Ganpath Trailer : એક્શન અને ડાન્સમાં માહિર એક્ટર ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘ગણપત અ હીરો ઇઝ બોર્ન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કરી દેવાયું છે. એક વખત ફરી ચાહકોને કૃતિ સેનનની સાથે તેમની કેમેસ્ટ્રી જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ નજર આવશે.
ગણપત ટ્રેલરમાં રોમાન્સ અને એક્શનનો જબરદસ્ત ડોઝ જોવા મળી રહ્યો છે. ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘ગણપત’નું ટ્રેલર એક્શનથી ભરપૂર છે. આમાં ટેક્નોલોજીનો ઘણો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં તમે મશીન ગનથી લઈને ઘણી નવી વસ્તુઓ જોઈ શકો છો. તેનો વીડિયો જોયા પછી તમે પણ કહેશો કે તે હોલીવુડ અને સાઉથની ફિલ્મોથી કમ નથી.
‘ગણપત ટ્રેલર’માં ગ્રાફિક્સ અને એક્શનને જોતા એવું લાગે છે કે ફિલ્મ પાછળ પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ટાઈગર પોતાના ટ્રાન્સફોર્મેશન અને એક્શનથી દર્શકોના દિલ જીતી રહ્યો છે. જ્યારે અભિનેત્રી ક્રિતિ સેનન પણ એક્શન અવતારમાં દેખાઈ રહી છે.
આ સિવાય ટાઇગર અને ક્રિતિ વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોરદાર જોવા મળી રહી છે. બંને ફરી એકવાર પોતાની કેમેસ્ટ્રીથી ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. આ સાથે ટ્રેલરમાં અમિતાભ બચ્ચનની ડેશિંગ એન્ટ્રી પણ ચાહકોનું દિલ જીતી રહી છે.
આ પણ વાંચો : Shah Rukh Khan : શાહરૂખ ખાનને અપાઇ Y પ્લસ કેટેગરીની સુરક્ષા, જાણો કારણ
ઉલ્લેખનીય છે કે, ટાઈગર શ્રોફની ‘ગણપત’ પહેલા રણબીર કપૂરની ‘એનિમલ’ અને સલમાન ખાનની ‘ટાઈગર-3’નું ટીઝર રિલીઝ થયો હતો. જેમાં ધમાકેદાર એક્શન જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં હવે ‘ગણપત’ની પણ આ ફિલ્મો સાથે સરખામણી કરવામાં આવી રહી છે કે તે આ ફિલ્મોને જોરદાર ટક્કર આપશે. લોકોની આ મામલે ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે.
તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ સોન્ગ ‘હમ આએ હે’ રિલીઝ કરવામાં આવ્યું, જેને સાંભળ્યા બાદ ચાહકોનો ફિલ્મની રિલીઝ પહેલા ઉત્સાહ વધી ગયો છે. વાસુ ભગનાની, જૈકી ભગનાની, દીપશિખા દેશમુખ અને વિકાસ બહલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ગણપત ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે.
ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની જોડી 9 વર્ષ પછી પડદા પર વાપસી કરી રહી છે. ફિલ્મ ‘ગણપત’ દ્વારા બંને ફરીથી પડદા પર રોમાન્સ કરતા જોવા મળશે. આ પહેલા બંને પહેલીવાર ‘હીરોપંતી’માં જોવા મળ્યા હતા. આ બંને સ્ટાર્સની ડેબ્યૂ ફિલ્મ હતી અને આ ફિલ્મ 2014માં રિલીઝ થઈ હતી. આમાં તેમની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવી હતી.