Gadar 2 Movie Trailer : સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર 2ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ 11મી ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ગીત ખૈરિયત પણ રિલીઝ થયું હતું, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા તેનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ચાહકોએ પસંદ કર્યું હતું. હવે ફિલ્મનાા નિર્માતાઓએ ગદર 2 નું ટ્રેલર રિલીઝ કર દીધું છે. જેમાં ફરી એક વખત તારા સિંહ દમદાર એક્શનમાં જોવા મળ્યો છે. એટલું જ નહીં સની દેઓલના પુત્રએ પણ જોરદાર એક્શનથી લોકોના હોશ ઉડાવી દીધા છે. ગદર 2નું ટ્રેલર રિલિઝ થવાની સાથે જ વાયરલ થયુ છે.
ગદર 2 સ્ટોરી
3 મિનિટ અને 2 સેકન્ડનું ગદર ફિલ્મનું ટ્રેલર તારા સિંહની તેના પુત્ર જીતે અને પત્ની શકીના સાથેની વાતચીતથી શરૂ થાય છે, પરંતુ જ્યારે તેનો પુત્ર જીત પાકિસ્તાન જાય છે ત્યારે તેનો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે. ત્યાં પાકિસ્તાની સેનાનો જનરલ તેને ટોર્ચર કરે છે. તારા સિંહ ફરી એકવાર પોતાના પુત્રને બચાવવા પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનમાં હંગામો મચાવી દે છે. તે પોતાના પરિવાર માટે કોઇને પણ સાથે લડાઇ કરી લે છે. અને અહીંથી જ ફિલ્મની રિયલ સ્ટોરી શરૂ થાય છે…
ગદર મુવીનું ટ્રેલર જોયા પછી ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને લખ્યું, ટ્રેલર જોઇને રૂવાંટા ઉભા થઇ ગયા. જ્યારે અન્ય એક ચાહકે લખ્યું કે, ફિલ્મ તો સુપરહિટ છે. તો અન્ય એક પ્રશંસકે પ્રતિક્રિયામાં લખ્યું કે, ફિલ્મ જોવા માટે આતુર છું. વધુ એક ચાહકે એક્શન સીનના વખાણ કર્યા.
તારા સિંહ અને સકીના ફરી સ્ક્રીન પર ચમકશે
બોલિવૂડ એક્ટર સની દેઓલની બહુચર્ચિત ફિલ્મ ગદર એક પ્રેમ કથા 15 જૂન 2001ના રોજ રિલીઝ થઇ હતી. ફિલ્મની સ્ટોરી, ઉત્કૃષ્ઠ અભિનય અને શાનદાર એક્શન સીનના કારણે આ ફિલ્મ છવાઇ ગઈ હતી. તેણે કમાણીના મામલે કેટલાક રેકોર્ડ તોડ્યા હતા. ત્યારે 22 વર્ષ બાદ આ ફિલ્મ એક વાર ફરી થિયેટરોમાં ચમકશે. ખાસ વાત એ છે કે, આ વખતે પણ તારા સિંહ અને સકીનાની ભૂમિકા સની દેઓલ અને અમિષા પટેલ જ ભજવી રહ્યા છે. મહત્વનું છે કે, થોડા સમય પહેલા ઝી સ્ટુડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ગદર 2 ભારત-પાકિસ્તાનના એન્ગલને આગળ વધારશે
ફિલ્મ ગદર 2 ભારત-પાકિસ્તાનના એન્ગલને આગળ વધારશે અને સિક્વલ તારા સિંહ અને તેના પરિવારની સુરક્ષાની આસપાસ ફરશે. ફિલ્મમાં તેમના પુત્રનો રોલ કરી રહેલા બાળ કલાકાર ઉત્કર્ષ શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં સની દેઓલ અને અમીષા પટેલ સિવાય અમરીશ પુરી પણ છે. તો બીજી તરફ આ ફિલ્મનું નિર્દેશન અનિલ શર્માએ કર્યું છે. જ્યારે ફિલ્મ ‘ગદર 2’ 11 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ 22 વર્ષોમાં, ફિલ્મના પહેલા ભાગમાં દેખાતા ઘણા સ્ટાર્સનું અવસાન થયું છે, તો તમને ફિલ્મના બીજા ભાગમાં કેટલાક નવા ચહેરાઓ જોવા મળશે.
 
						 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													 
								
													