scorecardresearch
Premium

Param Sundari Movie Review | પરમ સુંદરી રીવ્યુ, જાન્હવી કપૂર એકટિંગ અને સુંદરતાથી દિલ જીત્યા, સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે અદભુત કેમેસ્ટ્રી

પરમ સુંદરી રીવ્યુ | પરમ સુંદરી ઘણા કારણોસર સમાચારમાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર અભિનીત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ નેટીઝન્સ આ ફિલ્મની તુલના શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ સાથે કરી રહ્યા છે.

પરમ સુંદરી રિવ્યુ | પરમ સુંદરી મૂવી રિલીઝ | સિદ્ધાર્થ મલ્હોત્રા પરમ સુંદરી | પરમ સુંદરી મૂવી રિવ્યૂ
Param Sundari Movie Review

Param Sundari Movie Review | જાન્હવી કપૂર (Janhvi Kapoor) અને સિદ્ધાર્થ મલ્હોત્રા અભિનીત પરમ સુંદરી (Param Sundari) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. તુષાર જલોટા દ્વારા દિગ્દર્શિત અને મેડોક ફિલ્મ્સ બેનર હેઠળ દિનેશ વિજન દ્વારા નિર્મિત આ ફિલ્મ ઉત્તર ભારતીય પંજાબી પુરુષ પરમ (સિદ્ધાર્થ) અને હાફ તમિલ, હાફ મલયાલી સ્ત્રી સુંદરી (જાન્હવી) ની આંતર-સાંસ્કૃતિક લવસ્ટોરી છે.

પરમ સુંદરી એડવાન્સ બુકીંગ (Param Sundari Advance Booking)

ફિલ્મનું એડવાન્સ બુકિંગ 26 ઓગસ્ટ, મંગળવારના રોજ રિલીઝ થવાના ત્રણ દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું. પરમ સુંદરીએ પહેલા 24 કલાકમાં 10,000 થી વધુ ટિકિટો વેચી દીધી હતી. પરમ સુંદરીની શરૂઆત 10 કરોડ રૂપિયાથી થવાનો અંદાજ છે.

પરમ સુંદરી દિગ્દર્શક તુષાર જલોટાની પહેલી થિયેટર રિલીઝ પણ હશે. તેમની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ, દસવી, 2022 માં સીધી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ.

પરમ સુંદરી ઘણા કારણોસર સમાચારમાં છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર અભિનીત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ નેટીઝન્સ આ ફિલ્મની તુલના શાહરૂખ ખાન-દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ સાથે કરી રહ્યા છે.

ફિલ્મમાં જાન્હવી કપૂર પણ તેના મલયાલમ ઉચ્ચારણ માટે ઓનલાઈન ટ્રોલિંગનો ભોગ બની હતી. અભિનેત્રીએ પરમ સુંદરી તરીકેના તેના પાત્રને સ્પષ્ટ કર્યું અને શેર કર્યું કે તે ‘હાફ તમિલ અને હાફ મલયાલી’ છે. તેણે એ પણ ઉલ્લેખ કર્યો કે તે કે તેની સ્વર્ગસ્થ માતા શ્રીદેવી કેરળથી નથી.

જાહ્નવી કપૂરે ET ડિજિટલ સાથેની એક મુલાકાતમાં શેર કર્યું કે, ‘છેવટે, અહીં એક એવી સ્ટોરી હતી જેમાં તે બધું હતું, પણ મને મારા મૂળ તરફ જવાની તક પણ આપી હતી. અલબત્ત, હું મલયાલી નથી, અને મારી માતા પણ નહોતી, પરંતુ મારું પાત્ર ખરેખર અડધી તમિલ અને અડધી મલયાલી છે. મને હંમેશા તે ભૂપ્રદેશ અને તે સંસ્કૃતિમાં ખૂબ રસ રહ્યો છે, અને હું મલયાલમ સિનેમાની પણ મોટી ચાહક છું. તો હા, મને લાગે છે કે તે ખૂબ જ મનોરંજક, રસપ્રદ સ્ટોરી હતી, અને હું ખૂબ ખુશ અને આભારી છું કે હું તેનો ભાગ બની શકી.’

પરમ સુંદરી રીવ્યુ (Param Sundari Review)

રોહિત જેસવાલે જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની જોડીની પ્રશંસા કરીને લખ્યું કે, ‘બન્નેને કેમેસ્ટ્રી નેચરલ લાગે છે, સ્ટોરીમાં હાર્દ છે, સિદ્ધાર્થનું પાત્ર તેના સરળ આકર્ષણથી પ્રભાવિત કરી છે, જયારે જાન્હવી કપૂરનું પાત્ર તેના ભાવાત્મક અને આત્મવિશ્વાસથી ભરેલા અભિનયથી આશ્ચ્ર્યચકિત કરે છે તે મુવીમાં એકદમ સુંદર લાગે છે અને ચોક્કસ લોકોના દિલ જીતી લેશે.

રોહિત જેસવાલે ઉમેર્યું કે, મુવીની મોટી તાકાત તેની સિનેમેટોગ્રાફી, લોકેશન અને મ્યુઝિક છે, જે મુવીને એક નવા રસ્તે લઇ જાય છે, એકંદરે પરમ સુંદરી એક સિનેમેટિક સફર છે. ફિલ્મ વિવેચક રોહિત જેસવાલે આ મુવીને 3.5 સ્ટાર આપ્યા છે.
ફેમસ ફિલ્મ વિવેચક તતરણ આદર્શે જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની મુવી પરમ સુંદરીને 5 માંથી 3.5 સ્ટાર આપ્યા છે અને તેને એક શાનદાર મુવી ગણાવી છે, આ એક ફીલ ગુડ મુવી છે. બન્ને એક્ટરની કેમેસ્ટ્રી અને મ્યુઝિક મૂવીની મોટી તાકાત છે.

Web Title: Janhvi and sidharth movie param sundari review in gujarati sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×