scorecardresearch
Premium

Dunki Review : શાહરૂખ ખાનની શાનદાર એક્ટિંગ છતાં હિરાણીની એવરેજ ફિલ્મ ડંકી!

Dunki Review : શાહરૂખ ખાનએ આ વર્ષે પઠાણ અને જવાન જેવી સુપરહિટ ફિલ્મો આપીને સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. હવે તે ત્રીજી ફિલ્મ ‘ડંકી’ના માધ્યમથી ફરી મનોરંજનનો ધમાકો કરશે. ડંકી આજે 21 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. સૌકોઇના મનમાં એક જ પ્રશ્ન છે કે ડંકી મનોરંજનનો ડંખ છે કે કંટાળો? આ અહેવાલમાં વાંચો ડંકીનો રિવ્યૂ.

Dunki | Dunki Box OFfice Collection Day 6 | Dunki Collection | Shah Rukh Khan
શાહરૂખ ખાનની ડંકીએ છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Dunki Movie : કિંગ ખાન આ વર્ષે ફૂલ ફોર્મમાં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનએ આ વર્ષે પઠાણ અને જવાન જેવી સુપરહિટ ફિલ્મો આપીને સિનેમાઘરોમાં ધૂમ મચાવી હતી. હવે તે ત્રીજી ફિલ્મ ‘ડંકી’ના માધ્યમથી ફરી મનોરંજનનો ધમાકો કરશે. ડંકી આજે 21 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઇ ગઇ છે. સુધાશું મિશ્રાએ આ ફિલ્મને મા્ર 2.5 રેટિંગ આપ્યાં છે.

ડંકીના ડાયરેક્ટર રાજ કુમાર હિરાણી છે, જેનો સકસેસ રેટ 100 ટકા છે. તેમજ તેની ફિલ્મોની દિવાનગી ફેમિલી ઓડિયન્સમાં અલગ જ જોવા મળે છે. હવે શાહરૂખ ખાનના ચાર્મ અને માસ્ટર સ્ટોરી ટેલર ડંકીની પેશકશ કરી છે. સૌકોઇના મનમાં એક જ પ્રશ્ન છે કે ડંકી મનોરંજનનો ડંખ છે કે કંટાળો?

જ્યારે હિરાણીએ ફિલ્મની જાહેરાત કરી ત્યારે સૌથી વધુ ચર્ચા એ થઇ હતી કે ‘ડંકી’ શું છે? સામાન્યપણે આપણે ઓછા મગજવાળા વ્યક્તિ માટે આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પણ રાજકુમાર હિરાણી આપણને ‘ડંકી’ દ્વારા એક અલગ માર્ગ પર લઈ જાય છે.

હકીકતમાં’ડિંકી’ નો અર્થ ગેરકાયદેસર માર્ગ, એક એવો માર્ગ જેના દ્વારા તમે એક દેશથી બીજા દેશ તો જાએ છો, પરંતુ તમારો જીવ જોખમમાં રહેશે. ત્યાં ગોળીબાર પણ થશે, જેલ પણ જવું પડી શકે છે અને મોતની તલવાર પણ તમારા પર લટકતી રહેશે. કારણ કે તમારી પાસે વિઝા નહીં હોય, પાસપોર્ટ નહીં હોય માત્ર વિદેશ જવાની પ્રબળ ઈચ્છા હશે. ટૂંકમાં ડંકી વિદેશ જવાનું ભૂત ચડ્યું હોય તેની કહાણી દર્શાવે છે.

બીજી તરફ ‘ડંકી’ પંજાબના ટ્રેન્ડને સંપૂર્ણ રીતે એક્સપ્લોર કરે છે, જ્યાં દરેક યુવક વિદેશ ભાગી જવા માંગે છે. તેનું લક્ષ્ય કાં તો કેનેડા અથવા લંડન જવાનું છે. હવે આ વાર્તાના પાંચ મુખ્ય પાત્રો છે – હાર્ડી (શાહરુખ ખાન), મન્નુ (તાપસી પન્નુ), બલ્લી (અનિલ ગ્રોવર), બગ્ગુ (વિક્રમ કોચર) અને સુખી (વિકી કૌશલ). આમાંથી ચાર પાત્રો મન્નુ, બલ્લી, બગ્ગુ અને સુખીનું એક જ સપનું છે – લંડન જવાનું. આ બધાની પોતપોતાની મજબૂરીઓ હોય છે, કોઈને પોતાનો પ્રેમ શોધવાનો હોય છે, કોઈને પોતાના પરિવારને સુરક્ષિત ભવિષ્ય પૂરું પાડવાનું હોય છે તો કેટલાકને માત્ર સારા જીવનની આશા હોય છે. જ્યારે હાર્ડી એક આર્મી મેન છે, જે મન્નુના પ્રેમમાં પાગલ છે, તેથી તેનું સપનું પૂરું કરવા માટે તે પોતે ‘ડંકી’ પ્રવાસ પર જવા માટે તૈયાર થઈ જાય છે. આ બધા સપનાના માર્ગમાં સૌથી મોટો અવરોધ અંગ્રેજી છે, તેથી એક શિક્ષકનું પાત્ર પણ બનાવવામાં આવ્યું છે, તેનું નામ છે ગુલાટી (બોમન ઈરાની). હવે આ સફર કેવી રીતે નક્કી થાય છે, કયા પડકારોનો સામનો કરવો પડે છે, શું તેઓ ક્યારેય પોતાના દેશમાં પાછા ફરે છે કે નહીં, આ ‘ડંકી’ની કહાણી છે.

