scorecardresearch
Premium

Jawan : શાહરૂખ ખાનની ‘જવાન’એ એડવાન્સ બુકિંગના થોડા જ કલાકમાં મબલક કમાણી કરી, આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ નથી કરી શકી આ કામ

Jawan Advance booking : શાહરૂખ ખાન સ્ટારર જવાનને રિલીઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે જવાને તેની રિલીઝ પહેલા જ ઈતિહાસ રચી દીધો છે અને એવું કંઈક કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ નથી કરી શકી.

Jawan| Jawan Ott Rekease| Jawan Ott Release On Netflix| Jawan Box Office Collection| Shah Rukh Khan
Jawan Ott Release : શાહરૂખ ખાનની જવાનના ઓટીટી રાઇટ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે.

Jawan Shah Rukh Khan : શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે જવાનને રિલીઝ થવામાં થોડા જ દિવસો બાકી છે. તેવામાં ગઇકાલ 27 ઓગસ્ટથી ફિલ્મનું એડવાન્સ બુકિંગનો શુભારંભ થઇ ગયો છે. તેના થોડા જ કલાકોમાં નિર્માતાઓએ 1 કરોડથી વધુની કમાણી કરી લીધી હતી. મહત્વનું છે કે, આ વર્ષની શરૂઆતથી જ શાહરૂખ ખાન છવાય ગયો છે. વર્ષના પ્રારંભમાં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણમાં જોરદાર એક્શનનો જલવો બતાવ્યો પછી કિંગ ખાન હવે જવાનમાં જોરદાર એક્શન કરતો જોવા મળશે. આ સ્થિતિમાં જવાને તેની રિલીઝ પહેલા જ ઈતિહાસ રચી દીધો છે અને એવું કંઈક કરી બતાવ્યું છે જે આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ નથી કરી શકી.

secnilk.comના અહેવાલ મુજબ, ફિલ્મે પહેલાથી જ યુએસમાં 1.2 કરોડની કમાણી કરી લીધી છે. વાસ્તવમાં, યુએસ UAE ઓસ્ટ્રેલિયા અને સાઉદી અરેબિયા સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સર્કિટમાં ‘જવાન’ માટે એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. જો કે, ભારતમાં મુંબઈના થોડા જ
સિનેમાઘરોમાં જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ‘જવાન’ની તમામ ટિકિટ 15 મિનિટમાં જ વેચાઈ ગઈ હતી, જેમાં ફિલ્મી પ્રેમીઓએ 1100 રૂપિયા સુધીની ટિકિટ ખરીદી હતી.

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાને હાલમાં જ તેની ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અભિનેતા પાંચ અલગ-અલગ જોરદાર અવતારમાં જોવા મળ્યો હતો. કિંગ ખાને આ લૂક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, “યે તો શરૂઆત હૈ, ન્યાયના અનેક રૂપ. યે તીર હૈ અભી ઢાલ બાકી હૈ. આ અંત છે, હજુ સમય બાકી છે. યે પૂછતા હૈ ખુદ સે કંઇક… અભી જવાબ બાકી હૈ. હર ચેહરે કે પીછે એક મકસદ છિપા હૈ, લેકિન યે બસ શરૂઆત હૌ. ઇંતજાર કરો!

જવાને ઇતિહાસ રચ્યો છે કે, ફિલ્મ ટ્રમ્પલાસ્ટ પર રિલીઝ થશે, જે વિશ્વની સૌથી મોટી સ્ક્રીન છે. આ સ્ક્રીન 125 ફૂટ પહોળી અને 72 ફૂટ ઊંચી છે. ટ્રમ્પલાસ્ટ જર્મનીના લિયોનબર્ગમાં સ્થિત એક વિશાળ IMAX થિયેટર છે. અહીંયા સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, જવાન પહેલા આજ સુધી કોઈ ભારતીય ફિલ્મ એ સ્ક્રીન પર ચાલી નથી.

આ પણ વાંચો : KBC 15 : શું અમિતાભ બચ્ચન અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે? KBC 15ના લેટેસ્ટ એપિસોડમાં કંટેસ્ટંટે કર્યો ખુલાસો

એટલિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શાહરૂખ ખાન તેમજ નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ સાથે ફિલ્મમાં દીપિકા પાદુકોણનો પણ કેમિયો છે અને તેની ઝલક ફિલ્મના પ્રિવ્યૂમાં જોવા મળી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ફિલ્મનું ટ્રેલર 28 ઓગસ્ટે રિલીઝ થશે, જયારે ફિલ્મ 7 સેપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

Web Title: Jawan advance booking release date trailer shah rukh khan mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×