Hansika Motwani Birthday : દક્ષિણ ભારતીય સિનેમાની સુપરસ્ટાર અભિનેત્રી હંસિકા મોટવાણી આજે 9 ઓગસ્ટના રોજ પોતાનો 32મો જન્મદિવસ ઉજવી રહી છે. હંસિકા મોટવાણીએ બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટીવી શો ‘શકા લાકા બૂમ બૂમ’ દ્વારા ઘર-ઘરમાં ખ્યાતિ મેળવી હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે હંસિકાનું કામ લોકોને પસંદ આવ્યું હતું પરંતુ તે પછી તે પડદા પરથી ગાયબ થઈ ગઈ હતી.
16 વર્ષની ઉંમરે હંસિકા મોટવાણી પરિપક્વ દેખાતી હતી. આ પાછળનું કારણ તેની માતા દ્વારા આપવામાં આવેલા હોર્મોનલ ઈન્જેક્શન હતા. મીડિયા અહેવાલો અનુસાર, હંસિકાની માતા તેની કારકિર્દીને લઈને ખૂબ જ ગંભીર હતી અને તેણે તેની પુત્રીને હોર્મોન્સનું ઇન્જેક્શન કરાવ્યું જેથી તે હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપકા સુરૂર’માં લીડ એક્ટ્રેસ દ્રારા કમબેક કરી શકે.
આપકા સુરૂર’ પછી હંસિકા ફિલ્મ ‘મની હૈ તો હની હૈ’માં જોવા મળી હતી, જો કે આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. કહેવાય છે કે બીજી તરફ હંસિકાના પિતા આ બધી વાતોથી ગુસ્સે થઈને પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
પોતાની મિત્રના પૂર્વ પતિ સંગ લગ્ન કર્યા બાદ હંસિકા મોટવાણી પર તેના મિત્રનું ઘર તોડવાનો આરોપ છે. આવી સ્થિતિમાં, તેની માતા તેના વિશે લખાયેલા સમાચારને લઈને ખૂબ જ ચિંતિત થઈ રહી હતી. ત્યારે હંસિકાએ કેમેરાની સામે હોર્મોનલ ઈન્જેક્શન વિશે પણ વાત કરી હતી.
હંસિકા મોટવાણીએ કહ્યું કે, સેલિબ્રિટી હોવાનો આ એક મોટો ગેરફાયદો છે. 21 વર્ષની ઉંમરે મારા વિશે ખરાબ વાતો લખવામાં આવી રહી હતી. તમે જાણો છો કે હું શેના વિશે વાત કરી રહ્યી છું… લોકો વિચારતા હતા કે મારી માતાએ મને વૃદ્ધ દેખાવા માટે હોર્મોનના ઇન્જેક્શન આપ્યા છે. આ અંગે હંસિકાની માતાએ આકરું નિવેદન આપ્યું હતું. હંસિકાની માતાએ કહ્યું- જો આ સાચું હોત તો આજે હું સૌથી વધુ પૈસાદાર ટાટા, બિરલા હોત. હું ઉમેરતી હતી કે, મેં મારી દીકરીને આપી છે, તમે પણ આવો અને તમારા હાડકાં મોટા કરો… મને સમજાતું નથી, જેઓ આ બધું લખી રહ્યા છે તેમની પાસે મન નામની વસ્તુ નથી…
આ સાથે હંસિકાની માતાએ કહ્યું હતું કે, અમે પંજાબી લોકો છીએ, અમારા ઘરની છોકરીઓ 12 થી 16 વર્ષની ઉંમરમાં ખૂબ જ ઝડપથી વધે છે. તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર જઈને હંસિકા મોટવાણીના લગ્નનો શો જોઈ શકો છો અને જયપુરમાં તેના શાહી લગ્નનો આનંદ માણી શકો છો.
નોંધનીય છે કે, હંસિકા મોટવાણીએ તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન સાઉથથી લઇને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ સાથે કામ કરી લીધું છે. જેમાં હ્રિતિક રોશન, પુનીત રાજકુમાર, જૂનિયર એનટીઆર, વિજય, સૂર્યા વગેરે સામેલ છે.
હવે વાત કરીએ હંસિકા મોટવાણીની નેટવર્થની તો અભિનેત્રીની સંપત્તિ જાણીને તમે દંગ રહી જશો. હંસિકા મોટવાણીએ ઘણી સંપત્તિ એકત્રિત કરી છે. હંસિકા મોટવાણી વર્ષ 2022ના આંકડા અનુસાર, 37 કરોડની સપંત્તિની માલિકિ ધરાવે છે. સાથે જ અભિનેત્રી પ્રતિ માસ 40 લાખથી વધુ કમાણી કરે છે.
આપને જણાવી દઇએ કે, હંસિકા મોટવાણીનો જન્મ એક સિંધી પરિવારમાં થયો છે, પરંતુ અભિનેત્રી બૌદ્ધ ધર્મના શરણે ગઇ. આ અંગે અભિનેત્રીએ કહ્યું હતુ કે, ચેન્ટ કરવાથી તેને પર્સનલી અને પ્રોફેશનલી ખુબ જ મદદ મળે છે.
આ પણ વાંચો :
હંસિકા મોટવાણી તગડા ફેન ફોલોઇંગ ધરાવે છે. અભિનેત્રીના ઇન્સ્ટાગ્રામ પર 5.9 મિલિયન ફોલોઅર્સ છે. હંસિકા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને તેના ફેન્સ માટે પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.