scorecardresearch
Premium

Hina Khan Griha Lakshmi | ‘નોકરાણી નહિ, રાણી છું હું !’ હિના ખાન એકશન વેબ સિરીઝ ગૃહ લક્ષ્મી માં જોવા મળશે, જુઓ ટ્રેલર

Hina Khan Griha Lakshmi | ગૃહ લક્ષ્મી માં હિના ખાન ઉપરાંત ઘણા દિગ્ગજ કલાકારો સામેલ છે. આગામી ક્રાઈમ થ્રિલર શ્રેણીમાં ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝમાં હિના ખાનનું એક અલગ જ રૂપ જોવા મળશે.

Hina Khan Griha Lakshmi web series
'નોકરાણી નહિ, રાણી છું હું !' હિના ખાન એકશન વેબ સિરીઝ ગૃહ લક્ષ્મી માં જોવા મળશે, જુઓ ટ્રેલર

Hina Khan Griha Lakshmi | પ્રખ્યાત ટીવી અભિનેત્રી હિના ખાન (Hina Khan) સ્તન કેન્સર (Breast Cancer) સામે ઝઝૂમી રહી છે. તે ખૂબ જ હિંમત સાથે ત્રીજા સ્ટેજના કેન્સર સામેની લડાઈ બહાદુરીથી લડી રહી છે. આ ગંભીર બીમારી સામે લડવા છતાં અભિનેત્રીએ કામ કરવાનું બંધ કર્યું નથી. તેના ચાહકો માટે સારા સમાચાર છે. અભિનેત્રીની આગામી વેબ સિરીઝ ‘ગૃહ લક્ષ્મી’ ટ્રેલર (Griha Lakshmi Trailer) રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં, અભિનેત્રી વાસ્તવિક જીવનની જેમ જ એક બહાદુર મહિલાનું પાત્ર ભજવતી જોવા મળે છે. તે પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળી રહી છે.

ગૃહ લક્ષ્મી ટ્રેલર (Griha Lakshmi Trailer)

ગૃહ લક્ષ્મી’ના એક મિનિટ 18 સેકન્ડના ટ્રેલરમાં હિના ખાન એક્શન મોડમાં જોવા મળી હતી. ટ્રેલર જોઈને લાગે છે કે આ હિનાના પાત્ર માટે બદલાની વાર્તા છે. ટ્રેલરમાં અભિનેત્રી કહી રહી છે કે, ‘જ્યારે કોઈ મહિલા બદલો લેવા નીકળે છે ત્યારે તે બધું બરબાદ કરી દે છે.’ ટ્રેલરમાં નોકરાણી બનવાથી લઈને રાણી બનવા સુધીની તેની ભયાનક સફર બતાવવામાં આવી છે. તેના દુશ્મનોને ઉગ્રતાથી પરાજિત કર્યા પછી, હિનાનું પાત્ર બૂમો પાડતું જોવા મળે છે, “હું નોકરાણી નથી, હું રાણી છું!”

https://www.instagram.com/p/DEkI2PohQJk/

આ પણ વાંચો: ‘ઇમરજન્સી’ની રિલીઝ વચ્ચે કંગનાનો દાવો- ‘ઈન્દિરા ગાંધી પર કોઈ ફિલ્મ બનાવી શક્યુ નથી, એકને કરવી પડી આત્મહત્યા’

ગૃહ લક્ષ્મી રિલીઝ ડેટ (Griha Lakshmi Release Date)

નિર્માતાઓએ વેબ સિરીઝ ના ટ્રેલરની સાથે ‘ગૃહ લક્ષ્મી’ની સ્ટ્રીમિંગ ડેટ પણ જાહેર કરી છે. હિનાની આ રોમાંચક સિરીઝ 16 જાન્યુઆરી, 2025ના રોજ ઓટીટી પ્લેટફોર્મ ‘એપિક ઓન’ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

ગૃહ લક્ષ્મી માં હિના ખાન ઉપરાંત ઘણા દિગ્ગજ કલાકારો સામેલ છે. આગામી ક્રાઈમ થ્રિલર શ્રેણીમાં ચંકી પાંડે, રાહુલ દેવ અને દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝમાં હિના ખાનનું એક અલગ જ રૂપ જોવા મળશે. તે પહેલીવાર સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે. હિનાના ફેન્સ તેને નવા અવતારમાં જોવા આતુર છે.

Web Title: Hina khan griha lakshmi web series trailer release date ott news sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×