scorecardresearch
Premium

Jawan Box Office Collection Day 10 : શાહરૂખ ખાનની ‘જવાન’ની બોક્સ ઓફિસ પર દહાડ, બીજા વીકેન્ડે ફિલ્મે કરી તાબડતોબ કમાણી

Jawan Box Office Collection day 9 : શાહરૂખ ખાનની જવાનના 9માં દિવસની કમાણીના આંકડા સામે આવી ગયા છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં શાનદાર કમાણી કરી છે. તેવામાં ફિલ્મે બીજા વીકેન્ડમાં પણ શાનદાર કલેક્શન કર્યું છે.

Jawan| Jawan Box office collection Day 25| jawan Box Office collection| shah rukh khan
Jawan Box Office Collection : જવાન બોક્સ ઓફિસ કલેક્શન ડે 25 શાહરૂખ ખાન

Jawan Box Office Collection Day 10 : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah RuKh Khan) આ દિવસોમાં ફિલ્મ ‘જવાન’ને કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં શાનદાર કમાણી કરી છે. તેવામાં ફિલ્મે બીજા વીકેન્ડમાં પણ શાનદાર કલેક્શન કર્યું છે. તેની ગર્જના ધીમી થવાના કોઈ સંકેતો દેખાતા નથી. આ ફિલ્મે ભારતમાં માત્ર 9 દિવસમાં 400 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આવી સ્થિતિમાં 10માં દિવસે પણ શાહરૂખનો દબદબો યથાવત છે.

એટલી કુમારની ફિલ્મ ‘જવાન’ને લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત છે કે તે ભારતમાં ટૂંક સમયમાં રૂ. 500 કરોડનો આંકડો પાર કરશે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, જો ફિલ્મની કમાણી આ રીતે જ ચાલુ રહેશે તો ફિલ્મ ટૂંક સમયમાં જ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 750 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે.

તે જ સમયે, જો આપણે ‘જવાન’એ 10માં દિવસે એટલે કે બીજા શનિવારે શરૂઆતના ડેટા અનુસાર, 31.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પછી ભારતમાં તેનો કુલ બિઝનેસ 440.48 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ સાથે ફિલ્મે વિશ્વભરમાં 725 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

જવાનનું કુલ કલેક્શન

જો શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના 9 દિવસના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 75 કરોડ રૂપિયા, બીજા દિવસે 53.23 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 77.83 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 81 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો પાંચમા દિવસે રૂ. 32.92 કરોડ, છઠ્ઠા દિવસે રૂ. 26 કરોડ, સાતમા દિવસે ₹ 23.2 કરોડ, આઠમા દિવસે ₹ 21.6 કરોડ અને એક સપ્તાહમાં ₹ 389.88 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ પછી, ફિલ્મે 9મા દિવસે એટલે કે બીજા સપ્તાહની શરૂઆત 19.1 કરોડ રૂપિયાની કમાણી સાથે કરી હતી. જો કે, ફિલ્મ માટે આ આંકડો ઓછો હતો, પરંતુ સપ્તાહના અંતે આ આંકડો વધી ગયો.

આ પણ વાંચો : Jawan Box Office Collection Day 8 : શાહરૂખ ખાનની ‘જવાન’નો જલવો ફિક્કો, 8માં દિવસે આટલી જ કમાણી

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાને બે અઠવાડિયા થઈ ગયા છે. તેને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. તેના ગીતોથી લઈને ડાયલોગ્સ અને સીન સુધી તેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની કમાણી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તેણે ઘણા રેકોર્ડ તોડ્યા છે.

Web Title: Jawan box office collection day 10 shah rukh khan news mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×