Jawan Shahrukh khan Bodyguard : બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન હાલ તેની અપકમિંગ મૂવી ‘જવાન’ને લઇ વ્યસ્ત છે. ફિલ્મનો પ્રિવ્યૂ વીડિયો 10 જુલાઈએ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં શાહરૂખ ખાનના જબરદસ્ત એક્શન જોયા બાદ ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ દરમિયાન એક્ટરે તાજેતરમાં તેની ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. તમને જણાવી દઈએ કે નવું પોસ્ટર ચાર ભાષા – હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્રીવ્યૂમાં શાહરૂખ ખાન જબરદસ્ત એક્શન દેખાઇ રહ્યો છે.
શાહરૂખ ખાન જબરદસ્ત ફેન્સ ફોલોઇંગ ધરાવે છે. પ્રીવ્યૂ રિલીઝ થયા બાદ એવો દાવો કરાયો છે તેની અગાઉની ફિલમ પઠાણની જેમ જ શાહરૂખ ખાન જવાન મૂવીમાં દેશની સુરક્ષા માટે કામ કરતા દેખાશે. પરંતુ શું તમે જાણો છો શાહરૂખ ખાનની સુરક્ષા કોણ કરે છે? તેનો બોર્ડગાર્ડ કોણ છે અને કેટલો પગાર છે?
શાહરૂખ ખાનનો બોડીગાર્ડ કોણ છે?
કિંગ ખાનના પર્સનલ સિક્યોરિટી ગાર્ડનું નામ છે રવિ સિંહ. તે છેલ્લા એક દાયકાથી અભિનેતાની સુરક્ષાનું ધ્યાન રાખે છે. તે હંમેશા શાહરૂખ ખાન સાથે પડછાયાની જેમ જોવામાં આવે છે અને હંમેશા એ વાતનું ધ્યાન રાખે છે કે, અભિનેતાની પરવાનગી વગર તેની આસપાસ કોઇ ભટકે નહીં. શાહરૂખ જ્યારે કોઈ પાર્ટી, ફિલ્મ પ્રમોશન કે અન્ય કોઈ ઈવેન્ટ માટે બહાર નીકળે છે ત્યારે રવિ સિંહ તેની સામે પડછાયાની જેમ ઊભો જોવા મળે છે. રિપોર્ટ્સ અનુસાર રવિ સિંહ માત્ર શાહરૂખ ખાન જ નહીં પરંતુ તેના પરિવારની પણ સુરક્ષા કરે છે.

શાહરૂખ ખાનના બોડીગાર્ડનો પગાર કેટલો છે?
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાન તેના બોડીગાર્ડ રવિ સિંહને વાર્ષિક 3 કરોડ રૂપિયા ચાર્જ ચૂકવે છે, એટલે કે દર મહિને 17 લાખ રૂપિયા. રવિ સિંહ ઉદ્યોગમાં સૌથી વધુ પગાર મેળવનારા બોડીગાર્ડ્સ પૈકીનો એક છે. રવિ સિંહ સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહે છે. પરંતુ તેનું નામ એક વિવાદમાં ઉછળ્યુ હતુ. આ મામલો વર્ષ 2014નો છે જ્યારે મુંબઈમાં એક એવોર્ડ શો દરમિયાન એક મરાઠી અભિનેત્રી શર્વરીને બેક સ્ટેજ પર જતા અટકાવવામાં આવી હતી અને તેણે અભિનેત્રીને ધક્કો માર્યો હતો. તે પડી ગઈ હતી. આ ઘટના બાદ બાંદ્રા કુર્લા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.