scorecardresearch
Premium

દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહની શેર કરેલી મીમ જોઇને તમે હસવું નહીં રોકી શકો

Deepika Padukone: દીપિકાએ તાજેતરમાં એક મીમ શેર કર્યો છે. જેની સાથે તેણે રણવીર સિંહને ટેગ કર્યો છે. દીપિકાએ આ પોસ્ટ સાથે એક ફની મેસેજ પણ લખ્યો છે.

deepika padukone and ranveer singh
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ફાઇલ તસવીર

બોલિવૂડનું સૌથી પસંદીદા કપલમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એકબીજાની કંપનીને ખૂબ એન્જોય કરે છે. કપલ દરેક મોમેન્ટ એકબીજા સાથે શેર કરે છે. બંને ઘણીવાર ફની મોમેન્ટ એન્જોય કરતા જોવા મળે છે. હવે દીપિકાએ તાજેતરમાં એક મીમ શેર કર્યો છે. જેની સાથે તેણે રણવીર સિંહને ટેગ કર્યો છે. દીપિકાએ આ પોસ્ટ સાથે એક ફની મેસેજ પણ લખ્યો છે. જેને જોઈને તેના ફેન્સ હસી રોકી શકતા નથી. જો કે, ડીપીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે રિલેશનશીપમાં પ્લાટંસનું કોણ શોખીન છે.

દીપિકાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મીમ શેર કર્યો છે. જેમાં એક વ્યક્તિ પ્લાન્ટ ખરીદવાની જિદ કરી રહ્યું છે, જ્યારે બીજી વ્યક્તિ તને રોકવાનો પ્રયાસ કરી રહી છે. જે વ્યક્તિએ છોડ ખરીદવાનું કે કેન્સલ કર્યું તેને કેપ્શનમાં લખ્યું છે, ‘તમારી પાસે પૂરતા છોડ છે’. બીજી તરફ અન્ય વ્યક્તિના કેપ્શનમાં લખ્યું છે, ‘પણ મારી પાસે આ છોડ નથી.’ દીપિકાએ આ ઈન્સ્ટા સ્ટોરીમાં રણવીર સિંહને ટેગ કર્યા છે.

રણવીર અને દીપિકાના રિલેશનશીપની શરૂઆત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ લીલા’ દરમિયાન થઈ હતી. આ પછી બંને વધુ 2 ફિલ્મોમાં સાથે જોવા મળ્યા. બંને વચ્ચેનો સંબંધ 2018માં લગ્નમાં બદલાઈ ગયો. હાલમાં આ કપલ તેમના લગ્ન જીવનનો આનંદ માણી રહ્યા છે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા સાથે તેમના નવા ઘરની મુલાકાતે, અભિનેતાનો જોવા મળ્યો નવો લૂક, જુઓ વીડિયો

દીપિકા છેલ્લે સિદ્ધાર્થ આનંદની એક્શન એડવેન્ચર ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળી હતી, જેમાં શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ પણ હતા. આ ફિલ્મમાં તેણે હાઈ-ઓક્ટેન એક્શન સિક્વન્સ કર્યા હતા. તે વર્ષની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ. હવે અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ફાઇટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન જોવા મળશે. આ સાથે તે શાહરૂખની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’માં પણ કેમિયો કરતી જોવા મળશે.

Web Title: Deepika padukone ranveer kapoor shared meme instagram

Best of Express
અચૂક વાંચો : સૌથી વધુ વંચાયેલ આ સમાચાર ×