Shah Rukh Khan Jawan Movie : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘જવાન’ને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મ જવાનની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ વચ્ચે જવાનના બે ગીત જિંદા બંદા અને ચલેયા રિલીઝ કરી દેવાયા છે. આ બંને ગીતોમાં એક ખાસિયત છે. મહત્વનું છે કે, જિંદા બંદા ગીતમાં 1 હજાર ડાન્સર્સ સહિત શાહરૂખ ખાન દમદાર પ્રદર્શન કરી રહ્યો છે. જે બાદ ફેન્સ આ ફિલ્મ જોવા માટે બેબાક થઇ ગયા છે, પરંતુ હવે શાહરૂખ ખાનની જવાનના બજેટને લઇને મોટા સમાચાર સામ આવી રહ્યા છે. જે જાણીને તમે ખુશ થઇ જશો.
જવાનનું બજેટ કેટલું છે?
મળતી માહિતી મુજબ, એટલી દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની જવાનનું બજેટ 300 કરોડ રૂપિયા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. જ્યારે કિંગ ખાનની આ વર્ષની પહેલી ફિલ્મ પઠાણનું બજેટ 250 કરોડ રૂપિયા હતું. ત્યારે પઠાણે બોક્સ ઓફિસ પર 1,000થી વધુની કમાણી કરી હતી. આવા સંજોગોમાં જવાન પાસેથી પણ આ પ્રકારની આશા સેવાઇ છે. મહત્વનું છે કે, જવાન 300 કરોડના મેગા બજેટમાં બનનારી શાહરૂખ ખાનની અભિનય કારકિર્દીમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે.
દાયકાઓથી શાહરૂખ ખાનનો દબદબો
દાયકાઓથી શાહરૂખ ખાન પોતાની શાનદાર એક્ટિંગથી લાખો ચાહકોના દિલો પર રાજ કરે છે. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાન સિવાય નયનથારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા અને દીપિકા પાદુકોણ મહત્વની ભૂમિકામાં નજર આવશે.
જવાનના પહેલા ગીત પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા
નોંધનીય છે કે, જવાનના ‘જિંદા બંદા’ના પહેલા ગીતને શૂટ કરવા માટે 15 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.ગીતમાં શાહરૂખ ખાન સાથે એક હજાર મહિલા ડાન્સર્સ જોવા મળી હતી.આ ગીતનું શૂટિંગ ચેન્નાઈમાં થયું હતું. પોસ્ટરથી લઈને જવાનના પ્રીવ્યૂ સુધી દર્શકોએ ઘણો પ્રેમ વરસાવ્યો છે અને દરેક આ ફિલ્મ માટે ઉત્સાહિત છે. જવાન ફિલ્મ પઠાણનો રેકોર્ડ પણ તોડી નાખશે તેવી શકયતા સેવાઇ છે.