દીપિકા પાદુકોણ (Deepika Padukone) હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેણે વર્ષ 2007 ની બ્લોકબસ્ટર ફિલ્મ ઓમ શાંતિ ઓમ મુવીથી શાહરૂખ ખાન સાથે ડેબ્યૂ કર્યું હતું, અને ત્યારથી તેનો કરિયરનો ગ્રાફ દર વર્ષે ફક્ત ઊંચો જતો રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે દીપિકાના સમયમાં એક બીજી એકટ્રેસ પણ સાથે હતી જેણે ઓમ શાંતિ ઓમથી પણ ડેબ્યૂ કર્યું હતું. શું તમે એ એકટ્રેસને ઓળખો છો?
દીપિકા પાદુકોણ અને આ એકટ્રેસ એમ બંનેએ એક જ વર્ષે 2018 માં લગ્ન કર્યા અને તે જ વર્ષે 2024 માં બાળકનું સ્વાગત કર્યું છે. પરંતુ તેઓની પ્રોફેશનલ જર્ની ની વાત કરીયે તો તે થોડું અલગ છે, અહીં જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે યુવિકા ચૌધરી (Yuvika Chaudhary) સિવાય બીજું કોઈ નથી.
દીપિકા પાદુકોણ અને યુવિકા ચૌધરી આલ્બમ સોંગ
યુવિકા ચૌધરી અને દીપિકા પાદુકોણ બંનેવ ઓમ શાંતિ ઓમ મુવી પહેલા હિમેશ રેશમિયાના આલ્બમ સોંગમાં અભિનય કર્યો હતો, તાજેતરના એક ઇન્ટરવ્યુમાં યુવિકાએ તેના અને દીપિકા વચ્ચેના આ વિચિત્ર જોડાણ પર પ્રતિબિંબ પાડ્યો હતો. દીપિકા પાદુકોણ હિટ ટ્રેક “નામ હૈ તેરા” માં જોવા મળી હતી ત્યારે યુવિકાએ “વાદા તૈનુ” માં જોવા મળી હતી.
ઇન્ટરવ્યૂમાં આ ટાઈમલાઈન વિશે વાત કરતાં યુવિકાએ કહ્યું, “મને અમારા જીવનમાં આટલી બધી સમાનતાઓ ધ્યાનમાં આવી નથી. આ તો ભાગ્ય છે. ચોક્કસ કોઈક જોડાણ છે. અમે હિમેશ રેશમિયાના આલ્બમમાં હતા જેમાં તેણી એક ગીતમાં હતી અને હું બીજામાં. તે સમયે અમે સાથે બેસીને રિલેક્સ કરતા હતા.”
દીપિકા પાદુકોણ સાથે કામ કરવાના અનુભવ પર યુવિકા ચૌધરીએ શું કહ્યું?
દીપિકા પાદુકોણ સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં તેણે ઉમેર્યું કે, “તે ખૂબ જ મહેનતુ અને ખૂબ જ સારી છોકરી છે. તે કામ પ્રત્યે ઉત્સાહી છે. તેને ઇન્ટરવ્યુમાં જોઈને સારું લાગે છે અને ક્યારેક જ્યારે લોકો તેને ટ્રોલ કરતા ત્યારે મને ગુસ્સો આવતો.”
યુવિકા ચૌધરી દીપિકા પાદુકોણની 8 કલાક કામ કરવાની માંગને સમર્થન આપે છે કે નહિ?
યુવિકાએ માતૃત્વ પછી 8 કલાકના કામના સીડ્યુઅલ અંગે દીપિકા પાદુકોણ અને ફિલ્મ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે થયેલા મતભેદ અંગે પણ વાત કરી હતી. યુવિકાએ ખુલાસો કર્યો કે તેણે પોતે પણ પોતાના પરિવારને પ્રાથમિકતા આપવા માટે સારા પ્રોજેક્ટ્સનો ઇનકાર કર્યો હતો.
“શૂટિંગ દરમિયાન 18 કલાક પસાર થઈ જાય છે અને પછી તમને તમારું જીવન જીવવાનો સમય મળતો નથી. તે કહે છે, “માતા બનવું સહેલું નથી અને પછી માતા બન્યા પછી કામ કરવું બિલકુલ સહેલું નથી. એકટ્રેસને કામ ગમે છે તેથી જ તે કામ કરવા તૈયાર છે. આટલા વર્ષો સુધી કામ કર્યા બાદ તેને આટલું માન મળવું જોઈએ. તે સાચી છે, તેને તે સમય મળવો જોઈએ. લોકોએ આટલા નિર્દય ન હોવા જોઈએ. આ સફર મુશ્કેલ છે, તેઓએ ટેકો આપવો જોઈએ.”
યુવિકા ચૌધરી મુવીઝ (Yuvika Chaudhary Movies)
ઓમ શાંતિ ઓમમાં ડેબ્યૂ કર્યા બાદ યુવિકાએ સમર 2007, તો બાત પક્કી!, નોટી @ 40, ખાપ, એનિમી અને અન્ય ફિલ્મોમાં કામ કર્યું સી છે, જેમાંથી કોઈએ બોક્સ ઓફિસ પર ખાસ છાપ છોડી ન હતી. તેણે અક્ષય કુમારની મલ્ટી-સ્ટારર ફિલ્મ ધ શૌકીન્સમાં પણ ભૂમિકા ભજવી હતી, પરંતુ તે પણ વ્યાવસાયિક રીતે સફળ થઈ શકી નહીં.
યુવીકાનું ફિલ્મી કારકિર્દી આગળ ન વધતાં યુવિકાએ તેનું ધ્યાન ટેલિવિઝન પર કેન્દ્રિત કર્યું હતું. તેણે ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ, બિગ બોસ 9, એમટીવી સ્પ્લિટ્સવિલા 10 અને નચ બલિયે 9 જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો, જે તેણે તેના પતિ પ્રિન્સ નરુલા સાથે જીત્યા હતા. તે છેલ્લે 2022 ના ટીવી શો સાયબર વારમાં જોવા મળી હતી.
રવિવારે બોક્સ ઓફિસ પર મહાવતાર નરસિમ્હા, કિંગડમ, સન ઓફ સરદાર 2 કે ધડક 2, કઈ મુવી છવાઈ ગઈ?
આ દરમિયાન ઓમ શાંતિ ઓમ બાદ દીપિકાએ રણબીર કપૂર સાથે બચના એ હસીનોમાં અભિનય કર્યો અને ઝડપથી બોલીવુડમાં સૌથી વધુ ડિમાન્ડિંગ આવતી મહિલા સ્ટાર્સમાંની એક બની ગઈ હતી. તેણે અક્ષય કુમાર (ચાંદની ચોક ટુ ચાઇના), સૈફ અલી ખાન (લવ આજ કલ), ફરહાન અખ્તર (કાર્તિક કોલિંગ કાર્તિક) અને ઇરફાન (પીકુ) જેવા મોટા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં પઠાણ, જવાન અને આગામી ધ કિંગમાં પણ કામ કર્યું હતું