scorecardresearch
Premium

Dunki Box Office Collection Day 3 : શાહરૂખ ખાનની ડંકીને બોક્સ ઓફિસ પર બંપર ઉછાળ, ત્રીજા દિવસે કરી છપ્પરફાડ કમાણી

Dunki Box Office Collection Day 3 : આ વર્ષ શાહરૂખ ખાન માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. પહેલા તેની ફિલ્મ ‘પઠાણ’ અને પછી ‘જવાન’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. બંને ફિલ્મો આ વર્ષની સુપરહિટ ફિલ્મો હતી અને હવે ચાહકો ‘ડંકી’ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખી રહ્યા હતા. ત્યારે કિંગ ખાનની ડંકીએ ત્રીજા દિવસે બોક્સ…

Dunki Box Office Collection Day 4 | Dunki Box Office Collection | Shah rukh khan | Vikcy Kaushal
શાહરૂખ ખાનની ડંકીએ ચોથા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી

Dunki Box Office Collection Day 3 : શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ સ્ટારર ડંકી રિલીઝ થયાને 3 દિવસ થઇ ગયા છે. આ ફિલ્મ બે દિવસમાં વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરવામાં સફળ રહી છે. આવી સ્થિતિમાં હવે ‘ડંકી’નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવી ગયું છે. ટ્રેડ અહેવાલ અનુસાર, ‘ડંકી’ના દિવસના કલેક્શનમાં સારો ઉછાળો નોંધાયો છે.

સેકનિલ્કના પ્રારંભિક રિપોર્ટ પ્રમાણે, ડંકીએ ત્રીજા દિવસે એટલે કે શનિવારે લગભગ 25.5 કરોડ રૂપિયાનો બોક્સ ઓફિસ પર વેપાર કર્યો હતો. આ સાથે ડંકીનું ભારતમાં કુલ કલેક્શન ત્રણ દિવસમાં 74.82 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. મહત્વનું છે કે, ડંકી માત્ર 85 કરોડ રૂપિયાના બહુ ઓછા બજેટમાં બનેલી છે. જેમાં પબ્લીસિટી અને પ્રિંટના રૂપિયા જોડવામાં આવે તો 120 કરોડ રૂપિયા સુધી આંકડો પહોંચે છે.

નિર્માતાઓને ક્રિસમસ વીકએન્ડ પર ‘ડંકી’ના કલેક્શનમાં મોટો ઉછાળો આવવાની આશા છે. અનુમાનિત અહેવાલો અનુસાર, ‘ડંકી’ રવિવારે 30 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો આ આંકડો સાચો નીકળશેતો ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે. આ પછી ફિલ્મ સોમવારે ક્રિસમસની રજાઓનો લાભ લેશે. જોકે, આ ફિલ્મે વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.

200 કરોડના ક્લબમાં સામેલ થવા માટે, ડંકી’ને મંગળવારથી શુક્રવાર સુધીના તેના કલેક્શનમાં ઝડપ વધારવાની જરૂર છે. ફિલ્મના આંકડાઓની ખરી કસોટી મંગળવારે ફિલ્મ ડબલ ડિજિટમાં ઓપનિંગ સાથે શરૂ થશે. જો કે આ ફિલ્મ એક ભાષામાં રિલીઝ થઈ છે, પરંતુ આ ફિલ્મ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ને ટક્કર આપી રહી છે.

આ પણ વાંચો : Vivek Bindra: મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રા વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાયો, જાણો શું છે મામલો

શાહરૂખ ખાનની ડંકીના પહેલા બે દિવસની કમાણીના આંકડાની વાત કરીએ તો ફિલ્મે ઓપનિંગ ડેના 29.2 કરોડ રૂપિયા જ્યારે બીજા દિવસે શુક્રવારે 20.12 કરોડનો બિઝનેસ કર્યો હતો. બીજી બાજુ પ્રભાસની સાલાર ડંકી કરતા વધુ કમાણી કરી રહી છે. સાલાર 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. ત્યારે ફિલ્મ 145 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે.

Web Title: Dunki box office collection day 3 review shah rukh khan vicky kaushal js import mb

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×