Lutt Putt Song : શાહરુખ ખાન (Shah Rukh Khan) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડંકી’ને લઇને હાલમાં ફેન્સમાં ભારે ઉત્સાહ છે. મહિનાની શરૂઆતમાં શાહરુખના જન્મદિવસે ડંકી ડ્રોપ 1 સામે આવ્યો હતુ. હવે ‘લૂટ પુટ ગયા’ ગીત રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
‘લૂટ પુટ ગયા’ ગીતમાં શાહરૂખ ખાનની રોમેન્ટિક સ્ટાઈલ સ્પષ્ટ જોવા મળે છે. તેમાં હાર્દિક અને મનુની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ડેંકી’નું આ ગીત પ્રિતમે કમ્પોઝ કર્યું છે અને પીઢ ગાયક અરિજિત સિંહે ગીતને પોતાનો સૂર આપીને જાન ફૂંકી છે. તો ગીતના બોલ સ્વાનંદ કિરકિરે અને આઈપી સિંહે લખ્યા છે. ‘લૂટ પુટ ગયા’ ગીતમાં શાહરૂખ અને તાપસીના ડાન્સ મૂવ્સ પ્રખ્યાત કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યા છે.
ફિલ્મ ‘ડિંકી’ ચાર મિત્રોની કહાની પર આધારિત છે, જેનું સપનું ગમે તે સ્થિતિમાં વિદેશ પહોંચવાનું છે. આ એક હૃદયસ્પર્શી વાર્તા છે, જે તેમના સપનાને સાકાર કરવા માટે મુશ્કેલ પરંતુ જીવન બદલી નાંખે તે સફરને દર્શાવે છે. મહત્વનું છે કે વાસ્તવિક જીવનમાંથી પ્રેરણા લઈને, ‘ડિંકી’ એ પ્રેમ અને મિત્રતાની ગાથા છે, જે વિવિધ વાર્તાઓને એક સાથે જોડે છે.
શાહરૂખ ખાન અને તાપસી પન્નુ સ્ટારર ડંકીમાં પીઢ કલાકારો જોવા મળશે. આ ફિલ્મમાં બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર જેવા કલાકારો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. Jio સ્ટુડિયો, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને રાજકુમાર હિરાણી ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્માણ રાજકુમાર હિરાણી અને ગૌરી ખાન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. ‘ડંકી’ની કહાની અભિજાત જોશી, રાજકુમાર હિરાણી અને કનિકા ઢિલ્લોને લખી છે.
આ પણ વાંચો : કાર્તિક આર્યનના બર્થડે પર કરણ જોહરે ગિફ્ટ આપી, શું તેમની વચ્ચેના વિવાદનો અંત?
‘ડંકી’ 22 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની આ ત્રીજી મોટી ફિલ્મ બનવા જઈ રહી છે. આ પહેલા તે ‘પઠાણ’ અને ‘જવાન’માં જોવા મળી ચૂક્યો છે. બંને ફિલ્મોએ રેકોર્ડબ્રેક કમાણી કરી હતી અને સુપરહિટ રહી હતી. શાહરૂખ ખાને આ વર્ષની શરૂઆતમાં ‘પઠાણ’ સાથે ચાર વર્ષ પછી મોટા પડદા પર પુનરાગમન કર્યું હતું, ખૂબ જ જબરદસ્ત હતું.