Dharmendra Birthday : બોલિવૂડનો હીમેન ધર્મેન્દ્ર એક એવા અભિનેતા જેણે તેના દમદાર અભિનયથી લોકોના દિલો પર રાજ જમાવ્યું હતું. તેઓએ લગભગ તમામ પ્રકારના પાત્રો ભજવ્યા. એક્શન હીરોથી લઇને કોમેડિયન હીરો અને પછી લવર બોય સુધીની દરેક ભૂમિકા ભજવનાર એક્ટર ધર્મેન્દ્ર (Dharmendra Birthday) આવતી કાલે 8 ડિસેમ્બરે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરશે. ધર્મેન્દ્રના બર્થડે પર એવી રોમાચિંત વાત આ અહેવાલમાં જે કદાચ તમે નહીં જાણતા હોય.
ધર્મેન્દ્રએ 63 વર્ષ પહેલા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે છેલ્લા 6 દાયકાથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે અને હજુ પણ ફિલ્મોમાં ખૂબ જ સક્રિય છે. ધર્મેન્દ્ર છેલ્લે તાજેતરમાં રિલીઝ થયેલી કરણ જોહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળ્યો હતો.
એકવાર ‘ડાન્સ દીવાને 3’ શોમાં અભિનેતાએ કહ્યું હતું કે, તેને પહેલી ફિલ્મ સાઈન કરવા માટે માત્ર 51 રૂપિયા મળ્યા હતા. જે દિવસે ધર્મેન્દ્ર ફિલ્મ સાઈન કરવા ગયા ત્યારે ત્રણેય મળીને તેને 17-17 રૂપિયા આપ્યા. આ રીતે, ધર્મેન્દ્રની પ્રથમ સાઇનિંગ રકમ 51 રૂપિયા હતી.
ધર્મેન્દ્રએ પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેણે અત્યાર સુધીમાં 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ દરમિયાન તેણે માત્ર પ્રસિદ્ધિ જ નહીં પરંતુ અઢળક સંપત્તિ પણ બનાવી છે. ધર્મેન્દ્રની કુલ સંપત્તિ 450 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
1960માં આવેલી ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી અભિનયની શરૂઆત કર્યા બાદ ધર્મેન્દ્રએ લગભગ ત્રણ દાયકા સુધી સિને જગત પર પ્રભુત્વ જમાવ્યું હતું. ધર્મેન્દ્રને ફિલ્મ જગતમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
ધર્મેન્દ્રનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે, તેણે ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ બદલી નાખ્યું હતું.ધર્મેન્દ્રના પ્રથમ લગ્ન પ્રકાશ કૌર સાથે થયા હતા જ્યારે તેઓ માત્ર 19 વર્ષના હતા.
1970ના દાયકામાં ધર્મેન્દ્રનું દિલ હેમા માલિની પર આવી ગયું હતું. હેમા પણ ધરમજીને પ્રેમ કરતી હતી પરંતુ તેઓ પહેલેથી જ પરિણીત હતા, તેથી તેમણે તેમનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો.
ટાઈમ્સ મેગેઝીને તેને વિશ્વના 10 સૌથી સુંદર કલાકારોમાં સ્થાન આપ્યું છે. પ્રખ્યાત અભિનેત્રી જયા બચ્ચન તેની સુંદરતાથી પ્રભાવિત થઈને તેને ગ્રીક ભગવાન માને છે. અભિનેતા દિલીપ કુમારે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે આગામી જીવનમાં ધર્મેન્દ્ર જેવો વ્યક્તિ બનવા માંગે છે.
હેમા માલિની એક્ટર જીતેન્દ્ર સાથે લગ્ન કરવા જઈ રહી હતી પરંતુ ધર્મેન્દ્રએ તેમને તેમના સંબંધો વિશે વધુ એક વખત વિચારવા કહ્યું. સમાચાર મુજબ જ્યારે ધર્મેન્દ્રને હેમા અને જીતેન્દ્રના લગ્નના સમાચાર મળ્યા તો તેઓ તરત જ ફ્લાઈટ પકડીને ચેન્નાઈમાં હેમા માલિનીના ઘરે પહોંચ્યા.
ધર્મેન્દ્ર શોલે ફિલ્મમાં ‘ઠાકુર’નું પાત્ર ભજવવા માંગતા હતા પરંતુ તેમણે વીરુનું પાત્ર ભજવ્યું જેથી તેઓ હેમા માલિની સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરી શકે.
ધર્મેન્દ્રની પહેલી પત્ની તેને છૂટાછેડા આપી રહી ન હતી, તેથી ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો અને મુસ્લિમ બની ગયા અને તેનું નામ બદલીને દિલાવર ખાન રાખ્યું જેથી તે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના ફરીથી લગ્ન કરી શકે.
આ પણ વાંચો : બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની એનિમલનો જાદુ ફિક્કો પડ્યો, સેમ બહાદુરે એનિમલને ટક્કર આપી છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન
ધર્મેન્દ્ર 2004થી 2009 સુધી ભારતીય જનતા પાર્ટી તરફથી બીકાનેરના સાંસદ હતા. પરંતુ શોલેમાં ગબ્બર સિંહ જેવા નૈતિક ડાકુને અંકુશમાં રાખનાર ધર્મેન્દ્ર રાજકારણનો હીરો બની શક્યા નહીં. તેમને રાજકારણ પસંદ નહોતું. જ્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન થયા ત્યારે તેમનો મોટો પુત્ર સની દેઓલ 22 વર્ષનો હતો.