scorecardresearch
Premium

Jawan Box Office Collection Day 4 : શાહરૂખ ખાનની ‘જવાન’ના નામે વધુ એક રેકોર્ડ, સાઉથમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, પ્રથમ વીકેન્ડમાં ‘જવાન’નું છપ્પરફાડ કલેક્શન

Jawan Box Office Collection day : શાહરૂખ ખાનની ફિલ્મ જવાન સિનેમાઘરોમાં રિલીઝ થઇ તેને ચાર દિવસ થઇ ગયા છે. ત્યારે જવાનના કલેક્શનને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.

Jawan| Jawan Box office collection Day 24| jawan Box Office collection| shah rukh khan
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 24

Jawan box Office collection Day 4 : બોલિવૂડના કિંગ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બરે કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો લોકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે જવાને ઓપનિંગ ડે પર છપ્પરફાડ કલેક્શન કરી ઇતિહાસ રચ્યો છે. જવાનના નામે પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ નોંધાયો છે. આ સાથે જવાનનું કુલ ત્રણ દિવસનું કલેક્શન જાણીને તમે થોડી ક્ષણ માટે આંખને પલકારો મારવાનું ભૂલી જશો.

એટલી દ્વારા નિર્દેશિત જવાને માત્ર ત્રણ દિવસમાં જ કુલ 375 કરોડથી વધુ પૈસા એકત્રિત કરી લીધા હોવાના સમાચાર સામે આવ્યાં છે. જવાને ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જબરદસ્ત કમાણી કરી છે. તેવામાં ફિલ્મનો ચોથો દિવસ એટલે કે રવિવાર કમાલનો રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જવાને ભારતમાં લગભગ 82 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન ભારતમાં 287.06 કરોડ રૂપિયા છે. જો શાહરૂખ ખાનની જવાનના પ્રતિદિન કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ભારતમાં જ દરેક ભાષામાં 75 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. જ્યારે બીજા દિવસે જવાને બોક્સ ઓફિસ પર 53.23 કરોડનું કલેક્શન કર્યું હતું.

તો શાહરૂખ ખાનનો જાદુ ત્રીજા દિવસે વધ્યો હતો. જેના લીધે ફિલ્મની કમાણીમાં વધારો થયો હતો. જવાને ત્રીજા દિવસે સિનેમાઘરોમાં 77.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કિંગ ખાનની જવાને રિલીઝના ચાર દિવસમાં તમામ રેકોર્ડ્સને ધ્વસ્ત કરી દીધા છે.

જવાને પોતાના નામે ધણા રેકોર્ડ સર્જ્યા છે. શાહરૂખ ખાનની જવાન બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. જવાને ત્રણ દિવસની અંદર એકદંરે રૂપિયા 2065 કરોડ કમાઇ લીધા છે. જ્યારે આ રેકોર્ડ પહેલા ‘પઠાણ’ના નામે હતો.

આ પણ વાંચો : Shriya Saran Net Worth : સાઉથની સૌથી મોંધી સ્ટાર શ્રિયા સરન એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો એક્ટ્રેસની નેટવર્થ

પઠાણ પણ શાહરૂખ ખાનની જ ફિલ્મ છે. જે આ વર્ષના પ્રારંભમાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મનોરંજનનો વિસ્ફોટ કર્યો હતો. તેથી શાહરૂખ ખાન માટે આ વર્ષ ખુબ જ સારું રહ્યુ છે તેમ કહેવું ખોટું નથી.

Web Title: Jawan box office collection day 4 shah rukh khan news mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×