scorecardresearch
Premium

ગ્રામ ચિકિત્સાલય પંચાયત સિરીઝને આપશે ટક્કર? ગામડાના જીવનની સ્ટોરી આ તારીખે થશે રિલીઝ

ગ્રામ ચિકિત્સાલય (Gram Chikitsalaya) માં અમોલ પરાશર અને વિનય પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તેમની સાથે આકાંક્ષા રંજન કપૂર, આનંદેશ્વર દ્વિવેદી, આકાશ માખીજા અને ગરિમા વિક્રાંત સિંહ જેવા તેજસ્વી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.

Gram Chikitsalaya
ગ્રામ ચિકિત્સાાલય હવે પંચાયત સિરીઝ સામે કરશે ટક્કર? ગામડાના જીવનની સ્ટોરી આ તારીખે થશે રિલીઝ

પ્રાઇમ વિડિયો (Prime Video) એ ઓરીજનલ ડ્રામા સિરીઝ ગ્રામ ચિકિત્સાલય (Gram Chikitsalaya) ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે, આ શ્રેણી 9 મેના રોજ OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થશે. હવે આ રીતે, પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ પંચાયત સાથે સ્પર્ધા કરવા માટે એક નવી વેબ સિરીઝ ગ્રામ ચિકિત્સલય આવી છે. ધ વાયરલ ફીવરના બેનર હેઠળ બનેલી આ મૂળ સિરીઝ દીપક કુમાર મિશ્રા દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે તેની સ્ટોરી વૈભવ સુમન અને શ્રેયા શ્રીવાસ્તવ દ્વારા લખવામાં આવી છે અને રાહુલ પાંડે દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી છે. પાંચ એપિસોડની આ શ્રેણી ડૉ. પ્રભાત, એક મહત્વાકાંક્ષી શહેરી ડૉક્ટરની સફરને અનુસરે છે.

ગ્રામ ચિકિત્સાલય (Gram Chikitsalaya) માં અમોલ પરાશર અને વિનય પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, તેમની સાથે આકાંક્ષા રંજન કપૂર, આનંદેશ્વર દ્વિવેદી, આકાશ માખીજા અને ગરિમા વિક્રાંત સિંહ જેવા તેજસ્વી કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.

ગ્રામ ચિકિત્સાલય (Gram Chikitsalaya)

પ્રાઇમ વિડિયો ઇન્ડિયાના કન્ટેન્ટ લાઇસન્સિંગના ડિરેક્ટર મનીષ મેંઘાણીએ જણાવ્યું હતું કે, “પ્રાઇમ વિડિયોમાં અમારું મિશન ફક્ત મનોરંજન વિશે નથી, અમે એવી સ્ટોરી દ્વારા ભારતની સમૃદ્ધ વિવિધતા દર્શાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે ફક્ત આપણા સ્થાનિક લોકોની ઉજવણી જ નહીં કરે પણ વૈશ્વિક પ્રેક્ષકો સાથે પણ જોડાય છે. ગામડાની હોસ્પિટલ આ અભિગમને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. આ સિરીઝ કુશળતાપૂર્વક કોમેડી અને સામાજિક ટિપ્પણીનું મિશ્રણ કરે છે, જે ગ્રામીણ ભારતના હૃદયમાંય એક આદર્શવાદી યુવાન ડૉક્ટરની સ્ટોરી કહે છે. આ યાત્રા પ્રેક્ષકોને એવા અનુભવમાંથી લઈ જા છે જે સંપૂર્ણપણે ભારતીય છે, છતાં માનવ લાગણીઓ સાથે સાર્વત્રિક રીતે જોડાય છે.’

આ પણ વાંચો: બોલિવૂડ આઈટી ગર્લ ‘રકુલ પ્રીત સિંહ’ કોના જેવી બનવા માંગે છે?

ધ વાયરલ ફીવરના પ્રમુખ વિજય કોશીએ જણાવ્યું હતું કે, “ગ્રામ ચિકિત્સાલય દ્વારા અમે એક એવી સ્ટોરી કહી રહ્યા છીએ જે પ્રેરણાદાયક છે, તે ગ્રામીણ હેલ્થકેરના પડકારો અને સફળતાઓને રમૂજી છતાં ઊંડાણપૂર્વક સંબંધિત રીતે દર્શાવે છે. આ સિરીઝનો મુખ્ય ઉદ્દેશ્ય જુસ્સો, બંધન અને બધી મુશ્કેલીઓ છતાં પરિવર્તન લાવવાના પ્રયાસ વિશે છે. ડૉ. પ્રભાતની યાત્રા દ્વારા, અમે તે સંઘર્ષ બતાવીએ છીએ જ્યાં આદર્શવાદ વાસ્તવિકતા સાથે અથડાય છે. તેઓ ફક્ત રોગો સામે લડી રહ્યા નથી, તેઓ ઘણી જૂની સિસ્ટમો, પૂર્વગ્રહોને પડકારી રહ્યા છે.

Web Title: Gram chikitsalaya release date on amazon prime ott web series sc

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×