Jawan Box Office Collection Day 6 : બોલિવૂડના બાદશાહનો જાદુ 57 વર્ષની ઉંમરે પણ પહેલાની જેમ લોકોના માથે ચડીને બોલે છે. કિંગ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ત્યારે આ ફિલ્મને લોકોએ એટલો પ્રેમ આપ્યો કે રેકોર્ડ બ્રેક કમાણી કરી. સાથે જ ફિલ્મના નામે અનેક રેકોર્ડ નોંધાયા. તેવામાં જવાને છઠ્ઠા દિવસે વર્લ્ડવાઇડ ધૂમ મચાવી દીધી છે. જવાનના છઠ્ઠા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. જવાને રિલીઝના છઠ્ઠા દિવસે જોરદાર કલેક્શન કર્યું છે.
એટલી દ્વારા નિર્દેશિત જવાન પ્રતિદિન નવા-નવા રેકોર્ડ બનાવી રહી છે. સેકનિલ્કના અહેવાલ અનુસાર, જવાને છઠ્ઠા દિવસે તમામ ભાષાઓમાં ભારતમાં 28.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેથી હવે જવાનનું કુલ કલેક્શન 345.58 કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે વહેલી સવારે ફિલ્મના હિંદી વર્ઝનની ઓક્યૂપેંસી 14.17 ટકા હતી. મહત્વનું છે કે, જવાન ટૂંક સમયમાં વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 600 કરોડનો આંકડો પારે કરે તેવી શક્યતા વકી છે. કારણ કે ફિલ્મે અત્યાર સુધીમાં એકંદરે વર્લ્ડવાઇડ કલેક્શન 574.89 કરોડ રૂપિયા એકઠું કરી લીધું છે.
વીકેન્ડનો શાહરૂખ ખાનની જવાનને ભરપૂર ફાયદો મળ્યો છે. શનિવારે જવાને 77.83 કરોડ રૂપિયા અને રવિવારે 81 કરોડ રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જેને પગલે જવાન બોલવૂડના ઇતિહાસમાં માત્ર એક દિવસમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. જવાને પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધાવ્યા છે.
રેડ ચિલીઝ એન્ટરટેઇનમેંટ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર જવાનના વર્લ્ડવાઇડ કલેક્શનની માહિતી શેર કરવામાં આવી છે. રેડ ચિલીઝે સાચા આંકડા શેર કરતા જણાવ્યું કે, ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડવાઇડ 574.89 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું છે. જ્યારે અન્ય મીડિયા અહેવાલમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જવાને વર્લ્ડવાઇડ 1,000 કરોડ રૂપિયા એકત્રિત કરી લીધા છે.
એક જૂના ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મારું કોઇ કોમ્પિટિશન નથી. મારા શબ્દ આજે પણ સાચા સાબિત થઇ રહ્યા છે. જેનું શ્રેષ્ઠ ઉદાહારણ ફિલ્મ ‘જવાન’ છે. જવાને બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર ઐતિહાસિક શરૂઆત કરી રેકોર્ડબ્રેક કમાણી કરી હતી.