ્લેટ્ફોર્મ પર ફિલ્મ મચાવશે ધૂમ

Jawan OTT Release : શાહરૂખ ખાનની જવાનના ઓટીટી રાઇટ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. મેકર્સે જવાનના ઓટીટી રાઇટ્સ વેચીને કરોડોની આવક મેળવી છે.

Jawan| Jawan Ott Rekease| Jawan Ott Release On Netflix| Jawan Box Office Collection| Shah Rukh Khan
Jawan Ott Release : શાહરૂખ ખાનની જવાનના ઓટીટી રાઇટ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે.

Shah Rukh Jawan OTT Release : શાહરૂખ ખાનની ફિલ્મ જવાનને રિલીઝના સાત દિવસમાં જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. જવાને બોક્સ ઓફિસ પર પ્રારંભિક દિવસોમાં જ રેકોર્ડ બ્રેક કમાણી કરી શાહરૂખ ખાને એ સાબિત કરી દીધું છે કે તેનો આ ઉંમરે પણ એટલો જ દબદબો છે જેટલો પહેલા હતો. એક જ વીકેન્ડમાં 500 કરોડનો આંકડો પાર કરનાર જવાન બોલિવૂડની પહેલી ફિલ્મ હશે. ત્યારે જવાનના ઓટીટી રાઇટ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. મેકર્સે જવાનના ઓટીટી રાઇટ્સ વેચીને કરોડોની આવક મેળવી છે.

શાહરૂખ ખાને 5 વર્ષના લાંબા બ્રેક બાદ 2023માં પઠાણ સાથે શાનદાર કમબેક કર્યું હતું. જાન્યુઆરીમાં આવેલી તેની ફિલ્મ ‘પઠાણ’એ છપ્પરફાડ કલેક્શન કર્યું હતું. તો તેની બીજી ફિલ્મ જવાન પણ બોક્સ ઓફિસ પર કમાણીમાં પઠાણના પણ રેકોર્ડ તોડી રહી છે. મહત્વનું છે કે, સિનેમાઘરોમાં જવાન શરૂ થાય તે પહેલા લોકો નેટફ્લિક્સની બુમો પાડતા હોય છે. તેથી એક વાત સ્પષ્ટ છે કે, જવાન જ્યારે પણ ઓટીટી પર આવશે તે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ શકે છે.

ફ્રી પ્રેસ અનુસાર, મેકર્સે જવાનના ઓટીટી રાઇટ્સ વેચવા બદલ તગડી ફી લીધી છે. એટલી કુમારે લગભગ આ ડીલ 250 રૂપિયામાં ફાઇનલ કરી છે. જો કે આ વાતની જવાનના મેકર્સ દ્વારા હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી.

જવાનના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે ભારતમાં માત્ર 6 દિવસની અંદર લગભગ 350 કરોડ રૂપિયાનો વેપાર કરી લીધો છે. તે જ સમયે, જો આપણે વિશ્વવ્યાપી કલેક્શન પર નજર કરીએ, તો તે વધુ આઘાતજનક છે.

આ પણ વાંચો : Jawan Box Office Collection Day 7 : શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ધીમી પડી, જાણો કુલ કલેક્શન

જવાને અત્યાર સુધીમાં વિશ્વભરમાં લગભગ રૂ. 600 કરોડની કમાણી કરી છે અને આ આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. આ ફિલ્મે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. જવાન 81 કરોડની સૌથી મોટી ઓપનિંગ કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ઉપરાંત જવાન રૂ. 200 અને રૂ. 300 કરોડના ક્લબમાં સૌથી ઝડપી એન્ટ્રી કરનારી ફિલ્મ પણ બની છે.

Web Title: Jawan ott release netflix box office collection shah rukh khan mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×