રાજકુમાર હિરાણીના દિગ્દર્શનની એક મોટી ખાસિયત છે. તેઓ કોમેડી અને ઇમોશન્સને એકસાથે કેવી રીતે સંતુલિત કરવું ખુબ જ સારી રીતે જાણે છે. જો તમે તેની કોઈપણ ફિલ્મ જોશો, તો તમને ચોક્કસપણે યોગ્ય સંતુલન મળશે, પછી તે 3 ઈડિયટ્સ હોય કે રણબીર કપૂરની સંજુ. હવે આ જ કોમ્બો હિરાણીની નવી ફિલ્મ ‘ડંકી’માં જોવા મળ્યો છે. ફર્ક એ છે કે આ વખતે કોમેડી થોડી ફીકી લાગી રહી છે, પરંતુ ભાવનાત્મક દ્રશ્યો જોરદાર રહ્યા છે. ડંકીનું પ્રદર્શન એવરેજ છે.

‘ડંકી’નો પહેલો ભાગ સંપૂર્ણપણે પાત્રોને સેટ કરવા માટે સમર્પિત છે. આખી ફિલ્મમાં બતાવવામાં આવેલી મોટાભાગની કોમેડી ફર્સ્ટ હાફમાં જ રાખવામાં આવી છે. ડંકીમાં તમને ઘણા જોક્સ રિપીટ લાગશે. જે પૈકી કેટલાક એવા હશે જે તમને હિરાનીની જૂની ફિલ્મો પીકે અથવા 3 ઈડિયટ્સની યાદ અપાવશે. એક તરફ પીકેનો જેલ સીન છે, જ્યાં આમિર ‘અચ્છા-અચ્છા’ કહેતો રહે છે, તો બીજી તરફ 3 ઈડિયટ્સમાં જ્યારે મશીનની વ્યાખ્યા સરળ ભાષામાં સમજાવવામાં આવી છે, ત્યારે પણ આવા જ દ્રશ્યો બતાવવામાં આવ્યાં હતા.

‘ડંકી’નો સેકન્ડ હાફ ખુબ જ ઈમોશનલ છે, એવું કહી શકાય કે હિરાણી જે મેસેજ આપવા માંગે છે તેની રૂપરેખા પોસ્ટ ઈન્ટરવલ નક્કી કરે છે. સેકન્ડ હાફમાં એવા કેટલાક દ્રશ્યો છે જે બહાર આવે છે, કોર્ટમાં શાહરૂખનું રડવું, ઇમિગ્રન્ટ્સની પીડાને યોગ્ય રીતે વર્ણવે છે, તે ભાગ ચોક્કસપણે હૃદયને સ્પર્શે છે. પરંતુ બાકીની ફિલ્મ સામાન્ય લાગે છે. હિરાણીની ફિલ્મનું એક પાસું ચોક્કસપણે ઉત્તમ છે, અને તે છે ફિલ્મનું કાસ્ટિંગ. શાહરૂખ ખાને ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે પોતાની જાતને કોઈપણ પાત્રમાં અનુકૂળ કરી શકે છે. શરૂઆતમાં, તેનો અવાજ થોડો વિચિત્ર લાગે છે, પરંતુ જ્યારે તે પાત્ર તમારી પકડમાં આવે છે, ત્યારે તમે તેની સાથે વહેવા માંડો છો.

આ પણ વાંચો : Dunki Vs Salaar : શાહરૂખ ખાન અને પ્રભાસમાંથી કોણ સૌંથી મોંઘો સ્ટાર છે? જાણો સિતારાઓએ કેટલી ફી લીધી?

આ ફિલ્મમાં તાપસી પન્નુ મજબૂત પાત્ર નિભાવી રહી છે. પંજાબની દેશી કુડીનો સંપૂર્ણ વાઇબ તેના પાત્રમાં સ્પષ્ટ દેખાય છે. સારી વાત એ છે કે રિયલ લાઈફમાં તાપસી અને શાહરૂખ વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે, પરંતુ જો સ્ક્રીન પર સ્ક્રીન પર તે લાગતુ નથી. તેનો શ્રેય અભિનેતાની સાથે નિર્માતાઓને પણ આપવી પડશે. આ સાથે વિક્રમ કોચર અને અનિલ ગ્રોવરનું કામ પણ સારું કહી શકાય. તો વિકી કૌશલ અને બોમન ઈરાની પણ સ્પેશિયલ અપિયરન્સમાં પોતાની છાપ છોડવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યા છે. વિકીની એક્ટિંગને 100માંથી 100 માર્ક્સ છે.

શાહરૂખની એક્ટિંગ ચોક્કસ નવી ઊંચાઈએ પહોંચી ગઈ છે, પરંતુ રાજકુમાર હિરાણીના ડિરેક્શનની દૃષ્ટિએ એ સરેરાશ પેશકશ છે જેને ‘માસ્ટર સ્ટોરી ટેલર’ની કૅટેગરીમાં ન રાખી શકાય.

Web Title: Dunki review shah rukh khan taapse pannu vikcy kaushal rajkumar hirani js import mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×