Pahalgam Attack | ટેલિવિઝન સ્ટાર દીપિકા કક્કર (Dipika Kakar) અને શોએબ ઇબ્રાહિમ તેમના પુત્ર રૂહાન સાથે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં વેકેશન માણી રહ્યા હતા, તેના થોડા કલાકો પહેલા જ એક ઘાતક આતંકવાદી હુમલામાં એક ડઝનથી વધુ પ્રવાસીઓના મોત થયા હતા. શોએબે સોશિયલ મીડિયા પર તેમના ચાહકોને ખાતરી આપી હતી કે તેઓ સુરક્ષિત છે, અને ઘટના બન્યાના થોડા કલાકો પહેલા જ કાશ્મીરથી પાછા ફર્યા છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમના ઘણા ચાહકોએ તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હુમલાના સમાચાર આવતાજ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેમની સલામતી વિશે પૂછપરછ કરી, કારણ કે તેઓ તાજેતરમાં જ પર્યટન સ્થળના ફોટા પોસ્ટ કરી રહ્યા હતા.
દીપિકા કક્કરે પહેલગામ એટેક વિશે અપડેટ આપી
આતંકવાદી હુમલાના બે દિવસ પહેલા દીપિકાએ પહેલગામમાં ફરતો પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. કૂપે લોકપ્રિય સ્થળના ઘણા વધુ ફોટા અને વીડિયો શેર કર્યા હતા, કેટલાક દ્રશ્યોમાં રૂહાન પણ હતો. મંગળવારે સાંજે, શોએબે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું કે તેઓ સુરક્ષિત છે અને કાશ્મીર છોડીને નીકળી ગયા છે. ‘નમસ્તે મિત્રો, તમે બધા અમારા સુખાકારી માટે ચિંતિત છો… હમ સબ સેફ હૈ થીક હૈ, આજ હી મોર્નિંગ મેં વી લીફ્ટ કાશ્મીર… (આપણે બધા સુરક્ષિત છીએ, આજે સવારે અમે કાશ્મીર છોડીને ગયા), અને અમે સુરક્ષિત રીતે દિલ્હી પહોંચી ગયા … બધી ચિંતા બદલ આભાર.. નવો વ્લોગ ટૂંક સમયમાં આવી રહ્યો છે.’
પહેલગામ અટેક (Pahalgam Attack)
પહેલગામ નજીક એક આતંકવાદી હુમલો થયો હતો અને ઓછામાં ઓછા 26 લોકો, જેમાં મોટાભાગના નાગરિકો હતા, ગોળીબારમાં માર્યા ગયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ 2018 માં લગ્નના બંધનમાં બંધાયા હતા, અને આ દંપતીને રૂહાન નામનો 2 વર્ષનો પુત્ર છે.