Deepika Padukone Ranveer Singh : દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) બોલિવૂડના મોસ્ટ પાવરકપલમાંથી એક છે. આ કપલને ફેન્સ ખુબ જ પસંદ કરે છે. તેવામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના પ્રશંસકો માટે ખુશખબર છે. દીપિકા અને રણવીર એકસાથે મોટા પડદા પર સાથે જોવા મળશે તેવા સમાચાર સામે આવ્યા છે. કારણ કે બંને આગામી પ્રોજેક્ટ માટે ત્રિશા અને રામ ચરણ (Ram Charan) સાથે જોડાયા છે. આ સમાચાર સંબંધિત રણવીરે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેનાથી ફેન્સ આતુરતાપૂર્વક મોટા ખુલાસા માટે રાહ જોઈ રહ્યા છે.
રણવીર સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં દીપિકા તેના પતિની ગુમ થવાની ફરિયાદ નોંધાવતી જોવા મળી રહી છે. સ્ક્રીન પછી સંદેશ પ્રદર્શિત કરે છે, “કેટલાક રહસ્ય રહસ્ય જ રહેવા જોઇએ.” તો રણવીર તેના નિરીક્ષકને ટાર્ગેટ મળી જવા વિશે જાણ કરીને ફ્રેમમાં પ્રવેશે છે. વીડિયોમાં ત્રિશા પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે.
વીડિયો શેર કરતાં રણવીરે લખ્યું, “રહસ્યો જાહેર! @sowme.the.secret #showmethesecret પર મોટા ઘટસ્ફોટ માટે જોડાયેલા રહો. આ વીડિયો જોયા પછી ચાહકોની પ્રતિક્રિયા સામે આવી છે. એક ચાહકે લખ્યું, “રણવીર તારો લૂક વાહ છે.” તમને બંનેને ફરી એકવાર શાનદાર પરફોર્મન્સ આપતા જોઈને ઉત્સાહિત છું.” અન્ય એક ચાહકે લખ્યું, “ઓએમજી દીપિકા, રણવીર અને રામચરણ…કૃપ્યા તેઓને એક ફિલ્મમાં કાસ્ટ કરો.” તો અન્ય એક ચાહકે લખ્યું, “વાહ, ખરેખર કંઈક શાનદાર થવાનું છે.”
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક પણ ફિલ્મ કંઇ ખાસ કમાલ બતાવી શકી નથી. રણવીર સિંહ છેલ્લે ‘સર્કસ’માં જોવા મળ્યો હતો. જ્યારે દીપિકા પાદુકોણ શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળી હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. પરંતુ તેનો એટલો શ્રેય દીપિકા પાદુકોણને મળ્યો નથી. ત્યારે હવે દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચન તેમજ સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે ‘પ્રોજેક્ટ k’માં જોવા મળશે. સાથે જ દીપિકા ફિલ્મ ‘ફાઇટર’માં પણ જોવા મળશે.
બીજી તરફ રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નીમાં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ આર્ટિકલ ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ પરથી અનુવાદિત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો.