Deepika Padukone-Ranveer Singh : ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ના એક દિવસ પહેલા દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા શુક્રવારે તેમના પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. ટૂંક સમયમાં બોલીવુડ કપલ તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે.
દીપિકા પાદુકોણ એક સુંદર ગ્રીન કલરની સિલ્ક સાડીમાં જોવા મળી હતી. તેના પર ગોલ્ડન દોરાનું કામ કરેલું હતું. આ દરમિયાન, રણવીર ઓફ-વ્હાઈટ કુર્તા સેટમાં પત્ની દીપિકા પાદુકોણનો હાથ પકડીને મંદિર સુધી જતા જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણે તેના લુકને કંપ્લીટ કરવા માટે માત્ર એક જોડી ઇયરિંગ્સ પહેરી હતી. તે તેના બેબી બમ્પને તેની સાડીના પલ્લુ પાછળ છુપાવ્યા હતા. દંપતીની મંદિરની મુલાકાતનો વીડિયો વ્યાપકપણે ઓનલાઈન શેર કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Deepika Padukone-Ranveer Singh : કપલના પ્રેગ્નેન્સી ફોટોશૂટએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી
એક વીડિયોમાં કપલ મંદિર તરફ ચાલતા જોઈ શકાય છે. દીપિકા મંદિરની બહાર લોકોને અભિવાદન કરતી જોવા મળી હતી. રણવીર તેની પત્નીની સાથે રહ્યો અને આસપાસના લોકોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારપછી તેણે ધીમે ધીમે દીપિકાને મંદિરની અંદર લઈ જઈને હાથ પકડ્યો હતો.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ મહિને માતા પિતા બની જશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ઉત્સવોમાં હાજરી આપવા જામનગર જવાના થોડા કલાકો પહેલા, આ દંપતીએ 29 ફેબ્રુઆરીએ પ્રથમ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. દંપતીએ, સંયુક્ત ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, એક સુંદર પોસ્ટકાર્ડ શેર કર્યું હતું, જેના પર “સપ્ટેમ્બર” લખેલું હતું, જ્યારે કાર્ડ પર નાના બાળકના એક્સેસરીઝના ડ્રોઇંગ પણ હતા. 2018માં લગ્ન કર્યા બાદ આ કપલનું પહેલું બાળક હશે.
આ પણ વાંચો: Sonakshi Sinha : સોનાક્ષી સિંહા-ઝહીર ઈકબાલ ન્યૂયોર્કમાં ઈન્ડિયા ડે પરેડમાં જોડાયા
દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો તાજેતરમાં નાગ અશ્વિનની સાય-ફાઇ ડ્રામા કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી, જેમાં પ્રભાસ પણ હતો. અભિનેત્રી ટૂંક સમયમાં અજય દેવગણ સ્ટારર સિંઘમ રિટર્ન્સ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના પતિ અને અભિનેતા રણવીર સિંહ પણ જોવા મળશે, જે સિમ્બા તરીકે તેની ભૂમિકા ફરી ભજવશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની છે.