scorecardresearch
Premium

Bigg Boss 18: લોરેન્સ બિશ્નોઈની ધમકીઓથી નથી ડર્યો સલમાન ખાન, ‘બિગ બોસ 18’ના સેટ પર પહોંચ્યો અભિનેતા

ગત ઘણા સમયથી એવી ખબરો આવી રહી હતી કે, સલમાન ખાન ‘બિગ બોસ 18’ વિકેન્ડ કા વાર શૂટ નહીં કરે. પરંતુ હવે બિગ બોસના ફેન પેજ બિગ બોસ કી ખબર તક અનુસાર, અભિનેતા વિકેન્ડ કા વાર શૂટ કરવા માટે બિગ બોસ 18ના સેટ પર પહોંચી ગયો છે.

Salman Khan, Salman Khan Lawrence Bishnoi, Lawrence Bishnoi,
સલમાન ખાનની સાથે તેની પર્સનલ સિક્યોરિટી અને Y+ સિક્યોરિટીના લોકો હાજર રહેશે. (Photo Credit: Jio Cinema Instagram)

Salman Khan News: એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદથી જ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન ચર્ચામાં બનેલો છે. હવે બાબાની હત્યાના 6 દિવસ બાદ અભિનેતાને ફરીથી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેસેજ મોકલનાર વ્યક્તિ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો માણસ ગણાવી રહ્યો છે. જોકે સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે દબંગ ખાને પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટને પૂર્ણ કરવાનો ફેંસલો કર્યો છે.

ખરેખરમાં ગત ઘણા સમયથી એવી ખબરો આવી રહી હતી કે, સલમાન ખાન ‘બિગ બોસ 18’ વિકેન્ડ કા વાર શૂટ નહીં કરે. પરંતુ હવે બિગ બોસના ફેન પેજ બિગ બોસ કી ખબર તક અનુસાર, અભિનેતા વિકેન્ડ કા વાર શૂટ કરવા માટે બિગ બોસ 18ના સેટ પર પહોંચી ગયો છે.

આવી રીતે શૂટ થશે વિકેન્ડ કા વાર

તમને જણાવી દઈએ કે, સલમાન ખાન આ શૂટ સખત સુરક્ષા વ્યવસ્થા સાથે કરશે. આજતકની ખબર અનુસાર અભિનેતા ગત રાત્રે ટાઈડ સુરક્ષા વચ્ચે સેટ પર પહોંચ્યો હતો. જ્યાં સેટ પર તેના માટે કમ્પાઉન્ડ બનાવવામાં આવેલા છે અને તેમાં જ તેને રહેવાનું રહેશે. તેનું શૂટિંગ શુક્રવારે શરૂ થશે અને સિકન્દરની ટીમે પ્રોડક્શન અને ચેનલની સાથે બધુ જ કોર્ડિનેચ કર્યું છે જેથી કરીને બધુ યોગ્ય રીતે ચાલે.

આ પણ વાંચો: તમન્ના ભાટિયા માટે રાત બહુ ભારે રહી, ED એ 8 કલાક પૂછપરછ કરી

બહારના લોકોને અંદર આવવાની પરમિશન નહીં

માત્ર આટલું જ નહીં સલમાન ખાનની સાથે તેની પર્સનલ સિક્યોરિટી અને Y+ સિક્યોરિટીના લોકો હાજર રહેશે. આવામાં તેની આસપાસ લગભગ 60થી વધુ લોકો રહેશે. અહીંયા સુધી કે સલમાનના કમ્પાઉન્ડમાં કોઈ બહારના વ્યક્તિને આવવાની પરમિશન નહીં હોય.

લોકોએ સલમાન ખાનના કર્યા વખાણ

આ ખબર જાણ્યા બાદ સલમાન ખાનના ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે કે, સલમાન ખાનના સેટ પર આવ્યા બાદથી જ વીકએન્ડ કા વારને લઈ આશાઓ વધી ગઈ છે. બીજા યુઝરે લખ્યું કે, સલમાન સેટ પર પરત આવી રહ્યા છે.

શો માં સ્પર્ધકોનો ક્લાસ લેશે અભિનેતા

વીકેન્ડ કા વાર માં આવતાની સાથે જ સલમાન ખાન શો માં હાજર સ્પર્ધકોનો ક્લાસ લેતો નજર આવશે. આવમાં કેટલાક લોકોનું માનવું છે કે એક્ટર અવિનાશને સપોર્ટ કરી શકે છે, ત્યાં જ અન્ય કન્ટેસ્ટન્ટને પણ સમજાવતા જોવા મળી શકે છે.

Web Title: Even after the threat of bishnoi gang salman khan reached the shooting sets rp

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×